Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 114
________________ પ્રશ્ન - પહેલી થોય નિકટમાં રહેલા અરિહંત ચૈત્ય (મૂર્તિ) નિમિત્તે કેમ ? ઉત્તર - એનું કારણ એ કે એ આપણને દર્શનાદિનો લાભ આપી સમાધિ આપે છે. પ્રશ્ન - બીજી થોયોના કાઉસ્સગ શા માટે ? ઉત્તર - બીજી થોયનો કાઉસ્સગ્ન સમસ્ત લોકોના અરિહંત ચૈત્યોની ભક્તિ દ્વારા થતા વંદન-પૂજનાદિની અનુમોદનાના લાભ અર્થે છે. ત્રીજી થોયનો કાઉસ્સગ્ન અરિહંત પછી ઉપકારક શ્રુત-આગમના થતા વંદન-પૂજનાદિની અનુમોદનાર્થે. ચોથી થોય ને કાઉસ્સગ્ન શાંતિ-સમાધિના પ્રેરક સમ્યગ્દષ્ટિ (દેવ)ના સ્મરણ અર્થે છે. જેથી એમને એની પ્રેરણા થાય. પ્રશ્ન-૪. થોયની ઉપર નમુત્થણ અને ૪ ખમાસમણાં શા માટે ? | ઉત્તર – એટલા માટે કે, હવે છ આવશ્યક શરુ કરવા છે તો નિકટના મંગળ રૂપે ‘નમુત્યુ' થી અહંત સ્તવના અને ભગવાન-આચાર્ય-ઉપાધ્યાય-સાધુને વંદના કરી લેવી જોઇએ. પ્રશ્ન – એ પછી પડિક્કમણ ઠાવવાનું શા માટે ? ઉત્તર - જો પ્રતિક્રમણ યાને છ આવશ્યક કરવાનું સંકલ્પપૂર્વક દિલમાં સ્થાપ્યું હોય તો પ્રતિક્રમણ પ્રણિધાનપૂર્વક થાય. પ્રણિધાનપૂર્વકનું અનુષ્ઠાન જ સફળ થાય તેમજ સંકલ્પ કર્યાથી પ્રતિક્રમણ પૂર્ણ થતાં સુધી બીજે મન ન જાય. દૈવસિક પડિક્કમ ઠાવવામાં આવે છે ત્યાં જઘન્યથી સર્વદુષ્કૃતનો સંક્ષેપથી મિચ્છામિ દુક્કડં કરાય, એ પ્રતિક્રમણ સ્થાપના છે. છ આવશ્યકમાં વચ્ચે મુખ્ય આવશ્યક તરીકે પ્રતિક્રમણ આવશ્યક છે. એ પ્રતિક્રમણ આવશ્યક પહેલાં તો પૂર્વે કહ્યું તેમ ચિત્તને સમભાવમાં લાવીને થાય. એ માટે એનું ‘કરેમિ ભંતે' સૂત્ર બોલાય છે. એ પછી દિવસના સેવાયેલા જે જે દુકૃતનું પ્રતિક્રમણ કરવું છે તેનું પહેલાં સ્મરણ કરી લેવું જોઇએ. એ સ્મરણ કાયોત્સર્ગમાં શાંતિથી થાય એટલા માટે ઇચ્છામિ ઠામિ કાઉ તસ્સ ઉત્તરીય અન્નત્ય બોલી કાયોત્સર્ગ કરવામાં આવે છે, અને એમાં ‘નાસંમિ’ સૂત્રથી દુષ્કતો-અતિચારો યાદ કરી લેવાના હોય છે. પ્રશ્ન - એના ઉપર “લોગસ્સ’ શા માટે બોલવાનું ? ઉત્તર - હવે પ્રતિક્રમણનું મહાન પ્રશસ્ત કાર્ય કરવું છે તો એ અરિહંત સ્તવના અને ગુરુવંદનનું માંગલિક કરીને થાય એટલા માટે પૂર્વોક્ત પ્રથમ આવશ્યક સામાયિક સૂત્ર પછીના કાયોત્સર્ગ બાદ બીજું આવશ્યક ‘લોગસ્સ’ સૂત્ર યાને ચતુર્વિશતિ સ્તવ બોલાય, અને મુહપત્તિથી અંગ પડિલેહી ગુરુવંદના કરાય. એ ત્રીજું આવશ્યક થયું. પ્રશ્ન - ચોથું આવશ્યક ‘પ્રતિક્રમણ’ એ તરત કેમ શરુ નહિ ? ઉત્તર - પ્રતિક્રમણ ગુરુની સાક્ષીએ કરવાથી ગુરુ પાસેથી પ્રાયશ્ચિત્તરૂપે પ્રતિક્રમણ કરવાનો આદેશ મળે છે, તેથી વિધિસર પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત