________________
૫૬
સમાધિ–સાધના
દર્શન જ્ઞાન ચરણ થકી અલખ સ્વરૂપ અનેક રે,
. નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે. ધર્મ
દ્રવ્યદ્રષ્ટિથી આત્મા કેઈને પિતા નથી, માતા નથી, પતિ નથી, ભાઈ નથી, એકલે આવ્યો છે, એક જવાને છે. આત્મા બાળક નથી, વૃદ્ધ નથી, જન્મતે નથી, મરતે નથી. નિર્ધન નથી, ધનવાન નથી, ભૂખે નથી, તરસ્યો નથી, દુઃખી નથી, સુખી નથી, દેવ નથી, મનુષ્ય નથી, સ્ત્રી નથી, પુરુષ નથી. આ મૂળ આત્માનું સ્વરૂપ સર્વ પરદ્રવ્યથી ભિન્ન અસંગ સ્વરૂપ સદ્ગુરુકૃપાથી શ્રદ્ધામાં આવે, તેની માન્યતા થઈ જાય તે આ ભવ સફળ થઈ જાય. આ શુદ્ધ સ્વરૂપની ભાવને તે જ ઉત્તમ તપ છે, જપ છે, ભક્તિ છે, ધ્યાન છે, અને સંયમ છે. અંતરંગમાં આવી શ્રદ્ધા રાખી પર્યાય દૃષ્ટિથી મેહુ થાય છે. તે મનમાંથી તેડી નાખીને મારું કંઈ નથી એમ માનવું. હું મરી ગય હેત તો જેમ આ મારું ન માનત તેમ જ જીવતાં છતાં મારાપણું મનમાંથી કાઢી નાખી યથાપ્રારબ્ધ જે વ્યવહાર કરવો પડે તે ઉપર ઉપરથી નિર્મોહીપણે કરવા યોગ્ય છેજ. સમતા ભાવમાં વર્તવાને પુરુષાર્થ કર્તવ્ય છેજી.
આ વાત લક્ષમાં રાખી પ્રસંગે પ્રસંગે, કાર્ય કર્યું, જાગૃતિપૂર્વક આત્માની ભાવના ભાવવા યોગ્ય છે. આ પુરુષાર્થ કરાય તે તે અવશ્ય કલ્યાણકારી છે.
અમૂલ્ય વસ્તુ તે આત્મા છે. તે જ્ઞાનીએ જાણે છે એ નિઃશંક વાત છે. અને તે જ આપણે આત્મા છે. અત્યારે તેનું ભાન નથી, તે પણ તે માન્ય કરવું અત્યારે બની શકે તેમ છે. આટલી પકડ મરણ વેદના વખતે પણ