________________
સમાધિ-સાધના
૧૧૭
માન થઈ પરિભ્રમણ કરે છે. આકાશમાં ઊડતાં પક્ષીને બીજું પક્ષી મારે છે, જળમાં વિચરતાં મચ્છાદિકને બીજા મછાદિક મારે છે, સ્થળમાં વિચરતાં મનુષ્ય પશુ આદિકને સ્થળચારી સિંહ, વાઘ, સર્પ વગેરે દુષ્ટ તિર્યંચ તથા ભીલ, મ્લેચ્છ, ચાર, લૂંટારા, મહા નિર્દય મનુષ્ય મારે છે. આ સંસારમાં જીવ બધાં સ્થાનમાં નિરંતર ભયરૂપ થઈ નિરંતર દુઃખમય પરિભ્રમણ કરે છે. જેમ શિકારીના ઉપદ્રવથી ભયભીત થયેલ જી મેઢું ફાડી બેઠેલા અજગરના મોઢામાં બિલ જાણ પ્રવેશ કરે છે, તેમ અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, કેપ વગેરે તથા ઇંદ્રિયોના વિષયની તૃષ્ણાના આતાપથી સંતાપિત થઈ, વિષયાદિકરૂપ અજગરને મુખમાં પ્રવેશ કરે છે. વિષયકષાયમાં પ્રવેશ કરે તે સંસારરૂપ અજગરનું મોટું છે. એમાં પ્રવેશ કરી પિતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તાદિ ભાવપ્રાણુને નાશ કરી, નિગોદમાં અચેતન તુલ્ય થઈ, અનંતવાર જન્મ મરણ કરતાં અનંતાનંત કાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા અભાવ તુલ્ય છે, જ્ઞાનાદિકને અભાવ થયે ત્યારે નાશ પણ થ.
નિગદમાં અક્ષરને અનંતમે ભાગ જ્ઞાન છે, તે સર્વ જેયેલ છે. ત્રસ પર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે, તે તે દુઃખ અનંતવાર ભેગવે છે. એવી કઈ દુઃખની જાતિ બાકી નથી રહી જે આ જીવ સંસારમાં નથી પામ્યા આ સંસારમાં આ જીવ અનંત પર્યાય દુખમય પામે છે, ત્યારે કે એક વાર ઇંદ્રિયજનિત સુખને પર્યાય પામે છે તે વિષયેના આતાપ સહિત ભય, શંકા સંયુક્ત અલ્પકાળ પામે. પછી અનંત પર્યાય દુઃખના, પછી કેઈ એક પર્યાય ઇંદ્રિયજનિત સુખને કદાચિત પ્રાપ્ત થાય છે.