________________
સમાધિ–સાધના
આત્મા કદી મરતા નથી. જન્મતા નથી. ઘરડો નથી, જુવાન નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, વાણિયો નથી, બ્રાહ્મણ નથી. તેમ છતાં આ આઠ પ્રકારનાં કર્મોથી ઘેરાયેલા જુદા જુદા રૂપે દેખાય છે, પણ તે ક્યારેય દેહરૂપે થયા નથી, દેહથી ભિન્ન સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ છે. પરમ આનંદસ્વરૂપ છે. આત્માના સુખનું વર્ણન થઈ શકે તેવું નથી. એવા અચિંત્ય મહિમાવાળા આત્માને જ્ઞાની પુરુષોએ જાણ્યો છે, અને સંત પુરુષાએ જણાવ્યો છે, તે મારે માન્ય છે. મને દુઃખ થાય છે, હું મરી જાઉં છું એમ હું કદી માનનાર નથી. દેહના સંજોગે દેઢુના દંડ દેખવાના હશે તે દેખું છું. પણ મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું છે તેવું અનંત જ્ઞાનસ્વરૂપ, અનંતદર્શનસ્વરૂપ, અવ્યાબાધ સુખસ્વરૂપ અને અનંત શક્તિસ્વરૂપ છે. તેમાં મારે આસ્થા, શ્રદ્ધા, માન્યતા, પ્રતીતિ, રુચિ છે, તે જ મને પ્રાપ્ત થાઓ ! આત્માથી ભિન્ન જે જે સંયાગા મળ્યા છે તે બધા મૂકવાના છે. અને તે સર્વ દુ:ખદાયી છે. શાતા કે અશાતા બન્ને વેદની કર્મ છે. કાઈ રીતે ઇચ્છવા યેાગ્ય નથી. પણ જે આવી પડે તે સમતાભાવે સહન કરવા ચેાગ્ય છે. જ્ઞાની પુરુષો પણ સમભાવે સહન કરવાના અભ્યાસથી સર્વે કર્મથી રહિત થઈ માક્ષ પામ્યા છે. સ્મરણમંત્રમાં ચિત્તને રોકવું.
૫૪
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગના સદાય આશ્રય રહેા. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષના ક્ષય થાય.
જુવાની, નીરાગી અવસ્થા અને સુખ વૈભવ ભાગવ