Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 110
________________ ) राइमई रिसिदत्ता, पउमावइ अंजणा सिरिदेवी । जिट्ट सुजिट्ट मिगावइ, पभावई चिल्लणादेवी ।।९।। રાજિમતી : ઉગ્રસેન રાજાના સૌંદર્યવતી પુત્રી અને નેમિનાથ પ્રભુના વાગ્દત્તા, હરણિયાઓનો પોકાર સાંભળી નેમિકુમાર પાછા ફર્યા પછી મનથી તેમનું જ શરણ લઇ સતીત્વ વાળી ચારિત્ર લીધું. શ્રીનેમિનાથ પ્રભુના લઘુબંધુ રથનેમિ ગુફામાં નિર્વસ્ત્ર hઇ વિચલિત બન્યા ત્યારે સુંદર હિતશિક્ષા આપી સંયમમાં સ્થિર કર્યા. સતી છેવટે કર્મક્ષય કરી મુક્તિપદને વર્યા. મહર્ષિદરા : હરિષણ તાપસની અત્યંત સૌંદર્યવતી પુત્રી અને કનકરથ રાજાના ધર્મપત્ની, કર્મોદયે શોકયે સુલતા યોગિની દ્વારા ડાકણનું કલંક લગાડાવ્યું હતું તેના કારણે ઘણા કષ્ટો સહવા પડ્યા, પરંતુ પ્રભુભક્તિ અને શીલધર્મના પ્રભાવે તમામમાંથી પાર ઉતર્યા. છેવટે સંયમ ધારણ કરી સિદ્ધિપદને વર્યા. પદ્માવતી : ચેડા રાજાના પુત્રી અને ચંપાપુરીના દધિવાહન રાજાના ધર્મપત્ની. સગર્ભાવસ્થામાં હાથીની અંબાડી પર બેસી રાજાથી છત્ર ધરાતા પોતે વનવિહાર કરે તેવો દોહદ થતાં તેને પૂર્ણ કરવા વ્યવસ્થા થઇ પરંતુ જંગલ દેખી હાથી ભાગી છૂટતા રાજા એક વૃક્ષની ડાળી પકડી લટકી પડ્યા પરંતુ રાણી તેમ ન કરી શકતા છેવટે હાથી પાણી વાપરવા ઉભો રહ્યો ત્યારે ઉતરી તાપસના આશ્રમમાં ગયા. ત્યાંથી સાધ્વીજીનો પરિચય થતાં ગર્ભની વાત જણાવ્યા વગર દીક્ષા લીધી, પાછળથી ગુપ્ત રીતે બાળકનો જન્મ કરાવી સ્મશાનમાં મૂકાવ્યો જે પ્રત્યેકબુદ્ધ કરકંડૂ થયા. એક વખત થઇ રહેલ પિતા-પુત્રના યુદ્ધને ત્યાં જઇ સાચી હકીકત જણાવી અટકાવ્યું. નિર્મળ ચારિત્ર પાળી અંતે આત્મકલ્યાણ સાધ્યું. | અંજનાસુંદરી : મહેન્દ્ર રાજા-હૃદયસુંદરી રાણીની પુત્રી, પવનંજયના ધર્મપત્ની. નાની શી વાતને મોટું સ્વરૂપ આપી લગ્ન પછી ૨૨ વર્ષ સુધી પવનંજયે તરછોડી હતી છતાં અખંડ શીલપાલન અને ધર્મધ્યાન કર્યું. યુદ્ધમાં ગયેલા પતિ ચક્રવાક મિથુનની. વિરહ-વિહવળતા જોઇ ગુપ્ત રીતે અંજના પાસે આવ્યા પરંતુ તે મિલન પરિણામે આફતકારી બન્યું. ગર્ભવતી બનતાં કલંકિની જાહેર કરી સાસુ-સસરાએ પિતાને ઘેર મોકલી, તો ત્યાંથી પણ વનમાં ધકેલાઇ. વનમાં તેજસ્વી હનુમાન’ પુત્રને જન્મ આપ્યો. શીલપાલનમાં અડગ સતીને શોધવા નીકળેલા પતિને વર્ષો પછી ઘણી મહેનતે મેળાપ થયો. આખરે બંને જણ ચારિત્ર લઇ મુક્તિપદને વર્યા. શ્રી દેવી : શ્રીધર રાજાની પરમ શીલવતી સ્ત્રી. વિદ્યાધરે અને દેવે અપહરણ કરી શીલથી ડગાવવા ઘણી કોશિશ કરી પણ પર્વતની