Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
सत्थग्गिमुसलजंतग-. तणकटे मंतमूलभेसज्जे । दिन्ने दवाविए वा, पडिक्कमे देसि सव् ||२४||
છઠ્ઠાણુવકૃવત્ર - વિનૈવને સદ્-વ-૨H-1 || वत्थासण-आभरणे, पडिक्कमे देसि सव्वं ।।२५।। कंदप्पे कुक्कुइओ, નૌરિફિTVT-મોરારિજે. दंडम्मि अणट्ठाए, તગ્નિ પુણવણ નિર્ક ||રદ્દા
અનર્થદંડ ચાર પ્રકારે છે. અપધ્યાન, પાપોપદેશ, હિંન્નપ્રદાન અને પ્રમાદાચરણ, તેમાં હિંપ્રદાન અને પ્રમાદાચરણ અતિ સાવ હોવાથી તેનું સ્વરૂપ બે ગાથાઓ દ્વારા બતાવે છે. સૌ પ્રથમ હિંન્નપ્રદાન-શસ્ત્ર, અગ્નિ, ખાંડણિયાહળ વિ., રેંટ, ઘંટી વિ. યંત્રો, અનેક પ્રકારના ઘાસ, લાકડા, મંત્ર, મૂળિયા, અનેક પ્રકારના ઔષધીય ચૂર્ણ આદિ દ્રવ્યો બીજાને આપતા કે અપાવતા દિવસ દરમ્યાન બંધાયેલ અશુભનું હું પ્રતિક્રમણ કરું છું. પ્રમાદાચરણ : સ્નાન, પીઠી ચોળવી વિ., મેંદી મૂકાવવી, ટેટુ ચિતરાવવું વિ., સુગંધી પદાર્થ ચોળવારુપ વિલેપન, આસક્તિકારક શબ્દ-રૂપ-રસ-ગંધનો ભોગવટો, વસ્ત્ર-આસન તથા આભૂષણોમાં તીવ્ર રાગથી દિવસ દરમ્યાન બંધાયેલ અશુભની હું શુદ્ધિ કરું છું. અનર્થદંડ વિરમણવ્રત નામના ત્રીજા ગુણવ્રતમાં લાગેલ પાંચ અતિચાર ૧) અન્યને કામવિકાર ઉત્પન્ન થાય તેવા શબ્દ પ્રયોગ-કંદર્પ ૨) (સામાને હાસ્ય ઉપજાવવા) આંખ વિગેરેની વિકૃત ચેષ્ટાઓ કરવી તે કૌભુ ૩) વાચાળતા ૪) હિંસક સાધનોને તાત્કાલિ તેમ સજાવીને રાખવા, અને, ૫) ભોગના સાધનોની અધિકતા, આ પાંચ અતિચારોને હું નિંદું છું.
तिविहे दुप्पणिहाणे, अणवट्ठाणे तहा सइविहूणे । सामाइय वितहकए, પઢને સિક્કાવા નિ રિછ||
પ્રથમ શિક્ષાવ્રત સામાયિક વ્રતમાં લાગેલા- (૧-૨-૩) મન-વચન-કાયાના દુષ્પણિધાન (અશુભ પ્રવૃત્તિ), ૪) સામાયિકમાં સ્થિર ન થવું, ચંચળતાઅનાદર આદિ દોષો સેવવા તથા ૫) સામાયિકના સમયને ભૂલી જવું-આ પાંચ અતિચારની હું નિંદા કરૂં છું.
ચિત્રસમજ - ગાથા ૨૪-૨૫-૨૬ અનર્થદંડ વિરમણ વ્રતમાં હિંન્નપ્રદાન તથા પ્રમાદાચરણના પ્રકારો બતાવ્યા છે તથા અતિચારોમાં પ્રેમિકાને પુષ્પ આપી કામચેષ્ટા કરતો માણસ કંદર્પમાં બતાવ્યો છે તથા અન્યને હસાવવા વિચિત્ર ચેષ્ટા કરતા તથા પશુઓનું મહોરું પહેરેલા માણસો કૌન્દુચમાં બતાવ્યા છે. લોકઆકર્ષણ માટે કરાતી નિરર્થક ચેષ્ટાઓ હોવાથી અનર્થદંડમાં લીધેલ છે. અધિકરણમાં પાપ પ્રવૃત્તિ માટે તૈયાર હાલતમાં રાખી મૂકેલી ઘંટી-સાંબેલું બતાવ્યા છે. તથા સૌથી નીચેના વિભાગમાં વર્તમાનકાળના અત્યંત વ્યાપક બની ગયેલા તથા લોક માનસમાં પાપ પ્રવૃત્તિરૂપ નહીં લાગતા અનર્થદંડના પ્રકારો બતાવ્યા છે જેમાં કોમ્યુટર સંલગ્ન ગેમ-ચેટિંગ-સર્કિંગ આદિ, ગૃહોપયોગી સાધનો, પ્રસાધનના સાધનો, સ્વિમિંગપુલ, રેસકોર્સ (ઘોડદોડ) આદિ સટ્ટાના પ્રકારો, ફ્રીજ, ટી.વી., પત્તાની જોડ, હાઉઝી ગેમ, ટેપ રેકોર્ડ૨, થિયેટર, હોટલ, સર્કસ, ટુરિસ્ટ સ્પોટ (પ્રવાસના સ્થળો), ઘરનું અદ્યતન ફર્નિચર, ક્રિકેટ આદિ ૨મતમાં અત્યંત રૂચિપૂર્વક પ્રવૃત્તિ આદિ બતાવ્યા છે. અન્ય પણ આવી મોજશોખની રાગ-દ્વેષ પોષક આત્મહિતબાધક પ્રવૃત્તિઓનો તમામ ભવભીરૂ આત્માઓએ ત્યાગ કરી આત્મસાધનામાં પ્રવૃત્ત થવું જોઇએ..
For Prv
o nal use only

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124