થાય, અને પાપ ધોવાય. એ માટે પહેલાં ગુરુ આગળ આપણાં દુષ્કૃત્યોનું પ્રકાશન યાને આલોચન કરવું જોઇએ, તે પણ વંદન-વિનય સાચવીને, એ માટે ૨ વાંદણા પછી, દેવસિઅં આલોઉં સાત લાખ અઢાર પાપસ્થાનક સૂત્ર બોલાય છે. અને “સત્વસ્ય વિ” સૂત્રથી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવ' અર્થાત્ “હે ભગવંત ! એ મારા સમસ્ત દુશ્ચિતિતદુર્ભાષિત-દુષ્યષ્ટિતનું શું કરવાનું ? એ આપની ઇચ્છાથી ફરમાવો' એમ બોલાય છે. ત્યારે ગુરુ કહે “પડિક્કમેહ' અર્થાત્ પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત કર. ત્યાં આપણે સંક્ષેપમાં “મિચ્છામિ દુક્કડં' કહીએ એ પ્રતિક્રમણનો આદેશ મળ્યો. હવે વિસ્તારથી દુકૃત લઇ લઇને પ્રતિક્રમણ અર્થાત્ નિંદા-ગહ-મિચ્છામિ દુક્કડં કરવાનું. આ માટે વંદિત્ત સૂત્ર છે. ‘વંદિત્ત' સૂત્ર એ આત્માને પાપથી હળવો બનાવી દેવાનું મહાન અને મુખ્ય સૂત્ર છે. એટલે પહેલાં ધીર-વીર-ઉપશાંત બનીને વીરાસને બેસી પ્રારંભે પંચપરમેષ્ઠિ નમસ્કાર સૂત્રથી મંગળ કરી ‘કરેમિભંતે'થી સમભાવમાં આવવાનું, અને સંક્ષેપમાં પ્રતિક્રમણરૂપ ઇચ્છામિ પડિક્કમિઉં જો મે દેવસિઓ' સૂત્ર બોલવાનું, બાદ વંદિત્ત સૂત્ર બોલવાનું. એમાં પદે પદે પાપ-સંતાપ, સંવેગ, વૈરાગ્ય ઝળકાવવાનો. છેવટે ‘આલોયણા બહુવિહા.. ગાથાથી યાદ નહિ આવેલા પણ દુષ્કૃતની નિંદા-ગહ કરી, આરાધના માટે ઉધત થઇ જવા રૂપે ‘તસ્ય ધમ્મસ આરાણાએ’ બોલતાં ઊભા થવાનું. એમ ‘વિરઓમિ વિરાહણાએ' બોલતાં પાછા હટવાનું તે વિરાધનામાંથી નીકળી જવા રૂપે, પછી ગુરુને ‘અભુઠ્ઠિઓ.' થી ગુરુ પ્રત્યે અપ્રીતિ આદિ અપરાધ ખમાવવા છે, તેમજ “આયરિય ઉવઝાય’ થી આચાર્યાદિ પ્રત્યે કષાય ખમાવવા છે એ ‘વંદન’ કરીને થાય માટે આની પહેલા ૨-૨ વાંદણાં છે. પ્રશ્ન - પ્રતિક્રમણ (વંદિત્ત) સૂત્રમાં વિસ્તારથી દોષગહ તો થઇ ગઇ, હવે પાછું અભુઠ્ઠિઓ શા માટે ? ઉત્તર- પ્રતિક્રમણ સૂત્રથી ચારે પ્રકારના દુષ્કૃત્યોથી પાછા હટવાનું તો કર્યું છતાં એમાં ખાસ કરીને મહા ઉપકારી ગુરુ પ્રત્યે જે વિવિધ અવિનય-અપરાધ થયા હોય એના નામ દઇને ગુરુ સાક્ષીએ ગહ કરવા માટે, ગુરુને વંદનરૂપે બે વાંદણાં દેવાપૂર્વક ‘અભુઢિઓ' સૂત્રથી ‘મિચ્છામિ દુક્કડ' કરવાનું. પ્રશ્ન - તો હવે તો બધા દુષ્કૃત્યનું પ્રતિક્રમણ થઇ ગયું, પછી ‘આયરિય વિઝાય’ શા માટે ? ઉત્તર - બધા દોષોનું મૂળ રાગ-દ્વેષ છે, કષાયો છે. એ કષાયોને ઉખેડી નાખવા માટે બે વાંદણા દેવાપૂર્વક ‘આયરિય વિક્ઝાય' સૂત્ર બોલવાનું. જૈનશાસનમાં કષાયનિવૃત્તિ એ સૌથી અગત્યની વસ્તુ છે, કેમકે કષાયથી સંસાર છે અને કષાય |૧૦૫ Follo Pers nel Ja con in

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124