________________
સમાધિ–સાધના
ભોગવાય છે તે મારું નથી, મારું નથી. જે મેં મારું માન્યું છે તે સર્વ મારું નથી, તે સર્વે સદ્ગુરુને અર્પણુ છે. મારું છે તે જ્ઞાન-દર્શન-ચારિત્ર તે સદ્ગુરુએ જાણ્યું છે. તે આત્મા યથાતથ્ય, જેવા છે તેવા જાણ્યા છે તે મારા, બાકી મારું છે જ નહીં !
૫૧
અત્રે સમાધિ છે; તમે સમાધિમાં રહેા. સર્વ વસ્તુ સંકલ્પવિકલ્પમાં આવે તે મારી નથી. જેટલું દુઃખ દેખાય છે તે આત્મા જાણે છે. આત્માનું સુખ આત્મામાં છે. કિંચિત હર્ષ–શાક કરવા જેવું નથી. કોઈ વાતે ખાટ જાય તેમ નથી. કાંઈ અડચણુ નથી. સુખ, સુખ અને સુખ છે. પાપ માત્રના નાશ થવાના છે; તેવા અવસર છે. રાગ હાય ત્યાં વધારે કર્મ ખપે. બધી વાતે સુખ છે. એય હાથમાં લાડુ છે. મૃત્યુ તે છે નહીં. સમતા ધીરજ રાખી ક્ષત્રિયપણે વર્તવું. જેટલું આવવું હાય તેટલું આવે; તે બધાના નાશ થશે. અને આત્માની જીત થશેનક્કી માનજો. હિમ્મત હારશે નહીં. ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે. આત્મા મરતા નથી.
મરણ છે જ નહીં. કલ્પનાથી, અહંભાવ મમત્વભાવથી, ભ્રાંતિથી ભૂલ્યા છે. તે ભૂલી સદ્ગુરુની આજ્ઞાએ સાવધાન થશેા. જે જાય છે તે ફ્રી ભાગવાતું નથી. દેહમાં જણાતું દુઃખ તેથી કંઈ હાનિ નથી. તેથી આત્મા નિઃશંક ભિન્ન દ્રષ્ટા— સાક્ષી છેજી. તે સદ્ગુરુએ જોયા છે. તે શ્રદ્ધ છું, માનું છું. ભવાભવ એ માન્યતા હા !
સહજાત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વામીને નમસ્કાર હા ! સર્વજ્ઞદેવ, નમસ્કાર હા ! પરમગુરુ, નમસ્કાર હા !