________________
૬૬
સમાધિ–સાધના
એવા આત્મા હું છું. મેં તેા એવા નિશ્ચય કરેલા છે કે હું આત્મા કાઈ કાળે મરવાના નથી. કર્મ તા માંધેલાં બધાં આવીને જવાનાં છે. પણ જોનાર આત્મા છે, આત્મા છે, આત્મા છે. વિશેષ રાગના ઉયથી અથવા શારીરિક મંદ ખળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્મળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને બ્રમાદ્ઘિના ઉદય પણ વર્તે, તથાપિ જે પ્રમાણે એધ અને વૈરાગ્યની વાસના થઈ છે તે તે પ્રમાણે તે રાગને જીવ તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે. ખાધ અને વૈરાગ્ય એ આત્મા છે. સદ્ગુરુનું શરણુ માથે છે. સદ્ગુરુ એ પાતાના આત્મા છે, અને દરેકની પાસે છે. સહજાત્મસ્વરૂપ મહામંત્ર છે. ભાન રહે ત્યાં સુધી તેમાં ઉપયેગ રાખવા. તેને સંભાળવા. ભાન ગયા પછી ફિકર નહીં.
આ બધાને મરણુ તા એક વખત જરૂર આવશે. તે તે વખતે શું કરવું તે કહું છું. જેને સાંભળવું હોય તે સાંભળજો, ગ્રહણ કરવું હાય તે ગ્રહણ કરો. પકડ કરી લેવી હેાય તે પકડ કરી લેજો. કહેનાર કહી છૂટે, વહેનાર વહી છૂટે.
પ્રીતિ અનંતી પર થકી જે તાડે તે જોડે એહ.
સગાં, સંબંધી, પૈસા ટકા, ઘરબાર, બૈરાં, છેકરાં એ બધેથી પ્રીતિ ઉઠાવી, અહંભાવ મમત્વભાવ ઉઠાવી લઈ, દેડ આદિ સર્વ પ્રત્યેથી માહમૂર્છા ભાવ ખાળી જાળી, ભસ્મ કરી, સ્નાન સૂતક કરી ચાલ્યા જવું છે. તે સ્ત્રી છું, પુરુષ છું, એ આદિ પર્યાય દૃષ્ટિ છેડી, શ્રી સદ્ગુરુએ જાણ્યા છે એવા એક શુદ્ધ આત્મા હું છું એવી આત્મભાવના રાખવી; જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી ‘સહજામ સ્વરૂપ પરમગુરુ’