________________
૩૨
સમાધિ-સાધના
ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેને તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મોડે ફળીભૂત થાય છે.
જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપરિણામિક એવી મમતા ભજવી ગ્ય છે, એટલે કે આ દેહના કેઈ ઉપચાર કરવા પડે તે તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઈચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એ કઈ પ્રકારે તેમાં રહેલે લાભ, તે લાભને અર્થ, અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિને ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ તે મમતા છે, તે અપરિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે, પણ તે દેહની પ્રિયતાર્થ, સાંસારિક સાધનમાં પ્રધાન ભેગને એ હેતુ છે, તે ત્યાગ પડે છે, એવા આર્તધ્યાને કઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાનીપુરુષના માર્ગની શિક્ષા જાણ આત્મકલ્યાણને તેવા પ્રસંગે લક્ષ રાખ યોગ્ય છે.
સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી, નિર્ભયપણને, નિઃખેદપણને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એમ જ કહીએ છીએ. કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મેહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્દવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.
તેને પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.