________________
સમાધિ–સાધના
સૂર્ય સુધા સુરતરુ સુરમણિ કે સુરધેનુ સુરસદન મહા, વિષ્ણુ આદિના ગર્વ હરે એ, પ્રમળ ચિત્તાત્મા વિજયી અહા ! ૧૨ ખરેખર ! શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા આ જગતમાં
જયવંત વર્તે છે !
૧૭૪
gy
શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માની કેવી અચિંત્ય અદ્ભુત અનુપમ શક્તિ છે ! તેના પ્રભાવ, તેનું સામર્થ્ય, તેની શક્તિ અદ્વિતીય છે. જગતમાં પ્રચંડ પ્રતાપી સૂર્ય, શીતળતામય સુધાને વરસાવતા અને જગતને આહ્લાદ-આનંદ પ્રદાન કરતા સુધાકર (ચંદ્ર), તેમજ ઇચ્છિત વસ્તુ આપવાને સમર્થ એવાં કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્ન, ઉત્તમ કામધેનુ, દિવ્ય સુખનાં ધામ એવાં સ્વર્ગલાક કે મહાન પંડિતજના, અથવા રિ એટલે ઇંદ્ર કે વાસુદેવ જેવા, તે સર્વના અખંડ ગર્વ, પ્રતાપ પણ જેના અચિંત્ય ઐશ્વર્ય આગળ તુચ્છ છે ષટ્ ખંડાધિપતિ ચક્રવતી અને ત્રિભંડાધિપતિ વાસુદેવા, તેમ જ સુરાસુરપતિ દેવેન્દ્રો પણ પોતાના સર્વ વૈભવાનો ગર્વ તજીને, શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણ કરતા આત્મજ્ઞાની મહાપુરુષના ચરણમાં અત્યંત વિનમ્રપણે તથા પરમ ભક્તિભાવે પ્રણામ કરી તેમની સેવામાં સદાય હાજર થાય છે. એવા શુદ્ધ આત્મા સહજાત્મસ્વરૂપના અચિંત્ય માહાત્મ્યને જ્યાં સુધી જાણ્યું નથી ત્યાં સુધી જ જીવાને સાંસારિક પદાર્થોની મહુત્તા લાગે છે; ત્યાં સુધી જ તેને માટે તેમની ઇચ્છા પ્રવર્તે છે. પણ જ્યાં આત્મઐશ્વર્યં યુક્ત એવા ચિદાનંઢમાં મગ્ન આત્મજ્ઞાની પરમ કારુણ્યમૂર્તિ સત્પુરુષનાં દર્શન, મેધ અને સમાગમે શુદ્ધ આત્માના અચિંત્ય માહાત્મ્યને જીવ જાણું છે, પ્રતીત કરે છે, અનુભવે છે, ત્યારે તે મેહાર્દિ