Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 116
________________ જ્ઞાનની વિરાધનાની શુદ્ધિ માટે ૩ કાઉસ્સગ્ગ, એમાં દિવસ કરતાં રાતના ચારિત્ર વિરાધના ઓછી, તેથી બેને બદલે એક લોગનો કાઉસ્સગ્ગ. એના પર જે ‘લોગસ્સ’ બોલાય તે બીજું ‘ચઉવીસત્યો’ આવશ્યક છે. ૩ કાઉ પર ‘સિદ્ધાણં' સૂત્ર પછી દૈવસિક પ્રતિક્ર ની જેમ ૩-૪ણું આવશ્યક, ને 'આયરિય ઉવ.' પછી તપ-ચિંતાવણી કાઉં. તે પણું આવશ્યક. એ પછી મુહ વાંદણા બાદ ‘સકલતીર્થ' પછી પચ્ચકખાણ તે ૬ઠું આવશ્યક. દૈવસિકની જેમ ૬ આવશ્યક કર્યાનું સ્મરણ...પરંતુ ‘વિશાલ લોચન'થી મહાવીર સ્તુતિ, અને સ્તવનના સ્થાને ૪ થોઇએ દેવવંદન. અંતે ૪ ખમા 'અઢાઇજ઼ેસુ' થી સર્વ મુનિવંદના, વિચરતા ભગવાનનું ચૈત્યવંદન અને શ્રેષ્ઠતીર્થ શ્રી શત્રુંજયનું ચૈત્યવંદન બાદ સામા પારવાની વિધિ. તપચિંતવણી કાઉસ્સગ્ગમાં ચિંતવવું કે છ ‘મહાવીર પ્રભુના શાસનમાં મહાધર ભગવાને છ માસી સુધી તપ કહ્યો છે, તો હું સયયોગો ન સીદાય એવો તપ કર્યું. છ માસી કરવાની શક્તિ નથી. ૧ દિવસ ઓછો છ માસી તપ કરું ? શક્તિ નથી. ૨ દિવસ ઓછો છ માસી તપ ? શક્તિ નથી. ૩ દિવસ ઓછા ? શક્તિ નથી. ૪ દિવસ ઓછા ?...૫ દિવસ ઓછા ?...(એમ એકેક ઓછા કરતાં) ૨૯ દિવસ ઓછો છ માસી તપ ? શક્તિ નથી. પંચમાસી કરું ? શક્તિ નથી. ૧-૨-૩-૪-૫ દિવસ ઓછા ? શક્તિ નથી. ૬-૭-૮-૯-૧૦ દિવસ ઓછા ? શક્તિ નથી. ૧૧-૧૨-૧૩-૧૪-૧૫ ઓછા ? શક્તિ નથી. ૧૬-૧૭-૧૮-૧૯-૨૦ ઓછા ? શક્તિ નથી. ૨૧-૨૨-૨૩૨૪-૨૫ ઓછા ? શક્તિ નથી. ૨૬-૨૭-૨૮-૨૯ દિવસ ઓછો પંચમાસી તપ કરું ? શક્તિ નથી. ચાર માસી તપ કરું ? શક્તિ નથી. (અહીંથી આગળ પંચમાસીની જેમજ ૫-૫ દિવસ ઓછાની શક્તિ ચિંતવવી...થાવત્ ત્રણ માસી, શક્તિ નથી ? ૫-૫ દિવસ ઓછા ? બે માસી ? ૫-૫ દિવસ ઓછા ? તે ૨૬-૨૭-૨૮-૨૯ દિવસ ઓછાની શક્તિ ચિંતવવી પછી) માસખમણ કરું ? શક્તિ નથી. ૧ ઉપવાસ ન્યૂન કરું ? શક્તિ નથી...(એમ એકેક ન્યૂન ચિંતવતાં) ૧૩ ઉપવાસ ન્યૂન માસખમણ કરું ? શક્તિ નથી. ૩૪ અભત્તકુ કરુ ? ૩૨ અભત્તહુ કરું ? શક્તિ નથી...(એમ ૨-૨ઓછા કરતાં, ૩૦-૨૮-૨૬-૨૪-૨૨-૨૦-૧૮૧૬-૧૪-૧૨-૧૦ અભટ્ટની શક્તિ ચિંતવવી) અક્રમ અભત્તકૢ કરું ? શક્તિ નથી. છઠ્ઠ અભત્તg-ચઉત્ચ અભત્તકૢ આયંબિલ એકાસણું બેસણું પુરિમઢ કરું ? સાઢપોરિસી પોરિસી નવકારશી કરું ? (આમાં જે તપ પૂર્વે કર્યો હોય ત્યાંથી) ‘શક્તિ છે પણ પરિણામ નથી' એમ ચિંતવવું, યાવત્ આજે જે તપ કરવો હોય ત્યાં ‘શક્તિ છે પરિણામ પણ છે.' એમ ચિંતવી પછી કાઉસ્સગ્ગ પારવો. પ્રતિક્રમણ અંગે આજના પ્રશ્નોના ઉત્તર -પ્રતિક્રમણ બહુ સમય