Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 115
________________ ભક્તિથી મોક્ષ છે. તેથી જ બીજે બધે ઠેકાણે દ્વિતીય વાંદણું પુરું થયે તો અવગ્રહમાં રહીને જ તે તે કાર્ય કરવાનું હોય છે, પરંતુ અહીં દ્વિતીય વાંદણું પૂરું થયે કષાયથી બહાર નીકળી જવા રૂપે એનો ખ્યાલ કરતાં તરત જ અવગ્રહ બહાર નીકળવાનું છે. પછી ‘આયરિય વિ૦' સૂત્ર બોલતાં આચાર્યથી માંડીને સર્વ જીવો પ્રત્યે સેવાયેલા કષાયની ક્ષમા માગવાની છે, તે પણ લલાટે અંજલિ જોડીને એટલા માટે કે કષાય સેવતાં અભિમાન આવ્યું હોય, તેને રદ કરવા અતિનમ્ર ભાવ જોઇએ. અહીં ચોથું પ્રતિક્રમણ આવશ્યક પૂરું થાય છે. હવે પાંચમું કાયોત્સર્ગ આવશ્યક શરુ થાય છે. પ્રશ્ન - આ કાયોત્સર્ગ આવશ્યક શા માટે ? ઉત્તર – એ અતિચારોથી આત્મા પર લાગેલા ઘા ઉપર મલમ લગાડવા રૂપે છે. એમાં પ્રતિક્રમણથી શુદ્ધ થવામાં રહી ગયેલા સૂક્ષ્મ અતિચારોનું વિશુદ્ધિકરણ છે અને એના શલ્ય પણ ન રહે એ માટે વિશલ્યીકરણ પણ છે. ઉપરાંત ચારિત્ર, દર્શન અને જ્ઞાનની વિરાધનાનું પરિમાર્જન (શુદ્ધિકરણ) છે. આ બધું કાર્ય સમભાવમાં આવીને જ થઇ શકે માટે અહીં પહેલાં ‘કરેમિ ભંતે' સૂત્ર બોલાય છે. એ પછી ક્રમશ: ચારિત્રવિરાધના, દર્શનવિરાધના અને જ્ઞાન વિરાધનાના પાપનિવારણ અર્થે ૨-૧-૧ લોગસ્સનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. દિવસમાં ચારિત્રને સમિતિગુપ્તિના ભંગથી ખોડખાંપણ વધારે લાગવાનો સંભવ છે તેથી એની વિશુદ્ધિ માટે ૨ લોગસ્સનો કાઉ૦, જ્યારે દર્શન-જ્ઞાનમાં એથી ઓછી વિરાધનાનો સંભવ, માટે ૧-૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ. હવે એ કાર્ય સુંદર થવાથી ખુશાલીમાં ‘સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રથી સિદ્ધસ્તુતિ-નમસ્કારાદિ.. પ્રશ્ન - પછી દેવદેવીનો કાઉસ્સગ્ન સમકિતી સામાયિકમાં-વિરતિમાં બેઠેલો શા માટે કરે ? | ઉત્તર - ઔચિત્ય વૃત્તિથી કરે છે, દેવી-દેવતા વિદ્ગનિવારણ આદિ દ્વારા આરાધનામાં સહાય કરે છે, તેથી એમને એની પ્રેરણા જાગે એ માટે કાયોત્સર્ગ કરવો ઉચિત છે. એથી કાયોત્સર્ગ કરનારને ઊભું થતું શુભ (કર્મ) જ એવું છે કે પેલાને પ્રેરણા જગાડે. દા.