________________
૧૪
સમાધિ-સાધના
(૪ર ૫) ૫. હર્ષ-વિષાદ ત્યાગ
જ્ઞાનીના માર્ગને વિચાર કરતાં જણાય છે કે કઈ પણ પ્રકારે મૂછપાત્ર આ દેહ નથી, તેને દુઃખે શેચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ–અજ્ઞાને શોચવું એ સિવાય બીજે શોચ તેને ઘટતું નથી. પ્રગટ એવા યમને, સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂછ નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે.
દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જેનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહને જોનાર, જાણનાર એ આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી.
વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવસિદ્ધ થાય છે, તે પછી એ ભિન્ન દેહનાં તેને સ્વાભાવિક ક્ષય-વૃદ્ધિ-રૂપાદિ પરિણામ જોઈ હર્ષ-શેકવાન થવું કઈ રીતે ઘટતું નથી, અને અમને તમને તે નિર્ધાર કરે, રાખ ઘટે છે અને એ જ્ઞાનીના માર્ગને મુખ્ય ધ્વનિ છે.
(૯૨૭) ૬. વેદનાવિજય
યથાર્થ જોઈએ તે શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. ક્વચિત શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષમ સભ્યશ્રુષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઈન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર