Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 102
________________ जंबुपहु वंकचूलो, गयसुकुमालो अवंतिसुकुमालो । धन्नो इलाइपुत्तो, चिलाइपुत्तो अ बाहुमुणी ।।४।। જંબુસ્વામી : નિઃસ્પૃહ અને વૈરાગ્યવાસિત હોવા છતાં ઋષભદત્ત-ધારિણીના આ પુત્રને માતાના આગ્રહથી આઠ કન્યાઓ સાથે પરણવું પડ્યું. પણ પહેલી જ રાત્રે અતિવૈરાગ્યસભર ઉપદેશ આપી એ બધાને વૈરાગ્ય પમાડ્યો, એ સમયે પાંચસો ચોરો સાથે ચોરી કરવા આવેલ પ્રભવ ચોર પણ પીગળ્યા. બીજા દિવસે પ૨૦ સાથે જંબુકુમારે સુધર્મસ્વામી પાસે દીક્ષા લીધી. અવસર્પિણી. કાળના ભરતક્ષેત્રના તેઓ છેલ્લા કેવળી થયા. વંકચૂલ : વિરાટ દેશના રાજકુમાર પુષ્પચૂલ, પરંતુ જુગાર-ચોરી આદિ વગેરે વક્રતાના કારણે લોકોએ નામ વંકચૂલા પાડ્યું. પિતાએ દેશવટો આપતાં પત્ની-બહેન સાથે નીકળી જંગલમાં પલ્લીપતિ થયા. એકવાર જ્ઞાનતુંગસૂરિજી પધારતા કોઇને ઉપદેશ ન આપવાની શરતે ચોમાસું કરાવ્યું. વિહાર કરતાં વંકચૂલની સરહદ ઓળંગી ત્યારે વંકચૂલની ઇચ્છાથી આચાર્ય ભગવંતે ૧) અજાણ્યા ફળ ખાવા નહીં. ૨) પ્રહાર કરતા પહેલા સાત ડગલા પાછા હટવું. ૩) રાજરાણી સાથે ભોગ ભોગવવા નહીં. ૪) કાગડાનું માંસ ખાવું નહીં, એ ચાર નિયમો આપ્યા. અનેકવિધ કષ્ટો વચ્ચે પણ દઢતાથી નિયમપાલન કરી અનેક લાભો મેળવી વંકચૂલ સ્વર્ગવાસી થયા.. | ગજસુકુમાલ ? સાત-સાત પુત્રોને જન્મ આપવા છતાં એકેયનું લાલન પાલન કરવા ન મળવાથી વિષાદ પામેલા દેવકીએ કૃષ્ણને જણાવતા કૃષ્ણ હરિભેગમેષી દેવની આરાધના કરી. મહર્બિક દેવ દેવકીની કુક્ષિમાં આવ્યા તે ગજસુકુમાલ, બાલ્યવયે વૈરાગ્ય પામ્યા પરંતુ મોહપાશમાં બાંધવા માત-પિતાએ લગ્ન કરાવ્યા. પરંતુ યુવાવયે જ નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઇ સ્મશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા. ‘દીકરીનો ભવ બગાડ્યો' એમ વિચારી સોમિલ સસરાએ માથે માટીની પાળ બાંધી ચિતામાંથી કાઢી ધગધગતા અંગારા માથે મૂક્યા. સમતાભાવે અપૂર્વ કર્મનિર્જરા કરી અંતકૃત કેવળી થઇ મોક્ષે પધાર્યા. અવંતિસુકમાલ : ઉજ્જયિનીના વાસી ભદ્રશેઠ-ભદ્રાશેઠાણીના સંતાન, ૩૨ પત્નીઓના સ્વામી, એક વાર આર્યસુહસ્તિસૂરિને પોતાની યાનશાળામાં વસતિ આપી ત્યારે ‘નલિનીગુભ’ અધ્યયન સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું, ચારિત્ર લીધું અને શરીરની સુકુમાળતાના કારણે લાંબો સમય ચારિત્ર પાળવાની અશક્તિના કારણે સ્મશાને કાઉસગ્ગ ધ્યાને ઉભા રહ્યા. સુકોમળ શરીરની ગંધથી