________________
૮. પ્રતિમા સંબંધી ૧૩ પ્રશ્નોત્તરની સંતબાલ સાથેની ચર્ચા. ૯. જિન પ્રતિમા સંબંધી લઘુ ચર્ચા - ગુજરાતી ગદ્યમાં.
તદુપરાંત પ્રશ્નોત્તર પ્રકાશ - આ. સાગરચંદ્રસૂરિ, ધાર્મિક પ્રશ્નોત્તરી - ધર્મસૂરિ, જૈન પ્રશ્નોત્તરમાળા - ઝવેરચંદ જાદવજી વગેરેની કૃતિઓ પ્રશ્નોત્તર સ્વરૂપની છે.
શ્રી સ્થાનકવાસી મતના જૈન સાહિત્યમાં પ્રશ્નોત્તર ગ્રંથો પ્રાપ્ત થાય છે. તેમાં પ્રશ્નોત્તર મોહનમાળાનો ઉદાહરણરૂપે પરિચય આપવામાં આવ્યો છે. તદુપરાંત જેને પ્રશ્નોત્તરમાળા-ઝવેરચંદ જાદવજી, પ્રશ્રપ્રદીપ - મુનિ જનકરાયજીના ગ્રંથો આજ પ્રકારના સાહિત્યમાં સ્થાન પામે છે.
આવા પ્રશ્નોનો સંચય એ પ્રશ્નોત્તર સાહિત્યની વિરાટ સૃષ્ટિ છે. આગમ વિષયક પ્રશ્નોત્તરોનો સઘન અભ્યાસ કરવા માટે પૂ. સુધર્મસાગરના શિષ્યરત્ન આગમશાસ્ત્ર સંશોધક અનુવાદક શ્રી દીપરત્ન સાગરજી મ. સાહેબે આગમદીપ નામથી ગુજરાતી ભાષામાં ગ્રંથ પ્રકાશન કરેલ છે. તેનો અભ્યાસ કરવાથી આ વિશેની મૌલિક માહિતી પ્રાપ્ત થઈ શકે તેમ છે. પ્રાકૃત કે સંસ્કૃત ભાષામાં જ્ઞાન ન હોય તેવા વર્ગના બધાંજ લોકો ગુજરાતી ભાષામાં તેનું વાંચન કરીને આગમના અગમ્ય પ્રદેશ વિહાર કરી જ્ઞાનાનંદની અનુભૂતિ દ્વારા જ્ઞાનાત્મા બનવા માટે માર્ગસૂચક બને છે.
પ્રશ્નોત્તર પ્રકારના ગ્રંથો તો પ્રાપ્ત થાય છે તેમ છતાં કેટલાક લઘુકૃતિઓ સ્તવન સ્તુતિમાં પ્રશ્ન અને ઉત્તરરૂપે રચના થઈ છે. મૌન એકાદશીની સ્તુતિમાં આવો ઉલ્લેખ થયો છે.
ગોપીપતિ પૂછે પભણે નેમિકુમાર
ઈહાં થોડે કીધે લદાયે પુણ્ય અપાર. એક દિન પુંડરિક ગણધરું રે લાલ, એકાદશી અતિ રૂચડી, ગોવિંદ પૂછે નેમ, શ્રેણિકરાય ગૌતમને પૂછે, તિહાં ઈંદ્રભૂતિ ગણધાર.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org