________________
સમાધિ-સાધના
૭૭ જાગૃત થઈ જાઓ, તૈયાર થઈ જાઓ, વૃષ્ટિ ફેરવી નાખો. નાશવંત જગતની માયામાંથી પ્રીતિ ઉઠાવી એક આત્મા ઉપર ભાવ, પ્રીતિ, પ્રેમ કરે. તમે આત્મા છે, જ્ઞાનીએ ઠામ ઠામ આત્મા જે છે. તે શુદ્ધ આત્મા તે મારે છે, તે હું છું, તેથી અન્ય તે મારું નથી. એ વિશ્વાસ કરી દે. આત્માનું માહાત્મ્ય સમજાયું નથી, તેથી આત્મા જેવાની વૃષ્ટિ થતી નથી. સત્સંગમાં બેધ જેમ જેમ સાંભળ સાંભળ કરશે તેમ તેમ સમજ આવશે. સમજણ આવ્યે વૃષ્ટિ ફરે.
અવળું કર્યું ત્યાં જગત દેખાયું, સવળું કર્યું ત્યાં આત્મા જવાય. જે દેખાય છે તે બધું પર છે. જે ભળાય છે તેને માન્યું છે. એ જ અવળી દ્રષ્ટિ. વૃષ્ટિ ફરે તે બધાને જાણુનાર–દેખનાર એ જે આત્મા તેને ઉપર દૃષ્ટિ જાય; ત્યાં પરપદાર્થોમાં મારું મારું થઈ ગયું છે તે ટળે. બધું મૂકવું પડશે. જ્યાં જ્યાં મારું મારું કર્યું છે ત્યાંથી ઊઠી જવું પડશે. મારે એક આત્મા છે. તે સિવાય જગતમાંની વસ્તુઓમાંથી એક પરમાણુ પણ મારું નહીં.
નિશ્ચયનયથી જેવું પોતાનું સ્વરૂપ છે, તેને નિશ્ચય થયે નથી. તે નિશ્ચય કરી લે. એક આત્મા જ ઓળખાય તે ફિકરના ફાફા માર્યા આત્મા ઓળખે તે બેલી ઊઠ્યા,
અબ હમ અમર ભયે, ન મરેંગે.” કાળ તે તેને કિકર થઈ રહ્યો ! મૃત્યુ તેને મહોત્સવ થઈ પડે છે.
હવે તે આત્મા જેવાનું કરે. બીજું જોવાનું કર્યું છે. તેથી ફરીને એક આત્મા જેવાનું કરે. વૃષ્ટિમાં ઝેર છે, તે અમૃત થાય તેમ કરે, માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ. જ્ઞાનીઓએ એ જ