________________
સમાધિ-સાધના
જુએ છે. બૈરાં પારકાની કાણુ પિતાને ઘેર લાવે છે અને રૂએ છે. તેમ બધી દુનિયા કરે છે. પારકાને ઘેર મરણ તેમાં મારે શું ? જેની ગણતરી કરવાની છે તેની ગણતરી કરતા નથી. અને પારકાની પિક મૂકે છે. સમજીને શમાઈ જવાનું છે. | વેદનીને કહ્યું હોય, તે બે મિનિટ ઊભી રહે, તે તે ઊભી નહીં રહે. પૈસાને કહ્યું હોય, તમે બે મિનિટ રહે, તે નહીં રહે. જે જવા આવ્યું છે તેને માટે તું શાની રડાકૂટ કરે છે? કરવાની છે સમજ. સમજ્ય છૂટકે છે, બીજે ઉપાય નથી. બધા ઘણુ મરી ગયા. તું મરી જવાને છે. તેથી આત્મા મર્યો? ના. તે પછી તે કેને રડે છે ? કેની પિક મૂકે છે? આ જ ભૂલ છે. ભૂલ તે કાઢવી જ પડશે.
“ધિંગ ધણી માથે કિયો,” તે કરી લે. અનાદિ કાળથી જીવે દેહને જ સંભાર્યો છે. આત્માને સંભાર્યો નથી. તે તે જાણે છે જ નહીં એમ કરી નાખ્યું છે. વાસ્તવિક રીતે તે ન હોય તે બધાં મડદાં છે. ભાવ કરવા.
મનુષ્ય ભવ દુર્લભ છે. મહાપુણ્ય કર્યા છે તે આ પામ્યા છે. અમારું કહેવું કંઈ બીજું જ છે. આ માથું વાઢી નાખે, દેહ રહે કે ન રહે, પણ બીજું મારું નહીં. અમારે તે વાત આત્માની જ કહેવી છે. મારો આત્મા તે મારે ગુરુ. તે જ્ઞાનીએ જાણે છે તે ખરું. જેણે જાણે છે તે મારે ગુરુ. અને તેણે આપેલી ભક્તિ, છ પદને પત્ર, વીસ દુહા વગેરે ચિંતામણિ ગણું સંઘરી રાખું. બીજું બધું જતું રહેવાનું છે તે મારું નથી. મારે તે આત્મા. જે એણે કહ્યું છે તે કરવું. જીવતાં સુધી, શાતા હોય, ભાન હોય ત્યાં સુધી કરવું. પછી કંઈ થઈ શકે તેમ નથી.