Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 106
________________ पभवो विण्हुकुमारो, अद्दकुमारो दढपहारी अ । सिज्जंस कूरगडू अ, सिज्जंभव मेहकुमारो अ ||६|| પ્રભવસ્વામી : જંબુસ્વામીને ત્યાં ચોરી કરવા જતાં પતિ-પત્ની વચ્ચેના વૈરાગ્યપ્રેરક સંવાદ સાંભળી પ્રતિબોધ પામી ૫૦૦ ચોરો સાથે દીક્ષા લીધી. જંબૂસ્વામી પછી શાસનનો સર્વભાર સંભાળનાર પૂજ્યશ્રી ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. જૈનશાસનની ધુરા સોંપવા શ્રમણ તથા શ્રમણોપાસક સંઘમાં વિશિષ્ટપાત્ર વ્યક્તિત્વ ન દેખાતા શäભવ બ્રાહ્મણને પ્રતિબોધી ચારિત્ર આપી શાસનનાયક બનાવ્યા હતા. વિષ્ણુકુમાર : પડ્યોતર રાજા-જવાલાદેવીના કુળદિપક, મહાપદ્મ ચક્રવર્તીના ભાઇ. દીક્ષા લઇ ઘોર તપ તપી અનેક લબ્ધિના ધારક બન્યા, શાસનàષી નમુચિએ શ્રમણ સંઘને ષખંડની હદ છોડી જવા જણાવ્યું ત્યારે મુનિવરે પધારી ઘણી સમજાવટ કરવા છતાં ન માનતા નમુચિ પાસે ત્રણ ડગલા ભૂમિ માંગી. માંગણી સ્વીકારતા ૧ લાખ યોજનનું વિરાટ શરીર બનાવી ૧ પગ સમુદ્રના પૂર્વ કાંઠે, ૧ પગ સમુદ્રના પશ્ચિમ કાંઠે મૂક્યો. ‘ત્રીજો પગ ક્યાં મૂકું’ એમ કહી તે પગ નમુચિના મસ્તકે મૂકી સંઘને ઉપદ્રવથી મુક્ત કર્યો. આલોચનાથી શુદ્ધ થઇ ઉત્તમ ચારિત્ર પાળી અંતે મોક્ષે પધાર્યા. આર્દ્રકુમાર : આદ્રક નામે અનાર્યદેશના રાજકુમાર. પિતા આદ્રક અને શ્રેણિકરાજાની મૈત્રીને લંબાવવા અભયકુમાર સાથે મૈત્રીનો હાથ લંબાવ્યો ત્યારે હળુકર્મી જાણી અભયકુમારે રત્નમય જિનપ્રતિમા મોકલી, પ્રભુદર્શને જાતિસ્મરણ જ્ઞાન થતા આર્યદેશમાં આવી દીક્ષા લીધી. વર્ષો સુધી ચારિત્ર પાળ્યા બાદ ભોગાવલી કર્મનો ઉદય થતાં સંસારવાસ સ્વીકારવો પડ્યો. ફરી ચારિત્રનો ઉલ્લાસ થયો ત્યારે પુત્રસ્નેહે બીજા બાર વર્ષ સંસારમાં રોકી રાખ્યા બાદ ફરી દીક્ષા લઇ અનેકને પ્રતિબોધ પમાડી આત્મકલ્યાણ સાધ્યું હતું. દંઢuહારી : યજ્ઞદત્ત બ્રાહ્મણનો પુત્ર કુસંગથી બગડી પ્રસિદ્ધ ચોર બન્યો. એકવાર લુંટ ચલાવતા બ્રાહ્મણ, ગાય, સગર્ભા સ્ત્રી એટલે કે સ્ત્રી + ગર્ભસ્થ બાળક એમ ચાર મહાહત્યા કરી, પરંતુ હૃદય દ્રવી જતાં ચારિત્ર લીધું અને જ્યાં સુધી પૂર્વ પાપની. સ્મૃતિ થાય ત્યાં સુધી કાયોત્સર્ગ ધ્યાને રહેવાનો અભિગ્રહ લઇ હત્યાવાળા ગામની સીમમાં જ કાઉસગ્નમાં ઉભા રહ્યા. અસહ્ય કઠોર શબ્દો કહી, પથ્થર, રોડા આદિનો ઘા કરી લોકોએ હેરાન કર્યા પરંતુ બધું