Book Title: Punyapal Charit
Author(s): Pushkar Muni Upadhyay
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 8
________________ જૈન કથા-સાહિત્યના આ અમૂલ્ય ભંડારને આજની લેકભાષા રાષ્ટ્રભાષા હિન્દીમાં રજૂ કરવાનું કાર્ય અત્યંત જરૂરી છે. એ અંગે કેટલાક સુંદર પ્રયાસ પણ શરૂ થયા છે, પણ અપાર, અથાગ વાર્તાસાહિત્યનો સંગ્રહ કરવો એ કોઈ એક વ્યક્તિનું કામ નથી. જેમ જગન્નાથાના રથને હજારે હાથ ભેગા મળીને ખેંચે છે, તેવી રીતે પ્રાચીન કથાસાહિત્યનો પુનઃઉદ્ધાર કરવા માટે અનેક મનસ્વી ચિંતકોના લાંબા ગાળાના પ્રયત્નની જરૂર છે. આ જરૂરિયાતને પૂર્ણ કરવાના હેતુથી પૂજ્ય ગુરૂદેવ રાજસ્થાન કેસરી અધ્યાત્મયોગી ઉપાધ્યાય શ્રી પુષ્કરમુનિજી મહારાજ અનેક વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે. પૂજય ગુરૂદેવશ્રીએ પિતાના વિશાળ અધ્યયન-અનુશીલનના આધારે સેંકડો જૈન વાર્તાઓ લખી છે. તે પ્રાચીનતમ સભ્યતા, - સંસ્કૃતિ, તથા માનવ સ્વભાવને પારખવામાં ઉપયોગી છે.. અમારૂં મોટું સદ્ભાગ્ય છે કે, પૂજ્ય ગુરૂદેવ દ્વારા લખાયેલ ગદ્ય-પદ્યાત્મક એ વિરાટ કથાસાહિત્યનું સંપાદન કરવાની જવાબદારી અમને મળી છે. એ પ્રયત્નમાં અમે કેટલા સફળ ગયા છીએ તેને નિર્ણય તો વિજ્ઞ વાચકે જ કરશે, અમને તે એ વાતને આનંદ થાય છે કે સાહિત્ય-સેવાને શુભ પ્રસંગ અમને મળ્યો અને જન– સમુદાયને માટે સત્સાહિત્યના રૂપમાં એક સન્મિત્રને તમારી સમક્ષ મુવા પ્રસંગ પ્રાપ્ત થયો. ' '' - - શ્રી દેવેન્દ્ર મુનિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 476