________________
સમાધિ-સાધના
વધારે આવે, જેટલું આવવું હોય તેટલું આ ! એ ક્યાં આત્માને ધર્મ છે? એ બોલાવ્યું આવવાનું નથી અને ના આવે, મટી જાય, સારું થાય” એમ કહ્યું ઓછું થવાનું નથી. તે પછી તેનાથી ડરવું શું ? જેમ જ્ઞાની પુરુષે દીઠું છે તેવું મારું સ્વરૂપ છે. એણે માનેલું મારે માન્ય છે, પછી બીજું ચાહે તે આવે. તેને મારું માનું ત્યારે મને દુઃખ છે ને ?
ત્રણ ગુપ્રિમન, વચન, કાયાની અને પાંચ સમિતિઆજ્ઞાના ઉપગપૂર્વક બેલવું, ચાલવું, આહાર ગ્રહણ કરે, વસ્ત્રાદિ લેવાં મૂકવા અને નિહાર કિયા, આમ આઠે બાબતેમાં ઉપગ રાખીને વર્તે તે “પ્રવચન અંજન.” ઘટપટ વિષે બોલતાં પહેલાં આત્મા તરફ ઉપયોગ રહે, પહેલે આત્મા અને પછી બીજું જ્યાં જુઓ ત્યાં આત્મા, આત્મા, આત્મા. રેમે રેમ એ સાચે, સાચે, થઈ રહ્યું છે
આત્મા ઉપગસ્વરૂપ છે. ઉપગ સદાય નિરંતર છે. તે ઉપગ ઉપર ઉપગ રાખે. સૂર્યચંદ્ર વાદળાં આડે ન દેખાય તે પણ છે એમ પ્રતીતિ છે, તેમ શુદ્ધ સ્વરૂપ છે એ પ્રતીતિ ભૂલવા યોગ્ય નથી. ઉપયોગ ભૂલી જવાય છે. એ ભૂલ મહાવીર સ્વામીએ દીઠી તે ઠામઠામ આગમમાં ઉપદેશી છે. એ સર્વ ભૂલની બીજભૂત ભૂલ છે.
આ ૧૯૮૫ દિવાળી ઉપર ત્રણ દિવસ થઈને ૧૦૮ માળા ગણવી જોઈએ. એક વખતે ૧૦૮ ગણવી હોય તે તેમ કરે–ત્રણ
૧. સંવત ૧૯૮૬માં ૫ પૂપ્રભુશ્રીએ ત્રણ દિવસને બદલે ચાર દિવસ એટલે તેરશ, ચૌદશ, દિવાળી અને એકમના દિવસે રાત્રે ત્રશ માળા ફેરવવાનો ક્રમ જણાવ્યો હતો.