ત. આપણા યશનું શુભ કર્મ બીજાને આપણો યશ ગાવામાં પ્રેરે છે ને ? કાયો ઉપર એ જ દેવતાની થોય પણ એટલા જ માટે. છેલ્લે મંગળરૂપે નવકાર બોલી મુહ૦ વાંદણાપૂર્વક છઠું આવશ્યક પચ્ચકખાણ કરાય છે. પ્રશ્ન – પચ્ચકખાણ તો પૂર્વે થઇ ગયું, અહીં ફરીથી શા માટે ? ઉત્તર - પાંચમું આવશ્યક કાયોત્સર્ગ એ ઘા રુઝવનાર મલમપટ્ટી રૂ૫ છે, એથી ઘા રુઝાઇ ગયો, હવે એના પર ગુણધારણ અર્થે શક્તિની દવા રૂપે પચ્ચકખાણ આવશ્યક છે. તે અહીં યાદ કરી લેવું જોઇએ. એ પછી છએ આવશ્યક કર્યાને યાદ કરી લઇ એના પર હિતશિક્ષાની કામના રૂપે ‘ઇચ્છામો અણુસહૂિં' બોલાય છે, એ પણ ‘નમો ખમાસમણાણ' કહેતાં ગુરુને નમસ્કાર કરવા સાથે ‘અનુશાસ્તિ’ પ્રાર્થના કરાય. ત્યારબાદ ‘નમોડહં’ સૂત્ર કહી ‘નમોસ્તુ વર્ધમાનાય’ સૂત્ર બોલાય છે. પ્રશ્ન - નમોડસ્તુ સૂત્ર શા માટે અને મોટેથી કેમ બોલાય છે ? ઉત્તર - કારણ એ છે કે શ્રી મહાવીર પ્રભુએ સ્થાપેલા શાસનને પામીને છ આવશ્યકના મહાન યોગની સાધના મળી. માટે કૃતજ્ઞતારૂપે એ પ્રભુની સ્તુતિ ગાવી જોઇએ. વળી આ ષડાવશ્યક યોગ જગતના કોઇ ધર્મમાં નહિ એવો અનન્ય અને અદ્ભુત યોગ મળ્યો એનો હર્ષોલ્લાસ વ્યક્ત કરવા આ સ્તુતિ મોટેથી સમૂહમાં બોલવાની. એ પછી શુદ્ધ બનેલો આત્મા જિન ગુણગાનમાં લીન થાય એ હેતુથી ‘નમુત્યુi' પૂર્વક સ્તવન બોલાય છે, અને ઉત્કૃષ્ટથી વિચરતા ૧૭૦ જિનેશ્વર દેવોને ‘વરકનક' સૂત્રથી વંદન કરાય છે તથા ૪ ખમા થી ભગવાન-આચાર્ય વગેરેને વંદના કરાય છે. એના પર દૈવસિક પ્રાયશ્ચિત્તથી વિશોધન અર્થે ૪ લોગસ્સનો કાઉસ્સગ્ગ અને એ રીતે સંપન્ન થયાની કૃતજ્ઞતા અને ખુશાલીમાં લોગસ્સ છે. પ્રશ્ન - એ પછી સઝાય કેમ ? ઉત્તર - સાધુ કે શ્રાવકે રાત્રિના સ્વાધ્યાય કરવાનો છે. એ કર્તવ્ય બજાવવા સક્ઝાય છે. એ પછી દુઃખક્ષય-કર્મક્ષય નિમિત્તે ૪ લોગ કાઉ૦ એ પછી શાંતિ નિમિત્તે લઘુશાંતિ સ્તવ, પછી લોગસ્સ છેલ્લે સામાયિક પારવામાં ચઉક્કસાયથી ચૈત્યવંદન એટલા માટે કે શ્રાવકને પણ દિવસના ૭ ચૈત્યવંદન કરવાના. તેમાં રાત્રિ પ્રતિક્રમણમાં ૧ જગચિંતામણિ ચૈત્ય ૨-૩ સીમંધર-શત્રુંજય ચૈત્ય, ૩ ત્રિકાલ જિનમંદિરે ચૈ, એમ છે, અને ૭મું ચૈત્ય આ દૈવસિક પ્રતિક્રમણ પછીનું. ( રાસિક પ્રતિક્રમણ વિધિના હેતુ કેટલાક અંગોના હેતુ તૌ દૈવસિક પ્રમાણે જ છે. વિશેષ આ પ્રમાણે-સામાયિક લીધા પછી રાત્રિના ઊંઘમાં આવેલા ફુસ્વપ્નની-દુ:સ્વપ્નની શુદ્ધિ પહેલી કરવી જોઇએ જેથી મન નિર્મળ બની છ આવશ્યકની સાધનામાં સારી રીતે જોડાય. તેથી એ શુદ્ધિ માટે ૪ લોગનો કાઉ. એ પછી, પ્રભાતે જાગીને (૧) પહેલું કાર્ય અહંદુવંદના, તેથી ‘જગચિંતામણિ' થી ચૈત્યવંદન કરાય છે. એ જ હેતુએ ઉપર ૪ ખમા પછી (૨) બીજું કાર્ય સ્વાધ્યાયનું, તેથી સક્ઝાય બોલવામાં આવે છે. એ પછી પડિ ઠાવવાનું, અને ‘નમુ’થી મંગળ કરીને પહેલા આવશ્યક “સામાયિક' માટે ‘કરેમિભંતે' એ પછી ક્રમશ: ચારિત્ર-દર્શનSalt Edu ૧૦૬]

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124