________________
૧૦૬
સમાધિ–સાધના
ભવસુખ પ્રત્યે નિ:સ્પૃહ એવા મને આ લાકમાં પેલા અન્ય પદાર્થ સમૂહેાથી શું ફળ છે ?
જે આત્મા આત્માને આત્મા સાથે નિરંતર જોડે છે, અને રાગાદિથી નિવારે છે તે નિશ્ચયથી યાગભક્તિવાળા છે. જે આત્મા આત્મામાં આત્માને જોડીને સર્વે વિકલ્પાના અભાવ કરે છે તે જ યોગભક્તિવાળા છે. બીજાને યાગ કઈ રીતે હાય ?
ઇંદ્રિયલોલુપતા જેમને નિવૃત્ત થઈ છે અને તત્ત્વલાલુપ (તત્ત્વપ્રાપ્તિ માટે ઉત્સુક) જેમનું ચિત્ત છે, તેમને સુંદર આનંદ ઝરતું ઉત્તમ તત્ત્વ પ્રગટે છે.
અતિ અપૂર્વ નિજાત્મજનિત ભાવનાથી ઉત્પન્ન થતા સુખ માટે જે યત્ન કરે છે તે ખરેખર જીવન્મુક્ત થાય છે, બીજાઓ નહી.
જે અન્યને વશ નથી તે અવશ' છે. જે ચાગી સ્વહિતમાં લીન રહેતેા થકે શુદ્ધાત્મસ્વરૂપ સિવાય અન્ય પદાર્થને વશ થતા નથી અને સુસ્થિત રહે છે તે અવશ છે.
જે અન્યવશ છે તે ભલે મુનિ વેષધારી હાય તાપણુ સંસારી છે, નિત્ય દુઃખના ભોગવનાર છે. જે સ્વસ્થ છે તે જીવન્મુક્ત છે. જિનેશ્વરથી કિંચિત્ (જરાક જ) ન્યૂન છે. સર્વજ્ઞ વીતરાગમાં અને આ સ્વસ્થ યાગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી; છતાં અરેરે ! આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ.
આ જન્મમાં સ્વવશ જ્ઞાની એક જ સદા ધન્ય છે કે જે અનન્ય બુદ્ધિવાળા રહેતા થકા, નિજાત્મા સિવાય અન્ય પ્રત્યે લીન નહીં થતા થકા, સર્વે કર્માંથી બહાર રહે છે.