________________
સમાધિ-સાધના
તત્પર થયો છું. તે હે પ્રભુ! મને આપની કૃપાથી હવે વેદના મરણ કે આત્મજ્ઞાન રહિત મરણ ન જ હે; પરંતુ આત્મજાગૃતિ પૂર્વક ઉત્તમ સમાધિમરણની જ પ્રાપ્તિ હે.
कृमिजालशताकीणे जर्जरे देहपंजरे ।
भज्यमाने न भेतव्यं यतस्त्वं ज्ञानविग्रहः ॥२॥ જન્મ જરા મરણદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે એવા જ્ઞાનમૂર્તિ પરમકૃપાળુ પ્રભુ, સમાધિમરણના ઈચ્છક ભવ્યોને પરમ અવલંબનરૂપ બને, તેવી અમૃત વર્ષો વરસાવે છે, જેનું પાન કરી સાધક અજરામર પદને દેવાવાળી સમાધિને અચૂકપણે સાધી કૃતાર્થ થાય છે.
- પરમકૃપાળુ મહાજ્ઞાની ભગવંત પ્રબંધે છે કે હે ભવ્ય! સેંકડો કૃમિજાળથી વ્યાસ એવું જર્જરિત આ દેહરૂપ પાંજરું તે ભાંગી જતાં, વિનાશ પામતાં, તારે જરાય ભય પામવા ગ્ય નથી જ. હે આત્મન, તું તે આ જડ શરીરથી જુદો જ્ઞાનરૂપ શરીરવાળે અવિનાશી એ ચૈતન્ય મૂર્તિ આત્મા છું. જડ પુદ્ગલને જે દેહ તે તું નથી. તે તારે નથી. કેવળજ્ઞાન એ જ તારું શરીર છે. અને તે તે અવિનાશી આનંદમંદિર હેવાથી તારાથી કેવળ ભિન્ન એવા એ જડ દેહના નાશથી તારે જરાય ભય કર્તવ્ય નથી. કારણ તેના નાશથી તારે નાશ કદી થવાને નથી જ, ઊલટું એ દેહાદિ સંગને આત્યંતિક નાશ થવાથી તે તું સિદ્ધ, બુદ્ધ, પરમાત્મપદ પામવા ભાગ્યશાળી થઈશ.
“ દેહાદિક સંયોગને, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વતપદે, નિજ અનંત સુખભોગ. ”
–શ્રીમદ્ રાજચંદ્ર