________________
[૧૯] ભવાદિનું વર્ણન કર્યું છે. તેમજ પુષ્પચૂલિકા ઉપાંગમાં શ્રીદેવી વગેરે દશ દેવીઓને પાછલા ભવ વગેરેની બીના કહી છે, અને વહિદશા ઉપાંગમાં બલદેવના ૧૨ પુત્રોની દિક્ષાની બીના, અને તેમના પૂર્વ ભવાદિની બીના કહી છે,
૧૦ પન્નાઓમાંના ચઉસરણ, આતુરપ્રત્યાખ્યાન, ભક્તપરિજ્ઞા, સંસ્કારક, મહાપ્રત્યાખ્યાન, મરણસમાધિ આ ૬ પન્નાઓમાં અંતિમ આરાધનાદિને અધિકાર જુદા જુદા સ્વરૂપે સંક્ષેપથી કે વિસ્તારથી વર્ણવતાં પ્રસંગાનુપ્રસંગે ઘણું જરૂરી બીનાએ પણ જણાવી છે, ને તંદુવેયાલિયમાં ગર્ભનું કાલમાન, દેહરચના, અને યુગલિક પુરુષાદિનું વર્ણન કરીને દેહની મમતાને તજવાને ઉપદેશ આપ્યો છે તથા ગચ્છાચાર પનામાં મુનિવરના આચારદિની બીના, તેમજ ગણિવિજજા પન્નામાં દિવસબળ વગેરે નવ બળેને અંગે જ્યાતિષની હકીકત વગેરે બીનાઓ જણાવી છે અને દેવેન્દ્રસ્તવ પન્નામાં પ્રભુની સ્તુતિ કરવાના અવસરે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરે રૂપે ઊર્ધ્વ કાદિની બીના જણાવી છે.
આવશ્યક સૂત્રમાં ૬ આવશ્યકાદિની બીના કહી છે. તથા દશવૈકાલિક સૂત્રમાં મુનિવરેના આચારાદિની બીના કહી છે, તેમજ એઘ નિયુક્તિમાં મુનિઓને ધમરાધનમાં મદદગાર આહારાદિની બીના વિસ્તારથી કહી છે. અને શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં ચતુર્વિધ સંઘને મોક્ષ માર્ગની આરાધના કરાવનાર વિનયાદિનું ને વૈરાગ્ય શીલ તપશ્ચર્યા કર્મ જીવાદિ તત્વ વગેરે પદાર્થોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે, તથા શ્રીનંદીસૂત્રમાં પાંચ જ્ઞાન વગેરેનું અને છેવટે બાર અંગેનું પણ ટૂંક વર્ણન કર્યું છે, તેમજ શ્રી અનુયાગદ્વારમાં ઉપક્રમાદિ ચાર પ્રકારના અનુયોગ વગેરે પદાર્થોનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. તથા ૬ છેદ સૂત્રોમાં પ્રાયશ્ચિત્ત, પાંચ વ્યવહાર ને મુનિવરેના આચારાદિનું વર્ણન વિસ્તારથી કર્યું છે.
આ રીતે જેઓને બહુ જ ટૂંકામાં પરિચય કરાવ્યું, તે પિસ્તાલીશે આગામો સત્ય છે, અનુત્તર છે, અને કેવલી શ્રીતીર્થકર ભગવતેએ કહેલા છે, પ્રતિપૂર્ણ તથા ન્યાય માર્ગને અનુસરનારા છે, સર્વથા શુદ્ધ છે, તેમજ ત્રણ શલ્યાદિ દોષોને દૂર કરનાર છે, માટે જ તે આગામે મુક્તિ માર્ગને આરાધવામાં અસાધારણ કારણે છે, સર્વજ્ઞકથિત તે આગમાંની કેઈપણ બાબતમાં સંદેહને સ્થાન છે જ નહી, તેના સાત્ત્વિક આરાધક આત્માઓ જરૂર તમામ વિવિધ દુઃખનો નાશ કરી સિદ્ધિ પદને પામે છે. આ હેતથી તે આગમ નિર્વાણુરૂપી નગરમાં પહોંચવાના ભાગરૂપ પણ કહેવાય છે. આસન્નસિદ્ધિક સમ્યગ્દષ્ટિ ભવ્ય છે આ આગમામાં કહેલી પદાર્થ તરવાની હકીકતને જ સાચી અને પરમાર્થ રૂપ માને છે. જ્યારે આ જનપુરી રાજનગર (અમદાવાદ) ની કાલુશીની પળના રહીશ, બાર વ્રતધારી, ઘણાં વખતથી કામ ચેવિહાર એકાસણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org