Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 98
________________ मेअज्ज थूलभदो, वयररिसी नंदिसेण सीहगिरी । कयवन्नो अ सुकोसल, पुंडरिओ केसि करकंडू ।।२।। મેતાર્યમુનિ : ચાંડાલને ત્યાં જગ્યા પણ શ્રીમંત શેઠને ત્યાં ઉછર્યા. પૂર્વભવના મિત્રદેવની સહાયથી અદભૂત કાર્યો સાધતા શ્રેણિક રાજાના જમાઇ બન્યા. અંતે દેવના ૩૬ વર્ષ સુધીના પ્રયત્નોથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી. શ્રેણિક રાજાના સાથિયાના સોનાના જવલા ઘડતા સોનીને ત્યાં ગોચરી જતાં સોની ભિક્ષા વહોરાવવા ઉદ્યો ત્યાં ક્રૌંચ પક્ષી જવલા ચણી ગયું. જવલા ન દેખાતા સોનીને શંકા જતાં, પૂછવા છતાં પક્ષી પ્રત્યેની દયાથી મહાત્મા મૌન રહેવાથી માથે ભીના ચામડાની વાધર વીંટી તડકે ઉભા રાખ્યા. બન્ને આંખો બહાર નીકળી જવા છતાં અસહ્ય યાતનાને સમતાભાવે સહન કરી અંતકૃત કેવલી થઇ મોક્ષે ગયા. સ્થૂલભદ્ર : નંદરાજાના મંત્રી શકટાલના મોટા પુત્ર, યૌવનાવસ્થામાં કોશા ગણિકાના મોહમાં લપટાયેલા, પરંતુ પિતાના મૃત્યુથી વૈરાગ્ય પામી આર્ય સંભૂતિવિજય પાસે દીક્ષા લઇ એકવાર કોશા ગણિકાને ત્યાં ગુરૂની અનુમતિથી ચોમાસુ કરી કામના ઘરમાં જઇ કામને હરાવી કોશાને ધર્મમાં સ્થિર કરી ગુરૂના શ્રીમુખે દુષ્કર દુષ્કરકારક’ બિરૂદ મેળવી ૮૪ ચોવીશી સુધી નામ અમર . આર્ય ભદ્રબાહસ્વામી પાસે અર્થથી દશ પૂર્વ અને સૂત્રથી ચૌદ પૂર્વ ભણ્યા. કાળધર્મ પામી પહેલા દેવલોકે ગયા.. વજરવામી : તુંબવન ગામના ધનગિરિ-સુનંદાના પુત્ર. પિતાએ જન્મ પહેલા દીક્ષા લીધાનું જાણતા સતત રડતા રહી માતાનો મોહ તોડાવ્યો. માતાએ ધનગિરિમુનિને વહોરાવ્યા. સાધ્વીના ઉપાશ્રયમાં રહી ૧૧ અંગ મોઢે કર્યા. માતાએ બાળકને પાછો મેળવવા રાજદ્વારે ઝઘડો કરતા સંઘસમક્ષ ગુરૂના હાથે રજોહરણ લઇ નાચીને દીક્ષા લીધી. રાજાએ બાળકની ઇચ્છાનુસાર ન્યાય ચૂકવ્યો. સંયમથી પ્રસન્ન થયેલા દેવોએ આકાશગામિની તથા વૈક્રિયલબ્ધિ આપેલ. ભયંકર દુષ્કાળ વખતે આખા સંઘને આકાશગામી પટ દ્વારા સુકાળના ક્ષેત્રમાં ફેરવી, તથા બૌદ્ધ રાજાને પ્રતિબોધ કરવા લાખો પુષ્પો અન્યક્ષેત્રમાંથી લાવી શાસન પ્રભાવના કરી. છેલ્લા દશપૂર્વધર બની અંતે કાળધર્મ પામ્યા. ઇન્દ્ર તેમનો મહોત્સવ કર્યો. નંદિણ : આ નામના બે મહાપુરૂષો થઇ ગયા. એક અભુત વૈયાવચ્ચી નંદિષેણ કે જેમણે દેવતાની આકરી પરીક્ષા પણ અપૂર્વ સમતાભાવથી પાર કરી અને અન્ય શ્રેણિક રાજાના પુત્ર નંદિષેણ-જેણે પ્રભુવીરથી પ્રતિબોધ પામી અદભુત સત્વ દાખવી ચારિત્ર સ્વીકાર્યું તથા કર્મવશ ઉઠતી ભોગેચ્છાઓને દબાવવા ઉગ્ર વિહાર-સંયમ તથા તપશ્ચર્યાના યોગો સેવ્યા, જેના પ્રભાવે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઇ. એકવાર ગોચરી પ્રસંગે વેશ્યાને ત્યાં જઇ ચડ્યા-જ્યાં ધર્મલાભનો પ્રતિભાવ ‘અર્થલાભની અહીં જરૂર છે? વાક્યથી મળ્યો. માનવશ તરણું ખેંચી સાડા બાર ક્રોડ સોનામહોરની વૃષ્ટિ કરી, વેશ્યાના આગ્રહથી સંસારમાં રોકાયા પરંતુ દેશનાલબ્ધિથી રોજ ૧૦ને પ્રતિબોધ કરતા. ૧૨ વર્ષે એક વાર દશમો સોની એવો આવ્યો, જે પ્રતિબોધ પામ્યો જ નહીં. છેવટે ગણિકાએ 'દશમાં તમે !' એમ મશ્કરી કરતાં મોહનિદ્રા તૂટતાં દીક્ષા લઇ આત્મકલ્યાણ સાધ્યું. સિંહગિરિ : પ્રભુ મહાવીરદેવની બારમી પાટે બિરાજમાન પ્રભાવશાળી આચાર્ય. અનેકવિધ શાસનસેવાના કાર્યો કરવાની સાથે તેઓ વજસ્વામીના ગુરૂ પણ બન્યા હતા. | કૃતપુણ્યક (કવન્ના શેઠ) : પૂર્વભવમાં મુનિને ત્રણ વખત ખંડિત દાન દેવાથી ધનેશ્વર શેઠને ત્યાં અવતરેલા કૃતપુયકને વર્તમાન ભવમાં વેશ્યા સાથે, અપુબીયા એવી ચાર શ્રેષ્ઠિ પુત્રવધુઓ સાથે તથા શ્રેણિકરાજાની પુત્રી મનોરમા સાથે એમ ત્રણ વાર ખંડિત ભોગો પ્રાપ્ત થયા તથા શ્રેણિકરાજાનું અર્ધી રાજ્ય પ્રાપ્ત થયું હતું. સંસારના વિવિધ ભોગો ભોગવી પ્રભુવીર પાસે પૂર્વભવનો વૃત્તાંત સાંભળી દીક્ષા ગ્રહણ કરી સ્વર્ગવાસી થયા. સુકોશલ મુનિ : અયોધ્યાના કીર્તિધર રાજા-સહદેવી રાણીના પુત્ર. પિતાના પગલે સુકોશલે પણ દીક્ષા લેતા વિયોગના આર્તધ્યાને મૃત્યુ પામી સહદેવી જંગલમાં વાઘણ બની. એકદા સુકોશલ તે જ જંગલમાં જઇ કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહેતા તેજ વાઘણે આવીને હુમલો કર્યો અને શરીર ચીરી નાંખ્યું. ઉપસર્ગને અપૂર્વ સમતાથી સહન કરતાં અંતકૃત્વ કેવળી થઇ સુકોશલ મુનિ મોક્ષે પધાર્યા. - પુંડરીક : પિતાની સાથે દીક્ષા લેવાની ભાવના છતાં નાનાભાઇ કંડરીકની તીવ્ર ભાવના જોઇ તેને દીક્ષાની અનુમતિ આપી પોતે વૈરાગ્યપૂર્વક રાજ્યપાલન કર્યું. હજાર વર્ષના સંચમ પછી કંડરીક મુનિ રોગગ્રસ્ત થતાં સુંદર ઉપચાર તથા અનુપાનાદિથી ભક્તિ કરી વળાવ્યા પરંતુ રાજવી ભોગોની લાલસાએ ચારિત્રભ્રષ્ટ થઇ કંડરીક ઘરે આવતા તેને રાજગાદી સોંપી પોતે સંયમજીવન સ્વીકાર્યું. ગુરૂ ભગવંત ન મળે ત્યાં સુધી ચારે આહાર ત્યાગ કરી વિહાર કર્યો. ઉત્તમ ભાવચારિત્ર પાળી ત્રણ જ દિવસમાં કાળા કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. કેશી ગણધર : શ્રી પાર્શ્વનાથ સ્વામીની પરંપરાના આ મહાપુરૂષે મહાનાસ્તિક પ્રદેશી રાજાને પ્રતિબોધ પમાડ્યો હતો તથા શ્રી ગૌતમસ્વામી ભગવંત સાથે ધર્મચર્ચા કરી પાંચ મહાવ્રતના પ્રભુવીરના શાસનને સ્વીકારી અનુક્રમે સિદ્ધિપદને પામ્યા. રાજર્ષિ કરકંડ: ચંપાનગરીના રાજા દધિવાહન રાણી પદ્માવતીના પુત્ર, પણ ઉન્મત્ત હાથીએ જંગલમાં માતાને મૂકી દેતા, માતાએ સાધ્વીજી પાસે દીક્ષા લેતા જન્મ બાદ સ્મશાનમાં મૂકાયા અને ચંડાલને ત્યાં ઉછર્યા. શરીરે ખણજ ખૂબ આવતી હોવાથી કરકંડૂ નામ પડ્યું. અનુક્રમે કંચનપુરના અને ચંપાના રાજા બન્યા. અતિપ્રિય રૂપાળા અને બળવાન સાંઢને જરાજર્જરિત જોતા વૈરાગ્ય થયો અને પ્રત્યેકબુદ્ધ થઇ દીક્ષા લઇ મોક્ષમાં પધાર્યા. Ja Educaci onal

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124