________________
સમાધિ-સાધના
દેહ ઉપરની મમતાને સંપૂર્ણ ત્યાગ કરી, સાવધાનીપૂર્વક જે સમાધિમરણરૂપ રાજાનું શરણ ગ્રહણ કરું તે ફરીથી મારે આત્મા દેહ ઘારણ કરે નહીં. તેમજ ભાવિ દુઃખ પરંપરાને સદાને માટે અંત આવે અને અનંત અવિનાશી શાશ્વત સુખમય નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપરૂપ સિદ્ધપદની પ્રાપ્તિ થાય.
શ્રીમદ્ પૂજ્યપાદ સ્વામી સમાધિશતકમાં પ્રબોધે છે કે गौर: स्थूल: कृशो वाहं इत्यंगेनाविशेषयन् । आत्मानं धारयेन् नित्यं केवलज्ञप्तिविग्रहम् । मुक्तिरेकान्तिकी तस्य चित्ते यस्याचला धृतिः । तस्य नैकान्तिकी मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ।।
હું ગેરે છું, જાડો છું, પાતળું છું વગેરે શરીરનાં વિશેષણથી આત્માને તેરૂપ ન માનતાં આત્માને તે નિત્ય અવિનાશી શાશ્વત કેવળજ્ઞાનરૂપ શરીરવાળે જાણ, માનવ, અને તથારૂપ શ્રદ્ધાની અડોલપણે, અચળપણે પકડ કરી લેવી. જેના ચિત્તમાં એવી પકડ અચળપણે દૃઢ થઈ છે તેને મેક્ષ અવશ્ય થાય છે. પરંતુ એ પકડ જેના હૃદયમાં અચળ નથી તેને મોક્ષ પણ અવશ્ય નથી જ. ગજસુકુમાર આદિ મહાપુરુષેએ મરણાંત ઉપસર્ગમાં આ જ પકડ ઢ પકડી રાખી, અને આત્મમગ્નતામાં લીન થઈ ગયા. દેહભાન ભૂલી જઈ કેવળ આત્મભાવમાં જ નિમગ્ન રહ્યા તે અલ્પકાળમાં ઉત્તમ સમાધિને સાથી સર્વ કર્મમુક્ત થઈ સિદ્ધિસુખમાં વિરાજમાન થયા. સ્કંથકમુનિના પાંચસો શિષ્યને ઘાણીમાં પીલ્યા છતાં દેહભાવ તજી આત્મભાવમાં મગ્ન રહ્યા તે કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા અને સ્કંથકમુનિ પિતે આત્મભાવની પકડ મૂકી પરભાવમાં ગયા તેથી મેલે ન ગયા. માટે દેહાધ્યાસ એ જ સંસારનું કારણ છે.