________________
૨૪૦
સમાધિ-સાધના
કરીને પરમમુક્ત થઈ જાય છે.
આ કથન ઉત્કૃષ્ટ આરાધના કરનારની અપેક્ષાએ કહ્યું છે.
મધ્યમ આરાધના કરનારની અપેક્ષાએ આ પ્રમાણે કર્તવ્ય છે કે શ્રમણ વા અણગાર મુનિ મેક્ષની ઈચ્છા કરતા નિગ્રંથ આદિ ચિહ્નને ઘારણ કરીને સંવર સહિત થનારી નિર્જરા કરવામાં સમર્થ એવા રત્નત્રયને અભ્યાસ કરવામાં લીન થઈને પ્રાણેને છોડીને શિવ અર્થાત્ ઇંદ્રાદિ પદોના અભ્યદયથી સુશોભિત થાય છે.
તથા આ વર્તમાન કાળમાં થનાર જઘન્ય આરાધકની અપેક્ષાએ ઉપર લખેલાં લક્ષણે સહિત શ્રમણ પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ, ચિંતવન, ઉચ્ચારણ કરતાં પ્રાણેને છેડીને આઠ ભવની અંદર મુક્ત થઈ જાય છે.
ઉત્કૃષ્ટ આરાધક કેટલાક એવા આરાધક છે કે જે કાલલબ્ધિ પામીને આઠ કર્મોની બેડીને તેડી નાખીને કેવલજ્ઞાનથી પ્રધાન થઈને તે જ ભવમાં સિદ્ધ થાય છે. એ ઉત્કૃષ્ટ સાધક છે.
1 મધ્યમ આરાધક કેટલાક એવા આરાધક છે જે ચાર પ્રકારની આરાધનાએને સારરૂપે આરાધીને બાકી રહેલા પુણ્યથી સવાર્થ સિદ્ધમાં નિવાસ કરે છે. એ મધ્યમ આરાધક બે ભવમાં મુક્ત થાય છે. -
જયન્ય આરાધક જે જઘન્ય રીતે ચાર પ્રકારની આરાધના આરાધે છે તે સાત આઠ ભવમાં મુક્ત થઈ જાય છે.