Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
जावंति चेइआई,
उड्ढे अ अहे अ तिरिअलोए अ, सव्वाई ताई वंदे,
इह संतो तत्थ संताई ॥४४॥
जावंत के वि साहू, भरहेरवय महाविदेहे अ । सव्वेसिं तेसिं पणओ,
તિવિદ્દેન તિવંડ-વિયાનું ||૪|| चिरसंचियपावपणासणीइ, भवसयसहस्समहणीए । चउवीसजिणविणिग्गयकहाइ, તોતંતુ મે વિમા II૪।।
मम मंगलमरिहंता,
सिद्धा साहू सुअं च धम्मो अ । सम्मदिट्ठी देवा,
दिंतु समाहिं च बोहिं च ॥४७॥
पडिसिद्धाणं करणे,
किच्चाणमकरणे अ पडिक्कमणं । असद्द्हणे अ तहा,
विवरी अपरुवणाए अ ||४८||
खामेमि सव्वजीवे,
सव्वे जीवा खमंतु मे,
मित्ती मे सव्वभूएसु. વેરું મળ્યું ન ાફ ||૪૬||
एवमहं आलोइअ,
निंदिअ गरहिअ दुगंछिअं सम्मं । तिविहेण पडिक्कंतो,
वंदामि जिणे चउव्वीसं ॥५०॥
ઊર્ધ્વલોક (દેવલોક), અધોલોક (ભવનપતિ-વ્યંતરાદિના નિવાસોમાં) તથા તિર્આલોક-મધ્યલોકમાં જેટલા જિનાલયો છે, અહીં રહેલો હું ત્યાં રહેલા તે સર્વને વંદન કરૂં છું.
કરણ-કરાવણ અને અનુમોદનથી મન-વચન-કાયાના અશુભ યોગોથી વિરામ પામેલા ભરત, એરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા તમામ સાધુભગવંતોને હું નમેલો છું.
ચોવીશ જિનેશ્વર ભગવંતોથી (તેમના મુખથી) નીકળેલી, દીર્ઘકાળથી ભેગા થયેલા પાપોનો નાશ કરનારી, લાખો ભવોનો ક્ષય કરનારી ધર્મકથાઓ (દેશનાઓ)ના સ્વાધ્યાયથી મારા દિવસો પસાર થાઓ.
અરિહંત ભગવંતો, સિદ્ધ ભગવંતો, સાધુ ભગવંતો, દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન અને ચારિત્રધર્મ મને મંગલરૂપ હો. તે સર્વે તથા સમ્યગ્દષ્ટિ દેવો મને સમાધિ અને બોધિ (પરભવમાં જિનધર્મની પ્રાપ્તિ) આપો.
(જિનેશ્વર ભગવંતોએ) નિષેધેલા કૃત્યોનું આચરણ, કરવા યોગ્ય (કર્તવ્યો)નું અનાચરણ, (પ્રભુના વચનો ઉપર) અશ્રદ્ધા તથા જિનેશ્વર દેવના ઉપદેશથી વિપરીત પ્રરૂપણા-આ ચાર ભૂલોનું પ્રતિક્રમણ કરવું જોઇએ.
હું સર્વજીવોને હું ખમાવું છું, સર્વે જીવો મને ક્ષમા આપો, સર્વ જીવો સાથે મને મૈત્રીભાવ છે, અને મને કોઇની સાથે વેરભાવ નથી.
આ પ્રમાણે સારી રીતે આલોચના, નિંદા, ગહ કરીને અને પાપકારી આત્માની (મને ધિક્કાર છે એ રીતે) જુગુપ્સા કરીને મન, વચન અને કાયા વડે પ્રતિક્રમણ કરતો હું ચોવીશ જિનેશ્વરોને વંદન કરૂં છું.
ચિત્રસમજ :
ગાથા ૪૬ : ૨૪ જીનેશ્વરોના મુખથી નીકળેલી દેશના પુસ્તકમાં સંગ્રહાય છે, અને તેનો સ્વાધ્યાય કરાય છે તેમ ભાવના કરવી.
ગાથા ૪૭ : અરિહંત, સિદ્ધ, સાધુ, શ્રુત તથા ચારિત્રધર્મના પ્રતિકરૂપ રજોહરણમાંથી કૃપાના વરસતા તેજપૂંજોની તથા તેના પ્રભાવે મળતી મરણસમાધિ અને પરભવે જન્મતાં જ સાધુના સુખે નવકારશ્રવણ દ્વારા બોધિપ્રાપ્તિની ભાવના કરવી.
ગાથા ૪૯ : ચારે ગતિના અને છ એ કાયના જીવો સાથે ક્ષમાપના તથા મૈત્રીભાવ. બધા જીવો યથાયોગ્ય સંખ્યાત, અસંખ્યાત કે અનંતની સંખ્યામાં જોવા.
૮૪
nal Use Only

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124