આકર્ષાઇ શિયાળણી બચ્ચા સાથે આવી અને શરીરે બચકા ભરવા લાગી પરંતુ શુભ ધ્યાનમાં મગ્ન રહી કાળ કરી નલિનીગુભ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. | ધન્યકુમાર : ધનસાર-શીલવતીના સંતાન, ભાગ્યબળે અને બુદ્ધિબળે અખૂટ લક્ષ્મી ઉપાર્જન કરી હતી. એકવાર સાળા શાલિભદ્રની દીક્ષાની ભાવનાથી પત્ની સુભદ્રા રડતી હતી, ત્યારે તે તો કાયર છે કે એક-એક છોડે છે.’ આમ ટોણો માર્યો. ‘કથની સહેલી છે, કરણી અઘરી છે’ આવી પત્નીની વાત સાંભળી એક સાથે તમામ ભોગસામગ્રી ત્યાગી શાલિભદ્ર સાથે દીક્ષા લઇ ઉત્તમ આરાધના કરી અનુત્તર દેવલોકમાં ગયા. - ઇલાચીપુત્ર : ઇલાવર્ધન નગરના ઇભ્ય શેઠ-ધારિણીના પુત્ર, વૈરાગ્યવાસિત જોઇ પિતાએ હલકા મિત્રોની સોબત કરાવતા લેખીકાર નટની પુત્રી પર મોહાયા. નટે નાટ્યકળામાં પ્રવીણ થઇ રાજાને રીજવવાની શરત મૂકી, તેથી તેમની સાથે નટકળા શીખી બેનાતટના મહીપાળ રાજા પાસે નટકળા બતાવી. અદ્ભૂત ખેલો કરવા છતાં નટડીમાં મોહાઇ રાજા વારંવાર ખેલ કરાવે છે ત્યારે પરસ્ત્રીલંપટતા અને વિષયવાસના પર વૈરાગ્ય આવ્યો, ત્યાં અત્યંત નિર્વિકારભાવે ગોચરી વહોરતા સાધુને જોઇ ભક્તિભાવ જાગ્યો અને ક્ષપકશ્રેણિએ ચડી કેવળજ્ઞાન પામ્યા.. | દિલાતીપુત્ર : રાજગૃહીમાં ચિલાતી દાસીનો પુત્ર, ધન સાર્થવાહને ત્યાં નોકરી કરે પણ અપલક્ષણ જોઇ કાઢી મૂકતા જંગલમાં ચોરોનો સરદાર થયો. ‘ધન તમારું, શ્રેષ્ઠિપુત્રી સુસીમા મારી’ એમ કરાર કરી ચોરોને સાથે લઇ ધાડ પાડી બધું ઉપાડી ચાલ્યા. કોલાહલ થતાં રાજના સિપાઇઓ પાછળ પડ્યા એટલે ધનના પોટલા મૂકી તથા સુણીમાનું માથુ કાપી ધડ મૂકી ભાગ્યા. રસ્તામાં મુનિરાજ મળતાં તલવારની અણીએ ધર્મ પૂછતાં ‘ઉપશમ વિવેક સંવર' ત્રણ પદ આપી ચારણલબ્ધિથી સાધુ મહારાજ ઉડ્યા. ચિલાતીપુત્ર ત્રણ પદોનું ધ્યાન ધરતાં ત્યાં જ શુભ ધ્યાનમાં મગ્ન થયા, લોહીની વાસથી આવેલ કીડીઓનો ઉપદ્રવ અઢી દિવસ સહન કરી સ્વર્ગવાસી થયા બહુમુતિ : જેમનું મૂળ નામ યુગબાહુ હતું તે પાટલીપુત્રના વિક્રમબાહુ રાજા-મદનરેખા રાણીના પુત્ર પૂર્વભવની જ્ઞાનપંચમીની આરાધનાના પુણ્યબળે સરસ્વતી દેવી અને વિદ્યાધરોની કૃપા પ્રાપ્ત થતાં અનેક વિધાઓ પ્રાપ્ત કરી તથા ચાર પ્રશ્નોના પ્રત્યુત્તર આપવાની પ્રતિજ્ઞા પૂતળી પાસે પુરાવી અનંગસુંદરી સાથે વિવાહ કર્યા. અંતે ચારિત્ર લઇ જ્ઞાનપંચમીની આરાધના કરી કેવળી. બન્યા, ભાવિકો પર ઉપકાર કરી મોક્ષે પધાર્યા. Farcoal Wien

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124