Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 112
________________ भी सुंदरी रुप्पिणी, रेवइ कुंती सिवा जयंती अ । देवइ दोवई धारणी, कलावई पुफचूला य ||१०|| पउमावई अ गोरी, गंधारी लक्खमणा सुसीमा य । जंबूवई सच्चभामा, रुप्पिणी कण्हडुमहिसीओ ||११|| जक्खा य जक्खदिन्ना, भूआ तह चेव भूअदिन्ना य । सेणा वेणा रेणा, भइणीओ थूलभद्दस्स ||१२|| બ્રાહ્મી-સુંદરી : ૠષભદેવ ભગવાનની વિદુષી પુત્રીઓ. એક લિપિજ્ઞાનમાં અને બીજી ગણિતમાં પ્રવીણ હતી. સુંદરીએ ચારિત્ર મેળવવા ૬૦,૦૦૦ વર્ષ સુધી આયંબિલનો તપ કરેલો. બન્ને બહેનોએ દીક્ષા લઇ જીવન ઉજ્જવળ કરેલું. બાહુબલીને ઉપદેશ આપવા બન્ને સાધ્વી બહેનો સાથે ગયા હતા. અંતે મોક્ષમાં પધાર્યા. રુક્મિણી ઃ કૃષ્ણની પટ્ટરાણીથી ભિન્ન વિશુદ્ધ શીલવંતા સન્નારી. રેવતી ઃ ભગવાન મહાવીર સ્વામીના પરમ શ્રાવિકા. ગોશાળાની તેજોલેશ્યાથી પ્રભુને છ મહિના સુધી થયેલી અશાતાના કાળમાં ભક્તિભાવથી કોળાપાક વહોરાવી પ્રભુવીરને શાતા આપી તીર્થંકર નામગોત્ર બાંધ્યું હતું. આવતી ચોવીસીમાં સમાધિ નામના સત્તરમા તીર્થંકર થશે. કુંતી : પાંચ પાંડવોના માતા. અનેક કષ્ટમય પ્રસિદ્ધ જીવન પ્રસંગો વચ્ચે પણ ધર્મશ્રદ્ધાની જ્યોત જલતી રાખી હતી. છેવટે પુત્રો અને પુત્રવધૂ સાથે ચારિત્ર લઇ મોક્ષે ગયા હતા. શિવાદેવી : ચેડા મહારાજાના પુત્રી અને ચંડપ્રધોત રાજાના પરમ શીલવતી પટ્ટરાણી. દેવકૃત ઉપસર્ગમાં પણ અચલ રહેલા. ઉજ્જયિની નગરીમાં પ્રગટતો અગ્નિ આ સતીના હાથે પાણી છંટાવવાથી શાંત થઇ જતો. આખરે ચારિત્ર લઇ સિદ્ધિપદ પામ્યા. જયંતી : શતાનિક રાજાની બહેન અને રાણી મૃગાવતીની નણંદ. તત્વજ્ઞ અને વિદુષી આ શ્રાવિકાએ પ્રભુવીરને કેટલાક તાત્વિક પ્રશ્નો પૂછ્યા હતા અને પ્રભુવીરે તેના પ્રત્યુત્તર આપ્યા હતા. તે કૌશાંબીમાં પ્રથમ શય્યાતર તરીકે પ્રસિદ્ધ હતી. અંતે દીક્ષા લઇ સિદ્ધિગતિને વર્યા. દેવકી : વસુદેવના પત્ની અને શ્રી કૃષ્ણના માતા. ‘દેવકીનો પુત્ર કંસને મારશે’ એમ કોઇ મુનિના કથનથી જાણવાથી તેના ૬ પુત્રોને ભાઇ કંસે મારી નાખવા લઇ લીધેલ. સાતમું સંતાન કૃષ્ણ-દેવકીની પુત્રપાલનની અતિ ઇચ્છાથી હરિણેગમેષી દેવને પ્રસન્ન કરી કૃષ્ણે ગજસુકુમાલ સંતાન અપાવ્યો. જેણે કુમળી વયમાં દીક્ષા લીધી ત્યારે ‘ભવચક્રની છેલ્લી મા બનાવજે' તેવું વરદાન લીધું. દેવકીએ સમ્યક્ત્વ સહિત બારવ્રત પાળી આત્મકલ્યાણ કર્યું હતું. દ્રૌપદી : પૂર્વકૃત નિયાણાના પ્રભાવે પાંચ પાંડવોના પત્ની બન્યા. નારદે ગોઠવી આપેલ વારા પ્રમાણે જ્યારે જે પતિની સાથે રહેવાનું થાય, તેનાથી અન્ય સાથે ભાઇવત્ વ્યવહાર પાળવાનું અતિદુષ્કર કાર્ય સાધ્યું હોવાથી મહાસતી કહેવાયા. અનેક કષ્ટો વચ્ચે પણ શીલને અખંડ જાળવી, ચારિત્ર લઇ અંતે દેવલોકમાં ગયા. ધારિણી : ચંદનબાળાજીના માતા. એકવાર શતાનીક રાજા નગર પર ચડી આવતા પોતાની નાની પુત્રી વસુમતી સાથે ભાગી