Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 68
________________ વિશાલ-લોચનદલં સૂત્ર ૧) વિશાલ-તોષનવાં પ્રોદ્યદ્ન્તાંશુ-શ્વરમ્ | प्रातर्वीरजिनेन्द्रस्य मुखपद्मं पुनातु वः ।। (૨)યેષામમિત્તેર્મ નૃત્વા, मत्ता हर्षभरात् सुखं सुरेन्द्राः । तृणमपि गणयन्ति नैव नाकं, प्रातः सन्तु शिवाय ते जिनेन्द्राः || (3)તા નિર્મુત્ત-મમુજ્ઞપૂર્ણતા, कुतर्क राहुग्रसनं सदोदयम् । अपूर्वचन्द्रं जिनचन्द्रभाषितम्, दिनागमे नौमि बुधैर्नमस्कृतम् ।। (અર્થ-) (૧) વિશાળ નેત્રરૂપી પત્રવાળા, અત્યંત દેદીપ્યમાન દાંતના કિરણ સ્વરૂપ કેસરાવાળા, શ્રી મહાવીર જિનેન્દ્રદેવનું વદનકમળ પ્રાતઃકાળમાં તમને પવિત્ર કરો. अड्ढाइज्जेसु दीव-समुद्देसु, पनरससु कम्मभूमिसु जावंत केवि साहू, रयहरण-गुच्छपडिग्गह धारा, पंचमहव्वय-धारा, अट्ठारससहस्स-सीलंग धारा, अक्खुयायार-चरित्ता, ते सव्वे सिरसा माणसा मत्थएण वन्दामि ! Halo E ૨) જેમનો અભિષેક કરીને ભરચક હર્ષવશ દેવેન્દ્રો સ્વર્ગસુખને તૃણવત્ પણ નથી ગણતા, તે જિનેન્દ્ર ભગવંતો પ્રાતઃકાળે શિવસુખ (નિરુપદ્રવતા) માટે હો. (ચિત્રસમજ-) ૧) સામે ઉપરના ડાબા ખૂણામાં ૧ લી ગાથાને અનુસારે ભગવાનનું મુખ કમળ જેવું, જેમાં બે નેત્ર પાંદડા સમાન, અને દાંતમાં ઉછળતા કિરણ પરાગ જેવા જોવાના. * ૨) સામે નીચેના અર્ધમાં છે તેમ ગાથા - ૨ અનુસારે પૂર્વ પૂર્વ કાળની અનંત મેરુ-અવસ્થા પર અનંત પ્રભુને ઇન્દ્ર જન્માભિષેક કરતા જોવાના, અને એ એના અનહદ આનંદમાં સ્વર્ગસુખને તૃણથી પણ તુચ્છ માનતા જોવાના. ૩) ત્રીજી ‘કલંક’ ગાથા વખતે, ચિત્ર મુજબ એમ જોવાનું કે દુનિયાનો ચંદ્ર તો કલંકિત અને પૂર્ણતા છોડી નાનો થનારો, તથા રાહુના મોંમાં ગળાતો ને અસ્ત પામતો છે, ત્યારે જિનેશ્વરભાષિત આગમોરૂપી ચંદ્ર નિષ્કલંક છે, કદી પૂર્ણતાને છોડતો નથી, તથા કુતર્કરૂપી રાહુના ડોકાને ગળી જઇ સાફ કરનારો, અને સદા ઉદય જ પામનારો છે, તેમજ સુબુદ્ધ (વિશુદ્ધ બુદ્ધિના ધણી) દેવ-માનવોથી વંદાયેલ છે. ૩) (અસસ્થાપન-સનિષેધાદિ) કલંકથી રહિત, (સર્વનયોથી) પૂર્ણતાને કદી નહિ છોડનાર, કુતર્ક સ્વરૂપ રાહુને ગળી જનાર, હંમેશા ઉદયવાળો, ને પંડિતજનોથી વંદાયેલ, જિનેશ્વરના વચનરૂપી અપૂર્વ (નવી જ તરેહના) ચંદ્રમાને હું દિવસના પ્રારંભે (પ્રાતઃ કાળે) નમસ્કાર કરું છું. અઠ્ઠાઇજેસુ સૂત્ર (અર્થ-) અઢી દ્વીપસમુદ્ર સંબંધી ૧૫ કર્મભૂમિમાં રજોહરણ (ઓઘો) ગુચ્છા-પાત્રને ધરનારા, પાંચ મહાવ્રતવાળા, ૧૮૦૦૦ શીલાંગને ધરનારા, અભગ્ન પંચાચાર અને ચારિત્ર્યવાળા જે કોઇ પણ સાધુ છે, તે સર્વને શિરથી (બહુ આદર સાથે), મનથી (ભાવપૂર્વક), મસ્તક ઝુકાવી વાંદું છું. (સમજ-) આના માટે ‘જાવંત કે વિ સાહુ’નું ચિત્ર પૃષ્ઠ ૨૮ પર છે. એ પ્રમાણે જોવાનું કે આપણે જાણે અઢી દ્વીપની બહાર ઉભા, સામે અઢી દ્વીપ (જંબુદ્રીપ-ધાતકી ખંડ અને પુષ્કરવ૨દ્વીપ છે, વચ્ચે ૨ સમુદ્ર, લવણસમુદ્ર-કાલોદધિસમુદ્ર) છે. એમાં ચારિત્રના ઉપકરણ સહિત વિવિધ સાધુચર્યામાં રહેલા મુનિઓ છે, અને એમને આપણે આદર સહિત ભાવપૂર્વક માથું જમીન પર લગાવી વંદન કરીએ છીએ. આમાં ‘રજોહરણ' એ ઊનની દશીઓનું બનેલું, જીવરક્ષાર્થ પૂંજી પ્રમાર્જી કર્મરજ હરવાનું સાધુ ચિહ્ન છે. ‘ગુચ્છો’ એ ભિક્ષાર્થે રાખેલ કાષ્ઠ પાત્રની ઉપર નીચે રાખવાનો ઊનનો ટૂકડો છે. ‘૫ મહાવ્રત’ એ જીવનભર ત્રિવિધ ત્રિવિધ પાળવાના હિંસાજૂઠ-ચોરી-મૈથુન-પરિગ્રહના ત્યાગની પ્રતિજ્ઞા છે. ‘૧૮૦૦૦ શીલાંગ' આ પ્રમાણે પૃથ્વીકાયાદિ ૫, દ્વીન્દ્રિયાદિ ૪, અને અજીવ ૧, એમ ૧૦ નિમિત્તે, ૧૦ ક્ષમાદિ યતિધર્મ પાળતાં, આરંભ-સમારંભ-જૂઠ આદિ પાપ કરવાનો ત્યાગ છે, તે પણ ૫ ઇન્દ્રિયનિગ્રહ અને ૪ સંજ્ઞાનિરોધ રાખી ૩ મનોયોગાદિથી ત્યાગ છે. એમ ૧૦ X ૧૦ X ૫ X ૪ X ૩ = ૬૦૦૦, એ પણ કરણ-કરાવણ-અનુમોદનથી ત્યાગ, એમ ૬૦૦૦ x ૩ = ૧૮૦૦૦ શીલાંગ. એને ધરનારા મુનિ. એ ‘અશ્રુતાચાર-ચારિત્ર્ય' = જ્ઞાનાચાર-દર્શનાચાર - ચારિત્રાચાર - તપાચાર- વીર્યાચારને તથા શુદ્ધ નિર્વિકાર હૃદયવૃત્તિને અખંડિત ધરનારા જોતાં વાંદવાના. ૫૯ sortil Use Only

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124