જેમ નિશ્ચલ રહ્યા. છેવટે ચારિત્ર લઇ પાંચમા દેવલોકે ગયા. જ્યેષ્ઠા : ચેડા રાજાના પુત્રી, પ્રભુવીરના મોટાભાઇ નંદિવર્ધન રાજાના ધર્મપત્ની, પ્રભુ વીરના બારવ્રતધારી શ્રાવિકા. એમના અડગ શિયલની શક્રેન્દ્ર પ્રશંસા કરતાં એક દેવે ઘણી જ ભયંકર કસોટી કરેલી, પરંતુ અણિશુદ્ધ પાર ઉતરતાં મહાસતી. જાહેર કરી. દીક્ષા લઇ કર્મ ખપાવી શિવપુરમાં (મોક્ષમાં) પધાર્યા. સુજ્યેષ્ઠા : ચેડા રાજાની પુત્રી. સંકેત પ્રમાણે તેને લેવા આવેલ શ્રેણિક રાજા ભૂલથી તેની બહેન ચલ્લણાને લઇ ચાલતો થયો તેથી વૈરાગ્ય પામી શ્રી ચંદનબાળા પાસે દીક્ષા લીધી, એકવાર અગાસીમાં આતાપના કરતા તેમના રૂપથી મોહ પામી પેઢાલ વિદ્યાધરે ભમરાનું રૂપ કરી યોનિ પ્રવેશ કરી શુક્ર તેમાં અજાણતા મૂકતાં ગર્ભ રહ્યો પરંતુ જ્ઞાની મહાત્માએ સત્ય જણાવી શંકા દૂર કરી. તીવ્ર તપશ્ચર્યા કરી કર્મ ખપાવી મોક્ષમાં ગયા.. | મૃગાવતી : ચેડા રાજાના પુત્રી અને કૌશાંબીના શતાનીકના ધર્મપત્ની, રૂપલબ્ધ ચંડપ્રદ્યોતે ચડાઇ કરી ત્યારે શતાનીક તે જ રાત્રે અપસ્મારના રોગથી મૃત્યુ પામ્યો. ભોગની આશા બતાવી ચંડમધોત પાસે જ કિલ્લો મજબૂત કરાવી અનાજ-પાણી ભરાવડાવી કિલ્લાના દ્વાર બંધ કરાવી પ્રભુવીરની રાહ જોવા લાગી. પ્રભુ પધારતા દરવાજા ખોલાવી દેશના સાંભળતા વૈરાગ્ય પામી દીક્ષા લીધી. એકવાર સૂર્ય-ચંદ્ર મૂળ વિમાને દર્શન માટે આવતા પ્રકાશને લીધે રાત્રિનો ખ્યાલ ન આવતાં વસ્તીમાં આવવામાં મોડું થતાં આર્યા ચંદનબાળાએ ઠપકો આપવાથી પશ્ચાત્તાપ કરતા કેવળજ્ઞાન પામ્યા. પ્રભાવતી : ચેડા રાજાના પુત્રી અને સિંધુ-સૌવીરના રાજર્ષિ ઉદાયનના ધર્મપત્ની. કુમારનંદી દેવે બનાવેલ જીવિત સ્વામિની પ્રતિમાની પેટી તેમના હાથે જ ખુલી. તે પરમાત્માને મંદિરમાં પધરાવી રોજ અપૂર્વ જિનભક્તિ કરતા. એકવાર દાસી. પાસે મંગાવેલ વસ્ત્રો મંગાવેલ રંગના જ હોવા છતાં અન્ય વર્ણના દેખાવાથી તથા નૃત્યભક્તિ સમયે ધડ મસ્તક વિનાનું દેખાવાથી મૃત્યુ નજીક જાણી પ્રભુવીર પાસે દીક્ષા લઇ દેવલોકમાં ગયા. ચલ્લણી : ચેડા મહારાજાના પુત્રી તથા શ્રેણિકરાજાના ધર્મપત્ની, પ્રભુ મહાવીરદેવના પરમ શ્રાવિકા તથા પરમધર્માનુરાગિણી હતા. એક વાર શિયાળાની તીવ્ર ઠંડીમાં તળાવના કિનારે ખુલ્લા દેહે આખી રાત કાયોત્સર્ગ ધ્યાનમાં રહેનાર સાધુની ચિંતા કરતા શ્રેણિકને તેના શીલ પર વહેમ આવ્યો હતો પરંતુ પ્રભુવીરના વચનથી અખંડ શીલવતી જાણી તે દૂર થયો હતો. વિશુદ્ધ આરાધના કરી આત્મકલ્યાણ સાધ્યું હતું... ૧૦૧|

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124