Book Title: Samadhi Sadhna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 305
________________ ૨૮૪ સમાધિ-સાધના મુજ તત્વ સહેજે કવચિત્ મેચક કવચિત્ અમેચક દીસે, કવચિત્ બંનેરૂપ એ મુજ સ્વભાવ જ ઉલસે; તે પણ પરસ્પર સુમિલિત એ પ્રગટ શક્તિમંતનાં, ચિત્ તત્વ મહિત ના કરે મન અમલ બુદ્ધિવંતનાં. ર૭ર વૈભવ અહે! સહજાત્મને અદ્ભુત અત્ર નિહાળજે, જ્યાં એક બાજુ અનેતા, ત્યાં એકતા પણ ભાળ; જ્યાં ક્ષણ વિનાશી, ત્યાં જ ઘુવ નિત્યે ઉદયથી ભાળજે, જ્યાં પરમ વિસ્તૃત ત્યાં જ નિજ પ્રદેશમિત નિહાળજે. ર૭૩ જ્યાં એક બાજુ કષાય ક્લેશ, ત્યાં શાંતિ બીજી બાજુથી, ભવદુઃખ એક તરફથી ત્યાં મુક્તિ બીજી બાજુથી; ત્રણલેક ભાસે એક બાજુ, ચિત્ એક બીજી બાજુથી, અદ્ભુત અદૂભૂત આત્મમહિમા, જયવંત સર્વે બાજુથી. ર૭૪ જયવંત વર્તે છે નિયત ચિલ્ચમત્કાર સદાય આ, નિજ સહજ તેજ પ્રપુજમાં ત્રણ લેક મગ્ન દીસે જહાં ભેદો અનેક છતાં સ્વરૂપે એક ચિત્ જ્યોતિ લસે, નિજ રસ પ્રસર પરિપૂર્ણથી નહિ છિન્ન અનુભવ ઉલ્લશે. ર૭૫ રે! અચળ ચેતનસ્વરૂપ આત્મામાં નિરંતર મગ્ન જે, રાખે ચિદાત્મા આત્મથી કરી મેહ તમને ભગ્ન એ; પ્રતિપક્ષી વિણ સ્વભાવ નિર્મળ પૂર્ણ પ્રગટિત તિ આ, અમૃતચંદ્ર પ્રકાશ દિશિ દિશિ, પ્રકાશિત રહે સદા. ર૭૬ પહેલાં થયું એ ત નિજ પર સ્વરૂપથી, અજ્ઞાનથી, અંતર પડયું નિજ સ્વરૂપમાં એ દૈતભાવ થવા થકી; રાગાદિનું તેથી ગ્રહણ, તેથી ક્રિયાકારક થતાં, અનુભૂતિ સર્વ ક્રિયાતણું ફળ ભેગવી ખિન્ન જે થતાં,

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344