________________
૪૧
સમાધિ-સાધના (૭૮૧)
૧૨. વીતરાગ દશા - સર્વ જીવ પ્રત્યે, સર્વભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે, તેની પ્રતીતિમાં સર્વ સમ્યક્દર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યફચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વદુઃખને ક્ષય છે, એ કેવળ નિસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતિ.
(૭૩૫) ૧૩. અવિષમ ઉપયોગને નમસ્કાર
વિષમ ભાવનાં નિમિત્ત બળવાનપણે પ્રાપ્ત થયા છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપગે વર્યા છે, વર્તે છે, અને ભવિષ્ય કાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર.
ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપગને નમસ્કાર. એ જ, ધ્યાન.
(૮૬૬)
૧૪, સમાધિનું રહસ્ય
દ્રવ્યાનુગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે. શુક્લ યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્યન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયાગની પ્રાપ્તિ થાય છે.