Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 96
________________ भरहेसर बाहुबली, अभयकुमारो अ ढंढणकुमारो | सिरिओ अणिआउत्तो, अइमुत्तो नागदत्तो अ ||१|| ભરત ચક્રવર્તી : શ્રી કષભદેવ પ્રભુના જયેષ્ઠપુત્ર તથા પ્રથમ ચક્રવર્તી. તેઓ અપ્રતિમ ઐશ્વર્ય છતાં જાગૃત સાધક હતા. ૬૦,૦૦૦ બ્રાહ્મણો રોજ 'નિતો મવાન, 1ઈને મચે, તેમા મા ન ! મા ન !' સંભળાવતા હતા. ૯૯ ભાઇઓની દીક્ષા બાદ વૈરાગ્ય ભાવનામાં રમમાણ રહેતા એકવાર આરીસા-ભુવનમાં અલંકૃત શરીરને જોતાં વીંટી નીકળી જવાથી શોભારહિત થયેલી આંગળીને જોતા અન્ય અલંકારો પણ ઉતાર્યા અને શોભારહિત સંપૂર્ણ દેહ જોઇ અનિત્ય ભાવનામાં રમતા કેવલજ્ઞાન પામ્યા. દેવતાઓએ આપેલ સાધુનો વેષ સ્વીકારી વિશ્વ પર ઉપકાર કરી છેવટે અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા. | બાહુબલી : ભરત ચક્રવર્તીના નાનાભાઇ. પ્રભુ ઋષભદેવે તક્ષશિલાનું રાજ્ય આપ્યું હતું. બાહુબળ અસાધારણ હોવાથી. તથા ૯૮ ભાઇઓના અન્યાયનો પ્રતિકાર કરવા ચક્રવર્તીની આજ્ઞા ન માની અને ભયંકર યુદ્ધ થયું. છેવટે દષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, બાહુયુદ્ધ અને દંડયુદ્ધ કર્યું, જેમાં ભરત ચક્રવર્તી હારતાં ચક્રરત્ન ફેંક્યું પરંતુ સ્વગોત્રીયનો નાશ ન કરે તેથી પાછું ફર્યું. બાહુબલી ક્રોધમાં મુઠી ઉપાડી મારવા દોડ્યા. પરંતુ વિવેકબુદ્ધિ જાગ્રત થતા કેશલોચ કરી દીક્ષા લઇ કેવલી નાના ભાઇઓને વંદન ન કરવા પડે તે માટે કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહ્યા. ૧ વર્ષ પછી પ્રભુએ મોકલેલ બ્રાહ્મી-સુંદરી બહેન સાધ્વીજીઓએ ‘વીરા મોરા ગજ થકી ઉતરો રે, ગજ ચર્થે કેવલ ન હોય’ એમ પ્રતિબોધ કરતા વંદન કરવા પગ ઉપાડતા કેવળજ્ઞાન થયું. ત્રઢષભદેવ ભગવાન સાથે મોક્ષે ગયા. અભયકુમાર : નંદા રાણીથી શ્રેણિક રાજાને થયેલ પુત્ર, બાલ્યાવસ્થામાં જ પિતાના ગૂઢ વચનને ઉકેલી પિતાના નગરમાં આવ્યા અને બુદ્ધિબળથી ખાલી કૂવામાંથી વીંટી બહાર કાઢી શ્રેણિક રાજાના મુખ્યમંત્રી બન્યા. ઔપાતિકી, વૈનચિકી, કાર્મિકી અને પારિણામિકી બુદ્ધિના સ્વામી એવા તેમણે અનેક સમસ્યાઓ ઉકેલી હતી. છેવટે અંતઃપુર બાળવાના બહાને પિતાના વચનથી મુક્ત થઇ પ્રભુવીર પાસે દીક્ષા લઇ ઉત્કૃષ્ટ તપ કરી અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં ચારિત્ર ગ્રહણ કરી મોક્ષે પધારશે. | ઢંઢણકુમાર શ્રી કૃષ્ણ વાસુદેવની ઢંઢણા નામની રાણીના પુત્ર, પ્રભુ નેમિનાથ પાસે દીક્ષા લીધી પરંતુ લાભાંતરાય કર્મના ઉદયે શુદ્ધ ભિક્ષા મળતી નહીં, તેથી અભિગ્રહ કર્યો કે ‘સ્વલબ્ધિથી ભિક્ષા મળે તો જ લેવી.' છ મહિનાના ઉપવાસ થયા એકવાર ભિક્ષા અર્થે દ્વારિકામાં પધાર્યા હતા ત્યારે શ્રી નેમિનાથે પોતાના અઢાર હજાર સાધુમાં સર્વોત્તમ તરીકે તેમનું નામ આપ્યું, તેથી નગરમાં પાછા ફરતા શ્રી કૃષ્ણ તેમને જોઇ હાથી પરથી નીચે ઉતરી વિશેષ ભાવથી વંદન