________________
[૧૮] આદ્રકમારાદિનું વર્ણન વિસ્તારથી કર્યું છે. (૩) શ્રી સ્થાનાંગ સૂત્રમાં-૧ થી ૧૦ સુધીની સંખ્યાવાળા જીવ અજીવ નદીઓ વગેરે વિવિધ પ્રકારના પદાર્થોનું વર્ણન કમસર દશ અધ્યયનમાં કર્યું છે. (૪) શ્રી સમવાયાંગ સૂત્રમાં એકથી માંડીને સે ઉપરાંત જીવ અજીવ વગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે અને બારે અંગેની હુંડી (સાર) પણ જણાવી છે. (૫) શ્રી ભગવતી સૂત્રોમાં ચારે અનુયોગ વગેરે પદાર્થોનું પ્રશ્નોત્તરાદિ રૂપે વર્ણન કર્યું છે. (૬) શ્રી જ્ઞાતાસૂત્રમાં શૈલક રાજર્ષિ, દ્રોપદી શ્રાવિકા વગેરેની કથાઓ દ્વારા જુદી જુદી રીતે આત્મિક બોધ આપે છે. (૭) શ્રી ઉપાસક દશાંગ સત્રમાં પ્રભુશ્રી મહાવીર દેવના દશ શ્રાવકેના ચરિત્ર વગેરે બીનાએ કહી છે, (૮) શ્રી અંતકૃદશાંગસૂત્રમાં અનંત તીર્થકર ગણધરસમલંકૃત શ્રી શય તીર્થ ઉપર સિદ્ધિપદને પામેલા ની બીના જણાવતાં પ્રસંગાનુપ્રસંગે કૃષ્ણ, ગજસુકુમાલ, સોમિલ બ્રાહ્મણ, ને કૃષ્ણ વાસુદેવની બીના તથા તેમની રાણુઓએ અને શ્રેણિક રાજા વગેરેની રાણીઓએ દીક્ષા લઈ કરેલા વર્ધમાન તપ આદિની બીનાઓ પણ સ્પષ્ટ જણાવી છે. (૯) શ્રી અનુપાતિક સૂત્રમાં-સંયમની નિર્મલ સાધના કરીને અનુત્તર વિમાનમાં ગયેલા જાલિકુમાર, આકરી તપશ્ચર્યા કરનાર શ્રી ધન્યમુનિ વગેરેનાં ચરિત્રો જણાવ્યાં છે, (૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણમાં પાંચ આશ્રની ને પાંચ સંવ વગેરે પદાર્થોની બીના વિસ્તારથી જરૂરી દષ્ટાંત સાથે કહી છે. (૧૧) શ્રી વિપાકશ્રતમાં સુખ દુઃખના ફલને ભાગવનારા ની કથાઓ વગેરે બીનાએ કહી છે. બારમું દષ્ટિવાદ નામે અંગ વિરછેદ પામ્યું છે. તેના ભેદાદિની બીના તેરમાં પ્રકાશમાં કહી છે.
(૧૨) શ્રી ઔપપાતિકસૂત્રમાં કેણિક રાજાએ મહેલથી મહોત્સવ પૂર્વક પ્રભુશ્રી મહાવીરની પાસે જઈને વિધિથી વંદના કરી, પ્રભુની દેશના સાંભળી, વગેરે બીના અને મુનિવરે તપ સિદ્ધિના સુખ વગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે. (૧૩) શ્રીરાયપણુંય સૂત્રમાં કેશિગણધર અને પ્રદેશ રાજાના પ્રશ્નોત્તરાદિનું અને સૂર્યાભદેવના વર્તમાન દેવ ભવનું તથા ભાવિ ભવનું પણ વર્ણન કર્યું છે. (૧૪) શ્રીજીવાભિગમ સૂત્રમાં જીવ અજી વગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે, (૧૫) શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં જવાની પ્રજ્ઞાપના, સ્થાન વગેરે ૩૬ પદાર્થોનું વર્ણન ચોવીશ દંડકમાં ગોઠવીને કર્યું છે. (૧૬) સૂર્યપ્રાપ્તિ સૂત્રમાં સૂર્ય વગેરેની બીના કહી છે. (૧૭) અને ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રમાં ચંદ્રાદિની બીના કહી છે. (૧૮) શ્રીજબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં જબૂદ્વીપાદિ ક્ષેત્રોની, અને શ્રીહષભદેવ પ્રભુ, ભરત ચક્રવતી આદિની હકીકત કહી છે. (૧@ી ર૩) કલ્પકા ઉપગમાં-કેણુંકે ચેડા મહારાજાની સાથે કરેલા યુદ્ધમાં મરીને નરકે ગયેલા શ્રેણિક રાજાના પુત્ર કાલ વગેરેની, ને શ્રેણિકના મરણ વગેરેની બીનાએ કહી છે, અને કલ્પાવતંસિકા ઉપાંગમાં શ્રેણિકના પૌત્ર પદ્મકુમાર વગેરે દશ જણાં સંયમને સાધીને એક દેવ ભવ કરીને મોક્ષે જશે, એ બીના કહી છે તથા પુષિકા ઉપાંગમાં ચંદ્ર સૂર્ય વગેરેના પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org