________________
૨૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
(૩) વ્યંતરોના બત્રીશ ઇન્દ્રો અભિષેક કરવા માટે આવે છે–
– અહીં આગમિક પરિભાષા થોડી બદલાય છે. સામાન્ય વ્યવહારમાં વ્યંતર અને વાણવ્યંતર એવા બે ભેદથી વ્યંતર દેવોની ઓળખ મળે છે. આગમમાં તે માટે વાણવ્યંતર' શબ્દ જોવા મળે છે. સમવાયાંગમાં તો બત્રીશ ઇન્દ્રોનું કથન કરીને વાણમંતરની વિવફા કરી નથી. પણ ચોસઠ ઇન્દ્ર ગણના વખતે પ્રસિદ્ધ ગણના મુજબ આઠ વ્યંતરના કુલ ૧૬ ઇન્દ્રો અને આઠ વાણવ્યંતરના ૧૬ ઇન્દ્રો મળીને ૩૨ ઇન્દ્રો ગણાય છે.
(૪) જ્યોતિષ્કના બે ઇન્દ્રો અભિષેક કરવા માટે આવે છે. અહીં બેની સંખ્યામાં (૧) સૂર્ય અને (૨) ચંદ્ર કહ્યો છે.
જો કે પહેલા ત્રણ પ્રકારના ઇન્દ્રો અને આ જ્યોતિષ્કના ઇન્દ્રોની ગણનામાં પાયાનો તફાવત છે. વૈમાનિક, ભવનપતિ અને વ્યંતર એ ત્રણે દેવતાઓના ઇન્દ્રોની સંખ્યા તેમના નામ પ્રમાણે જ બતાવી છે અર્થાત્ તે ઇન્દ્રો અનુક્રમે દશ, વીશ અને બત્રીશ જ છે અને તે જ સંખ્યા કથન છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર બે ઇન્દ્રોનો નિર્દેશ જાતિથી કરાયેલ છે, સંખ્યાથી નહીં કેમકે માત્ર જંબૂદ્વીપમાં જ બે સૂર્યો અને બે ચંદ્રો તો છે - અઢી દ્વીપ મનુષ્ય ક્ષેત્રમાં ૧૩૨ ચંદ્રો અને ૧૩૨ સૂર્યો છે. તેથી સૂર્ય અને ચંદ્ર એ બંને ઇન્દ્રોની સંખ્યા વ્યક્તિગત નથી પણ જાતિગત છે–
– આવા ચોસઠ ઇન્દ્રો કે જે જિનેશ્વરોનો અભિષેક કરે ત્યારે તેમના હૃદયમાં હર્ષનો જે અતિરેક ઉછળે છે અને પરમ સુખને પામે છે. એવા સુખને કારણે–
• તૃપાના કાર્યાન્તિ નવ નવ - સ્વર્ગના સુખને (તે ઇન્દ્રો) તરણા કે તણખલાં તુલ્ય પણ ગણતા નથી.
૦ તૃપાપ - તૃણમાત્ર, તણખલાં જેટલું પણ ૦ માર્યાન્તિ ન વ - ગણતાં જ નથી.
૦ ના - સ્વર્ગ સંબંધી, સ્મિન છં-ટુર્વ તિ જેમાં લેશમાત્ર દુ:ખ નથી તે - અર્થાત્ સ્વર્ગ. તેના સંબંધી
• પ્રતિઃ સન્ત શિવાય તે જિનેજાઃ તે જિનેન્દ્રો પ્રભાતકાળે અમારા શિવસુખ-મોક્ષને માટે થાઓ.
– અહીં પ્રાતઃ એટલે પ્રભાતે, પ્રાતઃકાળે અર્થ થાય છે.
– “સખ્ત શિવાય તે જિનેન્દ્રાઃ” આ વાક્ય પૂર્વે સૂત્ર-૩૮ “નમોસ્તુ વર્ધમાનામાં આવી ગયેલ છે - ત્યાં જુઓ.
૦ સમગ્ર ગાથાનો ભાવ – “ધર્મસંગ્રહ” ગ્રંથકર્તાએ અન્વય પદ્ધતિએ આ પ્રત્યેક ગાથાનો ભાવ રજૂ કર્યો છે–
ગાથામાં ક્રિયાપદ મૂક્યું. સન્ત' એટલે થાઓ. પણ શું થાઓ ? - શિવ સુખને આપનારા થાઓ. કોણ શિવસુખ આપનાર થાય? - જિનેશ્વર પરમાત્મા, જિનેન્દ્રો.
જિનેન્દ્રો કેવા? જેમનો અભિષેક મહોત્સવ કરવાથી અતિર્ષિત અને ઉન્મત્ત