Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 104
________________ अज्जागरा अज्जराक्खअ, अज्जमहत्था उदायगो मणगो । कालयसूरी संबो, पज्जुण्णो मूलदेवो अ ||५|| આર્ય મહાગિરિ અને આર્યસુહસ્તિસૂરિ : બન્ને શ્રી સ્થૂલભદ્રજીના દશપૂર્વી શિષ્યો હતા. આર્ય મહાગિરિએ ગચ્છમાં રહી જિનકલ્પની તુલના કરેલી, તેઓ કડકમાં કડક ચારિત્ર પાળતા તથા પળાવતા હતા. અંતે ગજપદ તીર્થે ‘અનશન’ કરી સ્વર્ગમાં ગયા. આર્ય સુહસ્તિસૂરિએ એક ભિક્ષુકને દુષ્કાળના સમયમાં ભોજનનિમિત્તક દીક્ષા આપેલી, જે પાછળથી સંપ્રતિ મહારાજા થયા અને અવિસ્મરણીય શાસનપ્રભાવના કરેલી. આચાર્યશ્રી પણ ભવ્ય જીવોને પ્રતિબોધ કરી વિશિષ્ટ શાસનપ્રભાવનાના કાર્યો કરી અંતે સ્વર્ગવાસી થયા. તસૂરિ : બ્રાહ્મણ શાસ્ત્રોમાં પ્રકાંડ વિદ્વત્તા મેળવી રાજસન્માન પ્રાપ્ત કર્યું પણ આત્મહિતેચ્છુ માતાએ દષ્ટિવાદ ભણવાની પ્રેરણા કરતાં આચાર્ય તોસલિપુત્ર પાસે આવી ચારિત્ર લઇ તેમની પાસે તથા વજસ્વામિજી પાસેથી સાડા નવ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવ્યું. દશપુરના રાજા, પાટલિપુત્રના રાજા આદિને જૈન બનાવ્યા, પોતાના પરિવારને પણ દીક્ષા આપી અને આરાધનામાં સ્થિર કર્યા. જૈન શ્રુતજ્ઞાનને દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ કરણાનુયોગ અને ધર્મકથાનુયોગ એમ ચાર અનુયોગમાં વિભાજિત કર્યું, અંતે સ્વર્ગવાસી થયા. | ઉદાયન રાજર્ષિ : વીતભય નગરીના રાજા હતા. પોતાની દાસી સહિત પ્રભુવીરની દેવકૃત જીવિત પ્રતિમા ઉપાડી ગયેલા ઉજ્જયિનીના રાજા ચંડપ્રદ્યોતને યુદ્ધમાં હરાવી બંદી બનાવ્યા હતા પરંતુ સાધર્મિક જાણી સંવત્સરીના દિવસે ક્ષમાપનાપૂર્વક છોડ્યા હતા. જો ‘પ્રભુ પધારે તો દીક્ષા લઉં' એવા તેમના સંકલ્પને એજ દિવસે પ્રભુવીરે પધારી સફળ કર્યો. ‘રાજેશ્વરી તે નરકેશ્વરી’ એમ માની પુત્રને રાજ્ય ન આપતા ભાણેજ કેશીને રાજ્ય આપી અંતિમ રાજર્ષિ બન્યા, એકવાર વિચરતા સ્વનગરમાં પધારતા ‘આ રાજ્ય પાછું લેવા આવ્યા છે' એમ માની ભાણેજે વિષપ્રયોગ કર્યો તેમાં બે વાર બચ્યા, ત્રીજી વાર અસર થઇ પરંતુ શુભધ્યાનધારામાં આરૂઢ થઇ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું..! મતક: શય્યભવસૂરિના પુત્ર અને શિષ્ય. એમનું આયુષ્ય છ મહીના જેટલું અલ્પ હોવાથી ટૂંક સમયમાં સુંદર આરાધના કરી શકે તે માટે શય્યભવસૂરિએ દશવૈકાલિક સૂત્રની રચના કરી. તેઓ છ મહિના ચારિત્ર પાળી દેવલોક પધાર્યા.. કોલકાચાર્ય : બહેન સરસ્વતી સાથે ગણધરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. ઉજ્જયિનીના રાજા ગર્ભભિલે અત્યંત રૂપવતી સરસ્વતી સાધ્વીજી પર મોહાંધ થઇ અંતઃપુરમાં કેદ કર્યા ત્યારે ઘણી રીતે સમજાવવા છતાં ન માન્યા એટલે સૂરિજીએ વેશપરિવર્તન કરી ૯૬ શકરાજાઓને પ્રતિબોધ પમાડી ગર્દભિલ્લ પર ચડાઇ કરાવી સાધ્વીજીને છોડાવ્યા. સૂરિજી અત્યંત પ્રભાવક પુણ્યપુરૂષ હતા. કોલકીચાર્ય (૨) : પ્રતિષ્ઠાનપુરના રાજા શાલિવાહનની વિનંતિથી સંવત્સરી પાંચમની ચોથે પ્રવર્તાવી તથા સીમંધરસ્વામિએ ઇન્દ્ર આગળ નિગોદનું આબેહુબ સ્વરૂપ આ કાલકસૂરિ કહી શકશે' તેમ જણાવતાં બ્રાહ્મણનું રૂપ લઇ ઇન્દ્ર આવેલ, આચાર્યે યથાર્થસ્વરૂપ જણાવતાં ઇન્દ્ર પ્રસન્ન થયેલા. - શાંબ અને પ્રધુમ્ન : શ્રી કૃષ્ણના બન્ને પુત્રો. શાબની માતા જંબુવતી, પ્રધુમ્નની માતા રૂક્મિણી. બાળપણમાં અનેક લીલાઓ કરી, કૌમાર્યાવસ્થામાં વિવિધ પરાક્રમો કરી છેવટે પ્રભુ નેમિનાથ પાસે દીક્ષા લઇ શત્રુંજયગિરિ પર મોક્ષે ગયા હતા. | મૂળદેવ : કળાકુશળ પણ ભારે જુગારી. પિતાએ દેશવટો આપ્યો તેથી ઉજ્જયિનીમાં આવી દેવદત્તા ગણિકા અને કલાચાર્ય વિશ્વભૂતિનો પરાજય કર્યો. પુણ્યબળ, કળાબળ અને મુનિને દાનના પ્રભાવે વિષમ પરિસ્થિતિ પસાર કરી હાથીઓથી સમૃદ્ધ વિશાલ રાજ્ય અને કલાપ્રિય ચતુર ગણિકા દેવદત્તાના સ્વામી થયા. પાછળથી વૈરાગ્ય પામી ચારિત્ર પાળી દેવલોકે ગયા. ભવિષ્યમાં મોક્ષે જશે. ey Ore

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124