________________
સમાધિ-સાધના
૧૭૧ વ્યાકુળતા રહેલી જણાય છે તેથી તેને તે વાસ્તવિક સુખ ગણતા નથી. સત્ સુખ ત્યાં છે કે જ્યાં નિરાકુલતા છે.
મહાધીન જ ગમે ત્યાં જાય, પણ તે પરપદાર્થમાં રક્ત હેવાથી સસુખના લેશ પણ ભાગી થતા નથી. તે હવે જણાવે છે – અટવી ગ્રામ નગર નગશિખરે જલધિ તરંગિણ તટ વસતા, આશ્રમ ચૈત્ય ગુફા રથ મંદિર સભા આદિમાં સ્થિતિ કરતા; મહા દુર્ગ નભ માર્ગ તંબુ કે લતામંડપે જઈ વસતા, છતાં મેહી પરસમય રક્ત તે સસુખ લવ નહિ પાત્ર થતા. ૬
મોહવશ જીવે પરદ્રવ્યમાં રક્ત હેવાથી ગમે તે નગરમાં, ગામમાં, જંગલમાં, પર્વતના શિખર પર, નદી કે સમુદ્રના તટ ઉપર વસતા હોય, અથવા આશ્રમ, ગુફા, દેવાલય, સભાસ્થાન, રથ કે મકાનમાં નિવાસ કરતા હોય, અથવા મહા દુર્ગમાં કે સ્વર્ગમાં, માર્ગમાં કે આકાશમાં, લતામંડપમાં કે તંબુમાં વાસ કરતા હોય છતાં તે અપ પણ સત્સુખના ભાગી થતા નથી.
સસુખના ભાગી કેણ થાય છે? તે કે મેહને જય કરી, પરદ્રવ્યમાંથી પ્રીતિ ઉઠાવી, નિજ નિર્મળ ચિદૂદ્રવ્યમાં જે તલ્લીન થાય છે તે આત્મિક સુખને આસ્વાદી મહાભાગ્યશાલી થાય છે, કૃતકૃત્ય થાય છે.
જીવ નિગોદે કે વિષ્ટામાં, પશુ, નૃપ, ભીલ, કે ભાર વહે, રેગી નરેગી ધનિક દરિદ્રી પગ કે વાહનથી વિહરે; બાલ યુવાન વૃદ્ધ એ સૌનાં ઇંદ્રિયસુખ કદી હાય સદા, તે પણ તેનું કામ શું મારે અપૂર્વ નહિ તે સુલભ બધાં. ૭