લે અને ક્રિયા બહુ, તેથી કંટાળાજનક હોઇ એના બદલે પ્રભુની સંગીતભક્તિ કેમ ન કરવી ? ઉ-જેઓ વિષયરત અને વિશાદિપ્રમાદમાં આસક્ત તથા સુખશીલિયા હોય છે, એમને મનુષ્ય જીવનમાં જ લભ્ય વિશિષ્ટ કર્તવ્યોનું ભાન નથી હોતું તેથી એક કર્તવ્યની વાત આવે એટલે એમાંથી છૂટવા માત્ર બીજા કર્તવ્યનું ઓછું ધરે છે. ખરેખર તો એ પણ એમને લાંબું ટકતું નથી અને એ છોડી વિષયો વિકથાદિમાં જ રક્ત રહે છે. બાકી રોજીંદા જીવનમાં અઢળક પાપના ભાર ચડે એનો પ્રબળ ખેદ હોય એને તે પ્રતિક્રમણ કર્તવ્યમાં ખૂબ રસ રહે. પ્ર૦-સૂત્રોના અર્થ જાણ્યા વિના પોપટપાઠની જેમ પ્રતિક્રમણ કરવાથી શો લાભ ? ઉ-આ પ્રશ્નથી સૂચિત છે કે અર્થ શીખી લેવા જોઇએ. પછી પ્રતિક્રમણાથી મહાન લાભ થાય. બીજું, અર્થ ન જાણતો હોય છતાં સૂત્ર પર મંત્રાક્ષરની જેમ તીવ્ર શ્રદ્ધા સાથે ઉપયોગ (ધ્યાન) રાખી પાપ પશ્ચાત્તાપની વૃત્તિથી પ્રતિક્રમણ કરે તો મહાન લાભ થાય. પ્રશ્ન-પ્રતિક્રમણાનાં સૂત્રો પ્રાકૃત-માગધી ભાષા કરતાં માતૃભાષામાં હોય તો ઝટ સમજાય ને ? ઉ-સમજાય ખરા, પણ (૧) કાળે કાળે માતૃભાષા ફરતાં સૂત્રો ફેરવવા પડે, (૨) એમાં અધિક સારી રચનાવાળા સૂત્ર બનતા લોકમાં એકસૂત્રતા નહિ રહે. (૩) ગણધરકૃત સૂત્ર જેવું બહુમાન ન રહે, (૪) કોઇ તીર્થયાત્રા-ઉપધાનાદિ પ્રસંગે એકત્રિત થયેલ ભિન્ન માતૃભાષાવાળામાં પ્રતિક્રમણ ક્રિયાની એકતા ન રહે. ત્યારે ગણધરકૃત સૂત્રમાં આ કોઇ આપત્તિ નહિ ને શાસન ચિરકાળ વ્યવસ્થિત ચાલે. પ્રશ્ન-પ્રતિક્રમણામાં રસ નથી આવતો, તો રસ વિનાની ક્રિયા તો મજૂરી જ થાય ને ? ઉ૦-રસ એ વસ્તુ પર આધારિત નથી પણ તેવી સમજ અને વિવેકવાળા દિલ પર આધારિત છે. દા.ત. જમણમાં પહેલાં મિઠાઇ પર રસ હોય છે, ભાત પર નહિ, પણ મિઠાઇ ખાઇ લીધા પછી દિલ ફર્યું, હવે મિઠાઇ પર નહિ ને ભાત પર રસ હોય છે. આમાં ય જેણે સમજી રાખ્યું છે કે માલથી શક્તિ મળે, ભાતના કૂચાથી નહિ, એને વળી ભાત પીરસાવા ટાણે ય મિઠાઇમાં રસ છે. આમ વસ્તુમાં રસ નિશ્ચિત નથી પણ રસ સમજવાળા દિલમાં છે. જો પ્રતિક્રમણની ઉપયોગિતા અને મહાલાભની સમજ થઇ જાય, અને એની આગળ ટહેલ-ટપ્પાદિ અસાર હોવાનો વિવેક આવી જાય, તો પ્રતિક્રમણમાં ભારે રસ ઉભો થઇ જશે. બાકી રસ વિના પણ ગાડીમાં બેઠેલો સ્ટેશને પહોંચે છે. એમ અહીં રસ વિના પણ પ્રતિક્રમણ ક્રિયા કરનારને એટલો સમય પાપથી બચવાનું મળે તથા સારા ક્રિયાના સંસ્કાર પડે છે એ એને આગળ પર ઉપયોગી થાય છે. ૧૦૭ ate & Personal Jale Education Int For eliora om

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124