________________
પ્રતિક્મણ વિવિધતા કમસર સંતોના
પ્રતિક્રમણ એટલે પાછા હટવું. શેનાથી ? પાપથી; અર્થાત્ થઇ ગયેલ દુષ્કૃતથી પાછા હટવું તે પ્રતિક્રમણ.
દુષ્કૃત ચાર પ્રકારે હોય છે, ૧) જિનાજ્ઞાએ જેનો નિષેધ કર્યો છે એનું, યા પોતે જેના ત્યાગની પ્રતિજ્ઞા કરી છે તેનું આચરણ. ૨) જિનાજ્ઞાએ જેનું વિધાન કર્યું છે તેનું યા જે આચરવાની પોતે પ્રતિજ્ઞા કરી છે તેનું આચરણ ન કરવું તે. ૩) જિનવચન પર શ્રદ્ધા ન કરવી, અશ્રદ્ધા કરવી તે. ૪) જિનવચનથી વિરુદ્ધ પ્રરૂપણા કરવી તે. આ ચાર પૈકી ગમે તે દુષ્કૃત સેવ્યું હોય તેનાથી પાછા હટવું, તેના અંગે હૃદયના સંતાપ સાથે જાત પર સૂગ-ઘૃણા થાય કે ‘અરરર ! આ દુષ્કૃત કરનાર મારો આત્મા કેવો અધમ !' અને દિલથી ઇચ્છે કે ‘મિચ્છામિ દુક્કડં' આ મારું દુષ્કૃત મિથ્યા થાઓ. એ દુષ્કૃત પરથી હું મમત્વ ઉઠાવી લઉં છું.' સારાંશ આવો સાચો ‘મિચ્છા મિ દુક્કડં' કરવો એનું નામ પ્રતિક્રમણ છે.
દિવસના કે રાતના ઉપરોક્ત ચારમાંથી એક યા બીજા પ્રકારે દુષ્કૃત ક્યાં નથી થતું ? એનાથી આત્મા પર અશુભ કર્મના બંધ ક્યાં નથી પડતા ? એના નિવારણ માટે અર્થાત્ એ દુષ્કૃતના કુસંસ્કાર અને દુષ્કૃતજન્ય અશુભ કર્મને આત્મા પરથી હટાવવા માટે દૈવસિક-રાત્રિક પ્રતિક્રમણ કરવાની અતિ આવશ્યકતા છે. નહિતર એ કુસંસ્કાર શયની જેમ આત્મામાં ઉભા રહીને જીવને પરભવે પાપિષ્ઠ બનાવે છે, અને એ અશુભકર્મ ઊભા રહીને જીવને દુ:ખી બનાવે છે. વર્તમાન જીવનમાં જુઓ કે ૧) જીવ જે પાપાચરણ કરે છે એ પૂર્વના દુષ્કૃતના સંસ્કારોનું પરિણામ છે, અને ૨) વર્તમાનમાં જે અનેક પ્રકારના દુઃખ ભોગવે છે એ પૂર્વના બાંધેલા અશુભ કર્મનું પરિણામ છે. પૂર્વ ભવે પ્રતિમાથી એને રદબાતલ નહિ કરેલા તેથી અહીં પાપી અને દુઃખી બનવું પડે છે. હવે જો આગળ પર એવા ન બનવું હોય તો અહીંના રોજિંદા દુષ્કૃતના કુસંસ્કાર અને અશુભ કર્મના ભાર રોજના પ્રતિક્રમણથી હેઠા ઉતારતા રહેવું જોઇએ. એ માટે પ્રતિક્રમણ રોજનું એક અવશ્ય કર્તવ્ય છે,
દૈવસિક પ્રતિક્રમણ-ક્રમના હેતુ
દિવસના અંતે દૈવસિક પ્રતિક્રમણ કરવા માટે પહેલાં સામાયિક કરવામાં આવે છે તે એટલા માટે કે જીવ પાપ-વ્યાપારનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી સમભાવમાં આવે ત્યારે જ એને પૂર્વે કરેલા દુષ્કૃતનો સાચો સંતાપ થઇ એનું મિચ્છામિ દુક્કડં યાને ‘પ્રતિક્રમણ’ સાચું કરી શકે છે. સમભાવની પ્રતિજ્ઞાથી હૈયાની પાપની વૃત્તિ છૂટે. એ વિના પૂર્વના પાપો દિલને ક્યાંથી બાળે ? સામાયિકથી પાપવૃત્તિનો ત્યાગ થાય છે. એ પછી પચ્ચક્ખાણા.
