Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 18
________________ મો-69કાશ શa नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्वसाहूणं एसो पंच-नमुक्कारो सव-पाव-प्पणासणो मंगलाणं च सब्बेसिं पढमं हवइ मंगलं ॥ અર્થ - હું અરિહંતદેવોને નમસ્કાર કરું છું હું સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું હું આચાર્ય મહારાજોને નમસ્કાર કરું છું હું ઉપાધ્યાય મહારાજોને નમસ્કાર કરું છું હું સાધુ મહારાજોને નમસ્કાર કરું છું. આ પાંચ નમસ્કાર, સમસ્ત (રાગાદિ યા અશુભકર્મસ્વરૂ૫) પાપોનો અત્યંત નાશક છે, અને સર્વ મંગળોમાં શ્રેષ્ઠ મંગળ છે. ચિત્રસમજ - આ સુત્ર બોલતી વખતે મનની સામે અનંતા પરમેષ્ઠી લાવવાના. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે પહેલા પાંચ પદ બોલતાં ક્રમશઃ અનંત અરિહંત, અનંત સિદ્ધ, અનંત આચાર્ય.. આવે. અનંતા એટલા માટે કે “અરિહંતાણં' વગેરે બહુવચન પ્રયોગ છે તો ૨-૪ જ શા માટે જોવા ? અનંતા જ જોવા, અને એ દરેકના ચરણમાં આપણું મસ્તક નમેલું જોવાનું, અને નમસ્કાર કરવાનો. | (જેમ ૨-૪ રત્નો કરતાં રત્નોના ઢગને જોતાં ચિત્ત વધુ પ્રમ્હાદ અનુભવે, એમ પરમેષ્ઠિ અનંતા જોવા-નમવામાં ભાવોલ્લાસ વધુ આવે.) આ પણ પાંચ પરમેષ્ઠિને એમની એમની ખાસ અવસ્થામાં જોવાના. જુઓ સામે ચિત્ર. દા.ત. દરેક શ્રી અરિહંતદેવ સમવસરણ પર રત્નમય સિંહાસને બિરાજમાન, ચામર ભામંડલ છત્ર આદિ આઠ પ્રાતિહાર્યની શોભાથી ઝગમગતા દેખાય. બીજા પદમાં (૨) અનંતા શ્રી સિદ્ધ ભગવાન સિદ્ધશિલા પર બિરાજમાન જ્યોતિ સ્વરૂપ સ્ફટિકવતું ઉજ્જવલ નિરંજન-નિર્વિકાર દેખાય, ત્રીજા પદમાં (૩) દરેક આચાર્ય મહારાજ ઉંચી પાટ પર બિરાજેલા અને પર્ષદા આગળ આચારનું પ્રવચન કરતા દેખાય. ચોથા પદમાં, (૪) શ્રી ઉપાધ્યાયજી મહારાજ બાજોઠ પર બિરાજેલા અને સાધુ મંડળીને આગમવાચના આપતા દેખાય. (૫) શ્રી સાધુ મહારાજ કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા (યા સાધુચર્યા પાળતા કે પરિસહ-ઉપસર્ગ સહતા) દેખાય. આ દરેક પરમેષ્ઠી અનંતા જોવાના. | દેખવામાં પણ એકેક પદના ઉચ્ચારણ કે સ્મરણ વખતે માત્ર એ જ અનંતા પરમેષ્ઠી દેખવાના, જાણે આખી પૃથ્વી અને પાછળ અનંત આકાશ એમનાથી ભરચક છે ! ત્યાં પણ માનો કે આપણે અનંતા શરીરવાળા છીએ અને દરેકે દરેક પરમેષ્ઠીના ચરણમાં આપણું મસ્તકસહિત શરીર ઝૂકેલું છે, એમ જોવાનું. (એક જ ગુરુને નમેલા શિષ્યની સામેના સો અરીસામાં એટલી જ સંખ્યામાં ગુરુચરણે એજ શિષ્ય નમેલા દેખાય ને ?) પ્રત્યેક પદ બોલી સામે તરત આ અનંત પરમેષ્ઠી જોવાની ધારણા કરતા રહેવાય તો અભ્યાસ વધતાં, પછી ભલે ચિત્ર સામે ન હોય છતાં આંખ અર્ધ મીંચે, સ્વીચ દાબતાં જ લાઇટ થવાની માફક, પદ બોલતાં જ તે તે અનંતા પરમેષ્ઠી એમની એમની મુદ્રામાં મનની સામે આવવાના, માટે આ અભ્યાસ કેળવવાનો કે ‘નમો અરિહંતાણં' બોલતાં જ અનંત અરિહંત સામે આવી જ જાય. ‘એસો પંચ નમુક્કારો' બોલતાં સામે અનંત અરિહંત, એમની પાછળ પરંતુ ઉંચે અનંત સિદ્ધ, એમની નીચે પાછળ પાછળ અનંતા આચાર્ય - ઉપાધ્યાય - સાધુ એમ પાંચે પરમેષ્ઠી દેખાય ને એમને આપણે નમતા હોઇએ એ જોવાનું. એ નમસ્કાર જાણે આપણા સમસ્ત રાગાદિ પાપ નષ્ટ કરી રહ્યો છે ! તેમ જ એની નીચે રહેલા વાજિંત્ર-શ્રીફળાદિ મંગળો કરતાં ઉચ્ચ મંગળ હોઇ સર્વ અંતરાયકર્મો હટાવી રહ્યો છે ! આ પાપનાશ શ્રેષ્ઠ મંગળનું દર્શન જવલંત શ્રદ્ધાથી કરાય. આવો નમસ્કાર એ મહાન સુકૃત છે. એની આ બે વિશેષતા મનમાં લાવી આ સુકૃતની ભારે અનુમોદના કરવાની, જેથી સુકૃતના પુણ્ય ઉપરાંત એની ભારે અનુમોદનાથી નવું જોરદાર પુણ્ય મળે. -

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124