સમતાભાવે સહન કરી છ મહિનાના અંતે કેવળજ્ઞાન પામ્યા. શ્રેયાંસકુમાર : બાહુબલીના પૌત્ર અને સોમયશ રાજાના દીકરા. શ્રી આદિનાથ પરમાત્માને વાર્ષિક તપ પછી ઇક્ષરસથી. પારણું જાતિસ્મરણજ્ઞાની તેમણે કરાવ્યું હતું. આત્મસાધના કરી અંતે સિદ્ધપદને પામ્યા. કૂરગડુ મુનિ : ધનદત્ત શ્રેષ્ઠિના પુત્ર, ધર્મઘોષસૂરિ પાસે નાની ઉંમરમાં દીક્ષિત થયા હતા. ક્ષમાગુણ અદભુત હતો પણ તપશ્ચર્યા જરાય ન કરી શકે. એકવાર પર્વદિવસે પ્રાત:કાળમાં ઘડો ભરીને ભાત લઇ આવી વાપરવા બેઠા, ત્યાં સાથે રહેલ માસક્ષમણના તપસ્વી મુનિએ ‘મને બળખો કાઢવાનું સાધન કેમ ન આપ્યું ? હવે તમારા પાત્રમાં જ બળખો કાટું' તેમ કહી ભોજનમાં જ બળખો નાંખ્યો. અન્યત્ર લાવેલ ગોચરી સાથેના ચાર તપસ્વીઓને બતાવતા તેમના ખાઉધરાપણાની નિંદા કરતાં તેમના પાત્રમાં ઘૂંક નાખે છે એવો નિર્દેશ આવે છે. કૂરગડુ મુનિએ અદભુત ક્ષમા રાખી સ્વનિંદા કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું - શય્યભવસૂરિ : પૂર્વાવસ્થામાં કર્મકાંડી બ્રાહ્મણ હતા, પરંતુ તેમની પાત્રતા દેખી પ્રભવસ્વામિએ બે સાધુ મોકલી પ્રતિબોધ કરી ચારિત્ર આપી શાસનની ધુરા સોંપી હતી. બાલપુત્ર મનક ચારિત્રના માર્ગે આવ્યો ત્યારે તેનું અલ્પ આયુ જાણી સિદ્ધાંતમાંથી ઉદ્ધરી દશવૈકાલિક સૂત્રની રચના કરી હતી. શાસનસેવાના અનેકવિધ કાર્યોથી જીવન સફળ બનાવ્યું હતું.' જે મેઘકુમાર : શ્રેણિક રાજાની ધારિણી નામની રાણીના પુત્ર. આઠ રાજકુમારીને પરણ્યા હોવા છતાં પ્રભુવીરની દેશનાથી પ્રતિબોધ પામી ચારિત્ર સ્વીકાર્યું. નવદીક્ષિત મુનિનો સંથારો છેલ્લે થવાથી. આખી રાત સાધુઓની અવરજવરથી ધૂળ ઉડવાથી નિદ્રા આવી નહીં તેથી ચારિત્ર નહીં પળાય તેમ સમજી રજોહરણ પાછું સોંપવા વિચાર્યું. સવારે પ્રભુએ સામેથી બોલાવી કરેલું દુર્ગાન જણાવી પૂર્વના હાથીના ભવમાં સસલાને બચાવવાની દયાથી કેવા કષ્ટ સ્વીકાર્યા હતા તે જણાવ્યું. પ્રતિબોધ પામી આંખ અને પગ સિવાય શરીરના કોઇ અંગોનો ઉપચાર ન કરાવવાની ઘોર પ્રતિજ્ઞા લઇ નિર્મળ ચારિત્ર પાળી સ્વર્ગવાસી થયા. एमाइ महासत्ता, दितु सुहं गुण-गुणेहिं संजुत्ता ।। जेसिं नामग्गहणे, पावप्पबंधा विलयं जंति ||७|| જેમનું નામ લેવાથી પાપની પરંપરા નાશ પામે છે એવા ગુણના સમૂહથી યુક્ત ઉપરોક્ત આદિ મહાસાત્વિક પુણ્યાત્માઓ સુખ આપો. dal use only

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124