Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 70
________________ કલાણૐૐ સૂત્ર कल्लाणकंदं पढम जिणिदं, (અર્થ-) કલ્યાણના મૂળરૂપ પ્રથમ જિનેન્દ્ર (શ્રી ઋષભદેવ)ને, संतिं तओ नेमिजिणं मुणिंदं । (૧) શ્રી શાન્તિનાથને, પછી મુનિઓમાં શ્રેષ્ઠ શ્રી નેમિનાથ જિનેશ્વરને, पास पयासं सुगुणिक्कठाणं, જ્ઞાનપ્રકાશરૂપ શ્રી પાર્શ્વનાથને, (અને) સગુણોના એકસ્થાનરૂપ (તથા) भत्तीइ वंदे सिरिवद्धमाणं ।। વિભૂતિયુક્ત શ્રી વર્ધમાન સ્વામીને હું ભક્તિથી વંદન કરૂં છું. अपार संसार-समुद्दपारं, અનંત સંસાર સાગરના પારને પામેલા, દેવોના સમૂહને વંદનીય, કલ્યાपत्ता सिवं दितु सुइक्कसारं । ણરૂપી વેલડીઓને (વિસ્તારનાર) કંદસ્વરૂપ, સમસ્ત જિનેન્દ્રદેવો શ્રુતિઓ सवे जिणिंदा सुरविंदवंदा, (શાસ્ત્રો)ના (યા શુચિ-પવિત્ર વસ્તુઓના) એક સારભૂત મોક્ષને આપો. कल्लाणवल्लीण विसालकंदा || મોક્ષમાર્ગમાં શ્રેષ્ઠ જહાજ સમાન, સમસ્ત કુવાદીઓના મદને નષ્ટ કરનાર, निव्वाणमग्गे वरजाणकप्पं, पणासियासेस-कवाइदप्पं । પંડિતોને શરણભૂત અને ત્રિભુવનમાં શ્રેષ્ઠ એવા જિનેશ્વરદેવે (કહેલા) मयं जिणाणं सरणं बहाणं, સિદ્ધાન્ત (આગમ) ને હું હંમેશા નમસ્કાર કરું છું. नमामि निच्चं तिजगप्पहाणं ।। મોગરો-ચંદ્ર-ગાયનું દૂધ-બરફના જેવા (સફેદ) વર્ણવાળી, कुंदिंदु-गोक्खीर-तुसारवन्ना, હાથમાં કમળવાળી, કમળ પર બેઠેલી, सरोजहत्था कमले निसण्णा ।। પુસ્તક વ્યગ્ર (યા પુસ્તકવર્ગ-સમૂહ યુક્ત) હાથવાળી તે વાગીશ્વરી (સરवाईसरी पुत्थयवग्गहत्था, સ્વતી દેવી હંમેશા અમારા સુખ માટે થાઓ. सुहाय सा अम्ह सया पसत्था ।। ચિત્રસમજ - ૧) સામે ચિત્રમાં ઉપર પહેલા ભાગમાં બતાવ્યા પ્રમાણે ૧ લી ગાથા વખતે આ જોવાનું કે, શ્રી ઋષભદેવ પ્રભુ દર્શન-જ્ઞાન-ચારિત્ર-ક્ષમાદિ કલ્યાણલતાઓના કંદ જેવા છે. (પ્રભુમાંથી જ બધા કલ્યાણ ઉઠે છે.) એમની નીચે શ્રી શાન્તિનાથ તથા શ્રી નેમિનાથ છે. બાજુમાં જ્ઞાનપ્રકાશરૂપ શ્રી પાર્શ્વનાથ છે, (જે અજ્ઞાનતિમિરને હટાવે છે.) એમની નીચે સદ્ગુણોના અર્કરૂપ અને પ્રાતિહાર્યના વૈભવયુક્ત શ્રી મહાવીર સ્વામી છે. ૨) ચિત્રખંડ - ૨ અનુસાર, ૨જી ગાથા બોલતાં, આ જોવાનું કે, સામે અનંતા જિનેશ્વરદેવો સમવસરણમાં બિરાજમાન છે, અને