________________
સમાધિ-સાધના
૨૨૭
જે કદી સ્મરણ થઈ જાય તે તેનું શીધ્ર નિવારણ કર. કારણ કે આ જીવ ઇંદ્રિયસુખના દૃઢ સંસ્કારથી જ જન્મમરણરૂપ સંસારમાં અનંત દુઃખ જોગવી રહ્યો છે. કેવલ આત્મજ્ઞાનના જ એવા એક સંસ્કાર છે કે જેનાથી જીવને પરિભ્રમણ કરવું પડતું નથી. માટે ઇંદ્રિયસુખને પરાધીન, દુઃખદાયી જાણીને તેની આસક્તિ ત્યજી એક સ્વાધીન સુખમય પરમ શાંતિનું ઘામ એવું નિજ શુદ્ધ સહજત્મસ્વરૂપ, તેમાં લીન થા. આત્મજ્ઞાનમાં, આત્મભાવમાં તલ્લીન થા.
-: નિદાન-સુખાનુબંધ અતિચાર -
હે આરાધક ! ભેગાદિક ઈષ્ટ વિષય રોગોની સમાન દુઃખ દેનારા છે. જેમ જવર આદિક રેગથી ઈષ્ટ વિયેગ આદિનું દુઃખ થાય છે, તેમ ભેગથી અંતમાં દુઃખ જ થાય છે. કારણકે, સંસારના ભેગ ક્ષણભંગુર છે. તેને નાશ થતી વખતે વિયેગજન્ય દુઃખ અવશ્ય થાય જ છે. તથા ભેગોથી રેગાદિ ઉત્પન્ન થઈ દુઃખ થાય છે. માટે જેમ કેઈ દુઃખ દેનાર રેગોને ઈછે નહીં તેમ તું પણ અત્યંત દુઃખ દેનાર આગામી કાલમાં ભેગ મળે અથવા ઐશ્વર્યાદિ મળે તેવી ઈચ્છા ન કર. અર્થાત આ તપના પ્રભાવથી મને ભેગાદિક મળે તેવી અભિલાષા કદાપિ ન કર. કારણ કે, એ કોણ મૂર્ખ હોય કે જેને કઈ દેવ વરદાન આપવા પ્રસન્ન થાય ત્યારે તે તેની પાસે જીવનને નાશ કરે તેવા વિષની યાચના કરે ? અર્થાત્ સમાધિમરણરૂપ કલ્પવૃક્ષ આરાધતાં નિદાનરૂપ આત્મઘાતક ભેગેને કેણ વાંછે? અર્થાત્ કેઈ નહીં. નિદાન કરવાથી બ્રહ્મદત્ત આદિની કેવી દુર્દશા થઈ તે સ્મૃતિમાં લાવી નિદાનની ઈચ્છા સર્વથા ત્યાગવી, અને એક આત્માર્થે મારા