પ્રષ્ન - આમ તો પચ્ચક્ખાણ એ છેલ્લું આવશ્યક છે તો અહીં વહેલું કેમ ?
ઉત્તર - એમ છ આવશ્યકના ક્રમે પરાક્માણ કરવા જતાં સૂર્યાસ્ત વીતી જાય. તેથી સૂર્યાસ્ત પહેલાં જ દિવસચરિમનું પચ્ચક્ખાણ કરવું જરૂરી અને સાર્થક બને. એ માટે અહીં સામાયિક લઇને બે વાંદણા લઇ તરત એ કરી લેવાય છે.
પ્રશ્ન - વાંદણા એટલે વંદન, એની શી જરૂર ? તથા એ બે વાર શા માટે ?
ઉત્તર – પચ્ચક્ખાણ ગુરુને વંદન કરીને જ લેવાય એમાં વિનય છે. પરંતુ વાંદા બે એટલા માટે કે જેમ રાજા પાસેથી નોકર હુકમ મેળવતાં પહેલાં નમસ્કાર કરીને ઉભો રહે છે, તેમજ પછી હુકમનો અમલ કરતાં પહેલાં ફરીથી નમસ્કાર કરીને જાય છે, એ રીતે બે વાર વંદનની જેમ અહીં બે વાર વાંદણા દેવાના હોય છે. એમાંય પહેલી વાર વાંદા દેતાં ‘મે મિલિંગ્નહ' કહી ગુરુના મર્યાદિત અવગ્રહ (વિનયાર્થે સાચવવાના ક્ષેત્ર-અંતર) ની અંદર પેઠેલ, તે હવે અર્ધા વાંદણા પછી ‘આવસ્સિયાએ પડિક્કમામિ’ કહેતાં ‘અવગ્રહ’થી બહાર નીકળી જાય છે. એટલે જાણે હુક્મ લઇને ગયો તે પછી અમલના અવસરે બીજી વારના વાંદણામાં પેસી ‘આવસિયાએ' ન બોલતાં અવગ્રહમાં જ રહી વાંદણા પૂર્ણ થયે હુક્મના અમલ રૂપે પચ્ચક્ખાણ કરાય છે. વાંદણા ક્યાં ક્યાં ?
પ્રશ્ન
ઉત્તર - ૧) પચ્ચકખાણ કરવાની પૂર્વે, તેમજ આગળ પર આવશે તે ૨) પાપોની આલોચના કરાય ત્યારે ૩) અભ્યુત્થાનવંદન કરાય ત્યારે, ને ૪) આચાર્યાદિની ક્ષમાપના કરાય ત્યારે ૨-૨ વાંદણાની વિધિ. આ હિસાબે.
પ્રશ્ન- મુહપત્તિ પડિલેહણ શા માટે ?
ઉત્તર - અહીં વાંદણા હાથ વગેરે અંગ હલાવીને કે સ્પર્શીને કરવાના છે. માટે અંગનું પડિલેહણ કરવા વાંદણા પૂર્વે મુહપત્તિ પડિલેહણ કરવામાં આવે છે.
આમ મુહપત્તિ વાંદણાં કરી પચ્ચક્ખાણ કરીને પછી ચૈત્યવંદન તથા ૪ થોય કરાય છે.
પ્રશ્ન ૪ થોય શા માટે ? ઉત્તર – પ્રતિક્રમણનું મહાન શુભ કાર્ય કરવું છે તો એ માટે મંગળ તરીકે દેવવંદન કરવું જોઇએ. મંગળ કર્યાથી શુભ કાર્ય નિર્વિઘ્ને સારું સિદ્ધ થાય અને સારી રીતે પૂર્ણ થાય.
પ્રશ્ન – કાયોત્સર્ગ થોય તે તે સૂત્રોની પછી કેમ ? પહેલાં કેમ નહિ ?
ઉત્તર - પછી એટલા માટે કે દા.ત. ૪ શોયમાં પહેલી થોયનો કાર્યોત્સર્ગ પ્રભુની ચૈત્યવંદન-સ્તવના કરીને કરાય, કેમકે કાયોત્સર્ગથી સેંકડો હજારો જણ દ્વારા પ્રભુને થતાં વંદન-પૂજન-સત્કાર-સન્માનની અનુમોદનાનો લાભ લેવો છે, તે પહેલાં સ્વયં વંદન કરીને લેવો યુક્તિ-મુક્ત છે.
Jain Educatio
For Privat
૧૦૪
Whe