કર્યું, તે જોઇ એક શેઠે ઉત્તમ ભિક્ષા વહોરાવી, પરંતુ પ્રભુના શ્રીમુખે ‘આ આહાર પોતાની લબ્ધિથી નથી મળ્યો’ તેમ જાણતાં કુંભારની શાળામાં પરઠવવા ચાલ્યા. પરઠવતા ઉત્તમ ભાવના ભાવતા કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. | શ્રીયક : શકટાલ મંત્રીના નાના પુત્ર તથા સ્થૂલભદ્રસ્વામી અને યક્ષાદિ સાત બહેનોના ભાઇ. પિતાના મૃત્યુ પછી નંદરાજાનું મંત્રીપદ સ્વીકારી ધર્મના અનુરાગથી ૧૦૦ જેટલા જિનમંદિરો અને ત્રણસો જેટલી ધર્મશાળાઓ બંધાવી હતી. બીજા પણ અનેક સુકૃતો કરી ચારિત્ર અંગીકાર કર્યું. એકદા સંવત્સરી પર્વે યક્ષા સાધ્વીજીના આગ્રહથી ઉપવાસનું સુકુમાલતાના કારણે, કદી ભૂખ સહન ન કરેલી હોવાથી તે જ રાત્રે શુભધ્યાનપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા. | અણિકપુત્ર આચાર્ય : દેવદત્ત વણિક અને આર્ણિકાના પુત્રનું નામ હતું સંધારણ પણ લોકમાં અર્ણિકાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયા. જયસિંહ આચાર્ય પાસે દીક્ષા લઇ અનુક્રમે શાસ્ત્રજ્ઞ આચાર્ય થયા. રાણી પુષ્પચૂલાને આવેલા સ્વર્ગ-નરકના સ્વપ્નોનું યથાતથ વર્ણન કરી પ્રતિબોધ પમાડી દીક્ષા અપાવી. દુષ્કાળમાં અન્ય મુનિઓને દેશાંતર મોકલી વૃદ્ધત્વના કારણે પોતે ત્યાં રહ્યા. તેમની પુષ્પચૂલા સાધ્વીજી વૈયાવચ્ચ કરતા હતા. કાલાંતરે કેવળજ્ઞાની સાધ્વીજીની વૈયાવચ્ચ લીધાનો ખ્યાલ આવતાં મિચ્છામિ દુક્કડે માંગી પોતાનો મોક્ષ ગંગા નદી ઉતરતા થશે તે જાણી ગંગાનદી પાર ઉતરતા બંતરીએ શૂળીમાં પરોવતા સમતાભાવથી અંતકૃત કેવળી થઇ મોક્ષમાં પધાર્યા. ' | અતિમુક્ત મુનિ : પેઢાલપુર નગરમાં વિજય રાજા-શ્રીમતી રાણીના પુત્ર અતિમુક્તક. માત-પિતાની અનુમતિથી આઠ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. ‘જે જાણું તે નવિ જાણું, નવિ જાણું તે જાણું’ મરણ નિશ્ચિત છે તે જાણું છું, પણ ક્યારે આવશે તે જાણતો નથી' આ સુપ્રસિદ્ધ વાકય દ્વારા શ્રેષ્ઠીની પુત્રવધૂને પ્રતિબોધ પમાડનારા મુનિ બાલ્યાવસ્થાવશ વર્ષાઋતુમાં ભરાયેલા ખાબોચિયામાં પાત્રાની હોડી તરાવવા લાગ્યા ત્યારે સ્થવિરોએ સાધુધર્મ સમજાવતા પ્રભુ પાસે આવી તીવ્ર પશ્ચાત્તાપપૂર્વક ઇરિયાવહિયાના ‘દગમટ્ટી’ શબ્દ બોલતા કેવળજ્ઞાન પામ્યા... નાગદત્ત : વારાણસી નગરીના યજ્ઞદત્ત શેઠ-ધનશ્રીના પુત્ર. નાગવસુ કન્યા સાથે વિવાહ થયા. નગરનો કોટવાળ નાગવસુને ચાહતો હોવાથી રાજાના પડી ગયેલા કુંડલને કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભેલા નિ:સ્પૃહી નાગદત્ત પાસે મૂકી રાજા સમક્ષ એના પર આળ ચડાવ્યું. શૂળીએ ચડાવતા નાગદત્તના સત્યના પ્રભાવથી પ્રગટ થઇ શાસનદેવતાએ-“પ્રાણ જાય પણ પારકી વસ્તુને ન અડે' એવી ટેકને પ્રમાણિત કરી, સત્ય હકીકતની જાણ કરી યશ ફેલાવ્યો. અંતે દીક્ષા લઇ સર્વકર્મક્ષય કરી કેવળશ્રી. વરી મોક્ષમાં પધાર્યા.

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124