________________
સમાધિ-સાધના ઘાત ચાલી રહી છે તેને જ ખેદ કરવાને છે.
આમ વૃષ્ટિ ફેરવીને જીવ જુએ તે લૌકિક વસ્તુઓ કે સંબંધીઓના વિયેગ કરતાં અનંતગણ ખેદ કરવા એગ્ય તે આપણુ આત્માની અધમ દશા છે. આત્માનું મૂળ સ્વરૂપ જ્ઞાની પુરુષોએ એવું વર્ણવ્યું છે કે તે કેવળજ્ઞાનસ્વરૂપ, કેવળ દર્શન સ્વરૂપ, ક્ષાયક સમ્યકત્વસ્વરૂપ, અનંત સુખસ્વરૂપ, અનંત વીર્યસ્વરૂપ છે; એટલી બધી રિદ્ધિને ધણું આપણે આત્મા છતાં બે આંખ હોય તે જોઈ શકે, ચિત્ત ઠેકાણે હેય તે જાણી શકે, પુદ્ગલ પદાર્થ મળે તે સુખ સમજી શકે, એ હીન વીર્યવાળે, પરાધીન, પુગળનું જ બહુમાનપણું કરનારે કંગાલ જેવો થઈ રહ્યો છે. તે મૂળ સ્વરૂપથી કેટલે પતિત, કેટલી અધમ દશામાં આવી પડ્યો છે ! એ વિચારી તે નિજ નિર્મળ સહજ આત્મદશામાં પ્રેમ પ્રીતિ સ્થિતિવાળો થાય તેમ હવે પુરુષાર્થ કર્તવ્ય છે.
સહનશીલતા, ઘીરજ, ક્ષમા, ખમી ખૂંદવું એ ગુણ ધારણ કરવાથી સારી ગતિ થાય છે. વેદનીયથી ગભરાવું મૂંઝાવું નહીં. જે આવે છે તે જવાને માટે આવે છે અને એથી વિશેષ આવે એમ કહેવાથી વધારે આવનાર નથી કે એ વેદની જતી રહે એમ કહેવાથી જતી રહે તેમ નથી. “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય, કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિંતા જાય.” આથી અનંતગણું વેદના જીવે નરક નિગદમાં ભેળવી છે, તે પણ તેને નાશ થયો નથી. તડકા પછી છાંયો અને છાંયા પછી તડકે આવે છે તેમ વેદના પણ રાખી મૂકવી હોય તે પણ રહેનાર નથી. જે થાય તે જોયા કરવું. જોયા વગર છૂટકે નથી.