Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
રાજવલ્લભ રાજપ્રિય કેમ ન હોય?
વિક્રમ સંવત ૧૪૮૦ ના સુમારે ઉદેપુરના મહારાણા શ્રી કુંભકર્ણના આશય નીચે મંડન સૂત્રધારે આ ગ્રંથ રૂપે હોય એમ મેવાડના આખા પ્રદેશમાં તે વખતનાં બનેલાં ભવ્ય કામે દેખનારની દષ્ટિમાં શીતળતા પાથરે છે, તે ઉપરથી માલમ પડે છે અને “શ્રીમેદપાટે નુપ કુંભકર્ણ” એવું વાય પણ છે.
મહારાણાશ્રીને પ્રથમ આશ્રય મળવે આ રાજવલ્લભ સર્વને પ્રિય અને જગમાં પ્રખ્યાતિ પામ્યા અને બીજી વખત ગુર્જર દેશાધિપતિ ગાયકવાડ સરકાર વિદ્યોત્તેજક શ્રીમંત સયાજીરાવ મહારાજ વલ્લભ થવે આશ્રય મળવાને એટલે રાજવલ્લભને પુનઃ વન પ્રાપ્ત થયું એમ ગણાશે.
આ રાજવલ્લભ સયાજીરાવ મહારાજને-વલ્લભ થવાનું કારણ એવું છે કે, પ્રાચીન વખતમાં લખાએલા ગ્રંથ અપ્રસિદ્ધ છે તેવા ગ્રંથો લખાવવા માટે રૂ. ૨૦૦૦ મંજુર કરી તે કામ મને સોંપવામાં આવ્યું. પ્રથમ પ્રયાસમાં રાજવલ્લભ લખાવી વડેદરે મોકલ્યો. તે ગ્રંથ ઉપગી જાણે તેનું ભાષાન્તર કરવાનું કામ મારી તરફથી શરૂ થયું. તે પછી મહારાજશ્રીએ તેનું ભાષાંતર કરાવી પ્રસિદ્ધ કરવા આજ્ઞા કરી એમ ખબર મળવાથી મેં વિજ્ઞપ્તિ કરી તે મંજુર રાખી હું છપાવું એવો હુકમ આપ્યા પછી જ્યારે વિલાયત દેશાટન કરવા પધાર્યા તે વખત તે દેશમાં પણ રાજવલ્લભ યાદ આવવાથી તે તૈયાર થયે કે નહિ ? એમ મહેરબાન રા૦ સાવ હરગોવિંદદાસ દ્વારકાદાસ ડિરેકટર ઑફ વનેગ્યુલર ઇજેકશન સાહેબની મારફતે પૂછી મંગાવ્યું હતું; એટલુંજ નાહ પણ અપ્રસિદ્ધ ગ્રંથો લખાવવાનું કામ મેં વિના પગારે સાત વરસ સુધી કરેલું તેની કદર જાણું માન તરીકે રૂ. ૧૦૦૦ ) ઈનામ આપવા અને વડોદરે બોલાવ્યું તે વખત હજૂરમાં હાજર થયા વિના બારેબાર જવું નહિ એમ મહેરબાન દિ. બા. મણિભાઈ જશભાઈ દિવાન સાહેબ તરફ ચીઠ્ઠી આવી તે પ્રમાણે ખબર મળવે હું મકરપુરે હાજર થયા બરોબર જાણે મારી રાહ જેવાતી હોય એમ મહારાજ સાહેબ આવી વિરાજમાન થયા હતા. મારી પાસે લખેલું રાજવઠ્ઠભનું પુસ્તક અને તેમાં મૂકવાના ચીતરેલા નકશાઓનું પિટક હતું તે રજુ કરતાં પહેલાંજ “આ શું રાજવલ્લભ લાવ્યા છે ?” એમ મધુર વચને વડે જાણે રાજવલ્લભનો વિયેગ થથી અહોનિશ તેનું જ ચિંતવન થતું હોય એમ ભાસ્યું; એટલામાં અચાનક દષ્ટિગોચર થવે અપાર હર્ષ પ્રાપ્ત થાય તે રીતે તે વખત મહારાજા સાહેબના અંગમાં આનંદ ઉભરાતે હતે. નકશાઓ દેખી કેટલાક તર્ક કરી પ્રશ્નો પૂછયા અને પુસ્તક જે ગુજરાતી પુસ્તકો લેવામાં આવે છે તેમાં આ પુસ્તક લેવું એમ મેટ સેક્રેટરી સાહેબને આજ્ઞા આપીને શ્રી નિવાસાલયમાં પધાર્યા હતા, એવી પ્રીતિના કારણે શ્રી સયાજીરાવ મહારાજ વલ્લભનામ શોભા આપે છે.
રસને ૬૮૮૧
નારાયણભારતી યશવંતભારતી.
પાટણ,