Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 14
________________ ( સિદ્ધાળતીયોહીહસિવિશાલગચ્છાધિપતિ ગુરૂદેવ ૨વી, પૂ. આચાર્યદિવશા શ્રીકુ વિજયીક્ષસૂરીશ્વરજી મહારાજ = એઓશ્રી એક અપ્રતિમ જન્મસિદ્ધ વૈરાગ્યવાન યુગપુરુષ હતા. મૂળ રાજસ્થાન પિંડવાડાનિવાસી શ્રાવકે ભગવાનદાસ અને શ્રીમતી કંકુબાઇના એ સુપુત્ર. એમનું જન્મથી શુભ નામ પ્રેમચંદજી હતું. જન્મ વિ.સં. ૧૯૪૦ ફા.સુ. ૧૫. શ્રી પ્રેમચંદભાઈ સાધુદીક્ષા લેવા સુરત વ્યારાથી લગભગ ૩૬ માઇલ (૬૦ કિ.મી.) પગપાળા ચાલી રેલગાડી પકડીને પાલીતાણા પહોંચી ગયા, ને ત્યાં વિ.સં. ૧૯૫૭ કા. વદ ૬ સકલારામ-રહસ્યવેદી પ્રોઢ ગીતાર્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજના દીક્ષિત શિષ્ય બની મુનિ પ્રેમવિજયજી થયા. ચારિત્ર જીવનમાં એમણે નિત્ય એકાસણાં, ગુરુજનોની સેવા, અપ્રમત્ત સાધુચર્યા, ત્યાગવૃત્તિ અને સ્વાધ્યાય-ધ્યાનને આત્મસાત્ કર્યા. પ્રકરણશાસ્ત્રો અને દર્શનશાસ્ત્રોની સાથે આગમશાસ્ત્રોનું ગંભીર ચિંતન એમનો મુખ્ય વ્યવસાય બની ગયો. આશ્ચર્ય એ થાય છે કે એઓશ્રી પંડિતો પાસે ઓછું ભણ્યા છતાં શ્રી ‘સ્યાદ્વાદ રત્નાકર' “અનેકાંતજયપતાકા’ આદિ મહાન દર્શનશાસ્ત્રોનું પણ વાંચન જાતે કરતા. તેમજ સૂક્ષ્મ બુદ્ધિથી એઓશ્રીએ પૂર્વધરમહર્ષિ વિરચિત કમ્મપયડી, પંચસંગ્રહ જેવા ગંભીર અને જટિલ શાસ્ત્ર લગાવી, બીજાઓને ભણાવી, ‘સંક્રમકરણ’ ‘માર્ગણાકાર' વગેરે મહાન શાસ્ત્રોની સંસ્કૃતમાં રચના કરી. તેમજ શિષ્યો પાસે ૧૫-૧૫, ૨૦-૨૦ હજાર શ્લોક પ્રમાણ “ખવગસેઢી’ ‘ઠિઇબંધો' વગેરે ગંભીર શાસ્ત્રોની રચના કરાવી. વિ.સં. ૧૯૮૦માં પંન્યાસ, વિ.સં. ૧૯૮૭માં ઉપાધ્યાય અને ૧૯૯૧માં આચાર્ય બનેલા. ' પૂ. આચાર્યદેવશ્રીનું સંયમજીવન ખૂબ પ્રશંસનીય હતું. એઓશ્રીમાં કડક બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અંતર્મુખતા, મીનપૂર્વક ઇર્યાસમિતિથી ગમન, વિકથાત્યાગ વગેરે કેટલીય અદ્ભુત સાધના હતી. અંતિમ સમયે શારીરિક ગાઢ અસ્વસ્થતા જોઇ સાધુ એમને હવા નાખવા ગયા તો એઓશ્રી તરત કહે “ભાઈ ! વાયુકાય જીવો મરે ! પંખો બંધ કરો' વિહારમાં કયાંય પણ દોષિત ભિક્ષા ન લેવી પડે એ માટે ૧૫-૧૭ માઇલ પણ ચાલી નાખતા એઓશ્રી સમર્થ શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી મ., શ્રી વિજયજંબુસૂરિજી મ., શ્રી વિજય યશોદેવસૂરિજી મ., વગેરે લગભગ ૩૦૦ શિષ્ય-પ્રશિષ્યોના ગચ્છાધિપતિ હતા, અને પરિવારને વ્યર્થ વિકલ્પો આદિ દોષોથી બચાવવા શાસ્ત્રવ્યવસાયમાં મગ્ન રાખતા. | છ'રી પાળતી સંથયાત્રા, ઉપધાન, ઉજમણાં, પ્રતિષ્ઠા-અંજનશલાકા મહોત્સવો, દીક્ષા-ઉત્સવો, ધર્મસ્થાનોદ્ઘાટન વગેરે કેટલાય કાર્યો એઓશ્રીની નિશ્રામાં થયેલા. મુંબઇ દ્વિભાષી રાજ્યની વિધાનસભામાં આવેલા બાલસંન્યાસ-પ્રતિબંધક બિલના વિરોધમાં એમણે ભારે આંદોલન જગાવેલું. એના બળ પર મુખ્યમંત્રી શ્રી મોરારજી દેસાઇએ ‘શું શેતાનનિર્માણ પર પ્રતિબંધ નહિ ? ને સંતનિર્માણ પર પ્રતિબંધ ?' વગેરે મુદ્દા પર ઐતિહાસિક ભાષણ કરી ભારે બહુમતીથી બિલને ઉડાવી દીધેલું. - પૂ. આચાર્યદેવશ્રીને વર્ષો સુધી છાતીમાં વાનો દુખાવો ચાલેલો, તથા છેલ્લા ૪-૫ વર્ષ પ્રોસ્ટેટ ગ્રંથી અને હૃદય પર દબાણની વ્યાધિ રહેતી, કેટલીક વાર અસહ્ય દરદ ઉપડતું. છતાં એમાં એઓશ્રી સહિષ્ણુતા-શાંતિ-સમાધિ અભુત જાળવતા. ખંભાતમાં વિ.સં. ૨૦૨૪માં વૈશાખ વદ ૧૧ સાંજે વ્યાધિ એકાએક વધી ગઇ. લગભગ ૮૦ મુનિઓ સાથે હતા. એમણે નવકારમંત્રની ધૂન ચલાવી, પૂજ્યશ્રી ખૂબ સમાધિમાં હતા, એ ‘વીર ! વીર ! ખમાવું છું' બોલતાં રાત્રે ૧૦-૪૦ મિનિટે સ્વર્ગવાસ પામ્યા. આખા ભારતના સંઘોમાં પૂજ્યશ્રીના વિયોગથી વજાઘાત જેવું દુ:ખ થયું અને એઓશ્રીના અદ્ભુત સદ્ગુણ-સુકૃત-સાધનાઓની તથા શાસનરક્ષા-પ્રભાવનાની અનુમોદનાર્થે જિનેન્દ્રભક્તિ મહોત્સવો થયા. આવા પૂ. ગુરુદેવશ્રીની અનુપમ કૃપાથી જૈન-જૈનેતર શાસ્ત્રોમાં જે યત્કિંચિગતિ પ્રાપ્ત થઇ એના આધાર પર ચૈત્યવંદન-પ્રતિક્રમણ સૂત્રોને ચિત્રોમાં સાકાર કરવામાં આવ્યા. - શિષ્યાણ પંન્યાસ ભાનુવિજય (પ.પૂ. વર્ધમાનતપોનિધિ યુવાશિબિરઆદ્યપ્રણેતા આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.)

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124