________________
સમાધિ-સાધના
૨૫૭
નહિ ભેદ આશ્રય હેતુ અનુભવ ને સ્વભાવ વિષે રહ્યો, તેથી કર્મ અનંત તે પણ ભેદ ત્યાં એક જ કહ્યો; આશ્રિત કર્મ સમસ્ત બંધન માર્ગને છે જ્યાં રહ્યાં, એ બંધ હેતુ કર્મ સર્વે શુભ અશુભ એક જ કહ્યાં. ૧૦૨ સર્વજ્ઞ કર્મ સમસ્તને કહે બંધને દુઃખદાયી જ્યાં; શુભ અશુભ કર્મ નિષેધ્યું તેથી, સ્વાનુભવ શિવદાયી ત્યાં. ૧૦૩ નિષેધતાં ઇમ પુણ્ય પાપ સમસ્ત કર્મ પ્રપંચતા નિષ્કર્મ સ્થિતિમાં જ્ઞાનીએ કદી અશરણતા નહિ પામતા. ૧૦૪ જે જ્ઞાનરૂપ આ આતમા, ધ્રુવ અચળ જ્ઞાનરૂપે થતે, છે તે જ મુક્તિ હેતુ નિશ્ચ, મોક્ષરૂપ સ્વયં છો. ૧૦૫ છે ભવન જ્ઞાનતણું હવે જે જ્ઞાનભાવે સર્વદા; છે જ્ઞાન જીવ સ્વભાવી તે શિવહેતુ જ્ઞાન જ છે સદા. ૧૦૬ નહિ ભવન જ્ઞાનતણું હવે, જે કર્મ ભાવે તે કદા પુદ્ગલ સ્વભાવી કર્મ તે, નહિ કર્મ શિવકારણ કદા. ૧૦૭ રે! મેક્ષહેતુ ઘાતતું, વળી બંધરૂપ સ્વયં સદા; સ્વભાવથી શિવહેતુ ઘાતે નિષેચિત તે સર્વદા. ૧૦૮ મેક્ષાર્થીને તે ત્યાજ્ય છે જ્યાં સર્વ કર્મ પ્રપંચ આ, ઈમ કર્મ ત્યાગ થતાં રહી ક્યાં પુણ્ય પાપ તણું કથા? સમતિ આદિ સ્વસ્વભાવે પરિણમે શિવ સાધતું, નૈષ્કર્મ સાથે બદ્ધરસ ત્યાં જ્ઞાન આવે દોડતું. ૧૦૯ પરિપૂર્ણતા જ્યાં સુધી ન પામે, કર્મવિરતિ જ્ઞાનની, ત્યાં સુધી રહે એકત્ર કર્મો જ્ઞાન, ત્યાં કંઈ નહિ ક્ષતિ; ૧૭