છૂટી પરંતુ સૈનિકોના સુકાનીના હાથમાં આવી. તેણે જંગલમાં અનુચિત માંગણી કરી ત્યારે શીલરક્ષા માટે જીભ કરડીને પ્રાણત્યાગ કર્યો હતો. કલાવતી : શંખ રાજાના શીલવતી સ્ત્રી. ભાઇએ મોકલેલા કંકણોની જોડી પહેરી પ્રશંસાના ઉચ્ચારાયેલા વાક્યોથી ગેરસમજૂતી થતા પતિને શીલ પર શંકા આવતા કંકણ સહિત કાંડા કાપવા હુકમ કર્યો. મારાઓએ જંગલમાં લઇ જઇ તેમ કર્યું પરંતુ શીલના પ્રભાવે તેના હાથ હતા તેવા ને તેવા થઇ ગયા. જંગલમાં પુત્રને જન્મ આપ્યો અને તાપસોના આશ્રમે આશ્રય લીધો. કંકણ પરનું નામ વાંચી શંકા દૂર થતાં રાજા ઘણું પસ્તાયો અને ઘણા વર્ષો બાદ બન્નેનો મેળાપ થયો પણ ત્યારે જીવનરંગ પલટાઇ જવાથી દીક્ષા લઇ આત્મકલ્યાણ કર્યું અને દેવલોકે પધાર્યા. શંખ-કલાવતી છેવટે પૃથ્વીચંદ્ર-ગુણસાગર થઇ મોક્ષે ગયા. પુષ્પચૂલા પુષ્પચૂલ-પુષ્પચૂલા બંને જોડિયા ભાઇ-બહેનોને અતિશય સ્નેહ હોવાથી પિતાએ બન્નેના વિવાહ કરાવ્યા. અઘટિત ઘટતું જોઇ માતાને આઘાત લાગતાં દીક્ષા લઇ સ્વર્ગે ગયા, ત્યાંથી સ્વર્ગ-નરકના સ્વપ્નો દેખાડી પુષ્પચૂલાને પ્રતિબોધિત કરી અર્ણિકાપુત્ર આચાર્ય પાસે દીક્ષા લેવડાવી. સ્થિરવાસ સેવતા અણિકાપુત્ર આચાર્યની બહુમાનપૂર્ણ સેવા-ભક્તિ કરતાં એક દિવસ કેવલજ્ઞાન થયું. ત્યારબાદ આચાર્યશ્રીને ખ્યાલ ન આવ્યો ત્યાં સુધી વૈયાવચ્ચ કરતા રહ્યા. અંતે સિદ્ધિપદને પામ્યા. પદ્માવતી-ગૌરી-ગાંધારી-લક્ષ્મણા-સુસીમા-જંબૂવતી-સત્યભામા અને રુક્મિણી : આ આઠે કૃષ્ણની અલગ-અલગ દેશમાં જન્મેલી પટ્ટરાણીઓ હતી, જુદા જુદા સમયે થયેલી શીલની કસોટીમાં દરેક પાર ઉતર્યા હતા. છેવટે દરેકે દીક્ષા લઇને આત્મ- કલ્યાણ કર્યું હતું. યક્ષા, યજ્ઞદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેણા વેણા, રેણા : સ્થૂલભદ્રજીની સાત બહેનો. સ્મરણ શક્તિ ઘણી તીવ્ર. ક્રમશઃ એક, બે, ત્રણ યાવત્ સાત વખત સાંભળે તો યાદ રહી જાય. સાતે બહેનોએ દીક્ષા અંગીકાર કરેલી. યક્ષા સાધ્વીની પ્રેરણાથી ભાઇમુનિ શ્રીયક પર્વતિથિનો ઉપવાસ કરતાં કાળ પામીને દેવલોકે ગયા. ત્યારે સંઘસહાયથી પ્રાયશ્ચિત્ત માટે શ્રી સીમંધરસ્વામી પાસે ગયા આશય શુદ્ધિના કારણે પ્રાયશ્ચિત્ત ન આપ્યું પણ ભગવાને ભરત ક્ષેત્રના સંઘ માટે ચાર અધ્યયન આપ્યા. સાતે બહેન સાધ્વીઓ પૂર્વ ભણતા. સ્થૂલભદ્રસ્વામીને એકવાર વંદન કરવા ગયેલા ત્યારે અહંકારથી તેઓ સિંહનું રૂપ લઇને બેઠેલા. ગુર્વજ્ઞાથી ફરી વંદન કરવા ગયા ત્યારે મૂળરૂપમાં આવી ગયા હતા. સાતે ય સાધ્વીઓએ નિર્મળ સંયમજીવન પાળી આત્મકલ્યાણ સાધ્યું... इच्चाइ महासइओ, जयंति अकलंकसीलकलिआओ । अज्ज वि वज्जइ जासिं, जसपडओ तिहुअणे सयले ||१३|| ઇત્યાદિ અનેક અકલંક શીલયુક્ત મહાસતીઓ જય પામે છે કે જેઓનો યશપટહ આજે પણ ત્રણે લોકમાં ગાજી રહ્યો છે. For Pr03 Oral Use Only Jain Education International

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124