Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 92
________________ सम्मदिट्ठी जीवो, जइ विह पावं समायरइ किंचि । દુ अप्पो सि होइ बंधो, जेणं न निद्वंधसं कुणइ ||३६|| तं पि ह सपडिक्कमणं, सप्परिआवं सउत्तरगुणं च । खिष्पं उवसामेइ, वाहिव्व सुसिक्खिओ विज्जो ||३७|| जहा वीसं कुट्ठगयं, મંત-મૂત-વિસાયા । विज्जा हणंति मंतेहिं, तो तं हवइ निव्विसं ||३८|| एवं अट्ठविहं कम्मं, રા-વોસ-સગ્નિનું | आलोअंतो अ निंदतो, શિવં હાફ સુખાવો IIરૂII कयपावो वि मणुस्सो, आलोइअ निंदिअ गुरुसगासे । होइ अइरेग-लहुओ, મોહનિસ-મત્વ માવો ||૪૦ના आवस्सएण एएण, सावओ जइ वि बहुरओ होइ । दुक्खाणमंतकिरिअं, નદી અવિરેન ભલે ||૪૧|| आलोअणा बहुविहा, न य संभरिआ पडिक्कमणकाले । मूलगुण उत्तरगुणे, तं निंदे तं च गरिहामि ॥४२॥ तस्स धम्मस्स केवलिपन्नत्तस्स अब्भुट्टिओमि आराहणाए, विरओ मि विराहणाए । तिविहेण पडिक्कंतो, वंदामि जिणे चउव्वीस ||४३|| સમ્યગ્દષ્ટિ જીવ જો કે ન છૂટકે નિર્વાહપૂરતું અલ્પ પાપ આચરે છતાં પણ તેને અત્યલ્પ જ કર્મબંધ થાય છે કેમ કે તે પાપ પણ તે નિષ્ઠુરપણે બેપરવાહીથી કરતો નથી. Jain Education International જેમ સુશિક્ષિત વૈદ્ય રોગને જલ્દી શમાવી દે છે તેમ તે અલ્પ પણ કર્મબંધને સમ્યગ્દષ્ટિ શ્રાવક પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને (પ્રાયશ્ચિત્ત, પચ્ચક્ખાણ આદિ રૂપ) ઉત્તરક્રિયા દ્વારા એકદમ શાંત કરી દે છે. જેમ મંત્ર અને મૂળ-બીજના જાણકાર વૈદ્યો પેટમાં ગયેલા ઝેરને મંત્રો વડે ઉતારી દે છે અને તે અવયવને ઝેર વગરનું બનાવી દે છે તેમ (પાપોની) આલોચના અને નિંદા કરતો સુશ્રાવક રાગ અને દ્વેષથી ઉપાર્જન કરેલા આઠ પ્રકારના કર્મોનો શીઘ્રતયા નાશ કરે છે. જેમ મજૂર ભાર ઉતારવાથી હળવો થાય છે તેમ પાપ કરનાર મનુષ્ય પણ પોતાના પાપોની-અતિચારોની ગુરૂ સમક્ષ આલોચના અને નિંદા કરવાથી એકદમ હળવો થઇ જાય છે. (સાવધ આરંભાદિ કાર્યો દ્વારા) શ્રાવકે જો કે ખૂબ કર્મ બાંધ્યા હોય તો પણ તે આ (છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ) આવશ્યક વડે ટૂંક સમયમાં દુઃખોનો અંત (નાશ) કરે છે. પ્રતિક્રમણ સમયે, (પાંચ અણુવ્રતરૂપ) મૂલગુણ અને (ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રતરૂપ) ઉત્તરગુણ વિષેના ઘણા પ્રકારના આલોચના કરવા યોગ્ય અતિચારો યાદ ન આવ્યા હોય તો તેની હું નિંદા અને ગર્હા કરૂં છું. કેવળી ભગવંતોએ ઉપદેશેલા તે (ગુરુ સાક્ષીએ સ્વીકારેલા) ધર્મની આરાધના માટે તત્પર બન્યો છું, તેનાથી વિપરીત વિરાધનાઓથી અટક્યો છું, તેથી મન, વચન અને કાયા વડે તમામ પાપોથી-દોષોથી નિવૃત્ત થઇને ચોવીશેય જિનેશ્વરને વંદન કરું છું. ચિત્રસમજ : ગાથા ૩૭ : વૈધ રોગીને ઔષધ આપી સ્વસ્થ કરે તેમ ગુરૂસાક્ષીએ પ્રાયશ્ચિત્ત લઇ શ્રાવકનો ભાવરોગ દૂર થાય છે. ગાથા ૩૮-૩૯ : માંત્રિક પુરૂષ મંત્ર ક્રિયા દ્વારા પેટમાં રહેલા ઝેરને ઉલટી દ્વારા બહાર કાઢે છે તેમ આલોચના-નિંદા દ્વારા શ્રાવકના આત્મામાં પેસેલા કર્મને બહાર નીકળતા જોવા. For Private C sal Use Only www.jainelibra

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124