એમની આત્મજ્યોત ભવસમુદ્ર પાર કરી મોશે પહોંચી રહી છે. એ બે બાજુ દેવોથી વંદાય છે, અને એમના (ચિંતનાદિ દ્વારા) પ્રભાવથી આપણામાં કલ્યાણ-વેલડીઓ ઉગી-વિસ્તરી રહી છે. એવા પ્રભુને હાથ જોડી પ્રાર્થવાનું કે ‘શિવં રિંતુ સુઇક્કસારં’ અમને શાસ્ત્રોના સારભૂત અને સમગ્ર પવિત્ર-નિર્મળ વસ્તુઓમાં પ્રધાન એવા મોક્ષને દો. ( ૩) ૩જી ગાથા વખતે ચિત્રખંડ - ૩ પ્રમાણે આ જોવાનું કે, જિનાગમ એ મોક્ષમાર્ગ=જ્ઞાન-દર્શન-ચારિત્રે વિહરવા માટે જહાજરૂપ છે. બુધજનોએ પોતાનું જીવનનાવ એની સાથે ગાંઠીને એનું શરણ લીધું છે. આ જિનમત-જહાજે મિથ્યાવાદીઓના મદને તોડવાથી એ બિચારા એની સામે ન જોતાં નિસ્તેજ થઇ કદાગ્રહમાં ડૂબી રહ્યા છે. આવા વિશ્વ શ્રેષ્ઠ જિનમતને હું સદા નમું છું. ( ૪) ગાથા-૪ વખતે ચિત્રખંડ-૪ અનુસાર આ જોવાનું કે, સામે સફેદ વર્ણવાળી સરસ્વતી કમળ પર બેઠી છે, એના એક હાથમાં કમળ છે, બીજા હાથમાં પુસ્તક સમૂહ છે, એને આપણે પ્રાર્થીએ છીએ કે તું અમારા સુખ માટે થાઓ. | (અનુસંધાન પૃ. ૬૩ થી ચાલુ) • ગાથા-૩ “બોધાગાધ' અહીં મહાવીર-જિનાગમ-સમુદ્ર જોવાનો. એની ઉંડાઇ એટલે બોધની ઉંડાઇ જોવી. જળ- પ્રવાહ તરીકે સુપદરચના જોવી. એમાં અહિંસાના સતત તરંગ (ડગલે ને પગલે સૂક્ષ્મ અહિંસાના વિધાન) એવા ઉછળતા દેખાય કે જેની તેની રુચિ એમાં પેસી ન શકે. ‘ચૂલાવેલ' શાસ્ત્રોના અંતે ચૂલિકા એ ભરતી યા તટ જેવી દેખાય. ‘ગુરુગમ’ આગમોમાં મોટા આલાવા (ફકરા) યા અર્થ- માર્ગ (માણાદ્વારો) એ રત્નસંચયો દેખાય. ‘દૂરપાર’ આગમતત્ત્વનો છેડો દૂર છે. આવા વીરાગમ ‘સાર’ = શ્રેષ્ઠ સારભૂત જોવાના. એની સાદર સવિધિ ઉપાસનાની ભાવના કરવી. a o ગાથા - ૪ ‘આમૂલાલોલ૦’ અહીં જિનવચનમય સરસ્વતી જોવી, એ કમળઘરમાં બિરાજમાન છે. એ કમળના ૩ વિશેષણ ૧) મૂળમાંથી હાલી ઉઠેલું ૨) હાલી ઉઠવાથી એમાંથી ‘ધૂલી’=પરાગ ઉડી રહી છે, એની બહુ સુગંધમાં લટ્ટ ‘અલિમાલા’ = ભમરાઓની હારની હારના ઝંકાર ધ્વનિથી પ્રધાનપણે શોભતું. ૩) ‘અમલદલ'= નિર્મળ પાંખડીઓવાળું. આ દેવી તેજોમય, તે હાથમાં કમળવાળી, તથા ગળે ચળકતા હારવાળી દેખાય. એને જોઇ આપણે પ્રાર્થના કરવાની કે અમને ભવ-વિરહ = મોક્ષનું વરદાન આપ.

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124