________________
સમાધિ-સાધના
૩૫
પણ રેકવાને સમર્થ નથી. તેને ઉદય જીવે વેદ જ જોઈએ. અજ્ઞાનવૃષ્ટિ જીવ ખેદથી વેદે તે પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યવૃષ્ટિવાન જી શાંત ભાવે વેદે તે તેથી તે વેદના વધી જતી નથી પણ નવીન બંધને હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માથીને એ જ કર્તવ્ય છે.
“શરીર નથી, પણ તેથી ભિન્ન એ જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી માટે મારે ખેદ કર્તવ્ય જ નથી. એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હેય છે.
(૬૯૨).
૭. જન્મ-સાર્થકતા | દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળ૫ણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા–આગ્રહાદિની મંદતા થઈ તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષને આશ્રય જ જીવને જન્મજરામરણાદિને નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેને ગમે ત્યારે વિગ નિશ્ચયે છે. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને