Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 34
________________ તે 'સૂત્ર (ચાલુ) (७) अप्पडिहय वर-नाणदंसणधराणं वियट्ट-छउमाणं (८) जिणाणं जावयाणं तिण्णाणं तारयाणं बुद्धाणं बोहयाणं मुत्ताणं मोअगाणं (९) सव्वन्नूणं सव्वदरिसीणं સિવ-મ7-13T-Hiત-મવષયमव्वाबाह-मपुणरावित्ति सिद्धिगइ-नामधेयं-ठाणं संपत्ताणं नमो जिणाणं जियभयाणं (અર્થ)- અલિત શ્રેષ્ઠ (કેવળ)જ્ઞાનદર્શન ધરનારને, અસર્વજ્ઞભાવને દૂર કરનારને. (રાગ-દ્વેષ) જિતનારને-જિતાડનારને, (ભવસાગર-અજ્ઞાન) તરી ગયેલાને-તારનારને, (સર્વ) બોધ પામેલાને-બોધ પમાડનારને, મુક્ત થયેલાને-મુક્ત કરનારને, (૯) સર્વજ્ઞને, સર્વદર્શીને, નિરુપદ્રવ, સ્થિર, રોગરહિત, અનંત (જ્ઞાનવાળું), અક્ષય, બાધારહિત, જ્યાંથી ફરી (સંસારે) પાછું ન ફરવું પડે એવું, સિદ્ધિગતિ નામનું સ્થાન પામેલાને, ભયોને જીતી લીધા છે જેમણે એવા જિનેન્દ્ર ભગવંતને હું નમું છું ચિત્ર સમજ – ‘અપ્પડિહય’ પદ બોલતાં (ચિત્રખંડ ૧ અનુસાર) શુક્લધ્યાનથી પ્રગટેલા કેવળજ્ઞાન-કેવળદર્શનવાળા પ્રભુને ત્રિકાળના સમસ્ત વિશ્વને જોતા જોવાના. આ જ્ઞાનને કોઇ ભીંત-પર્વતાદિ દેશ-કાળના અંતર પ્રતિઘાત (બાધ) નથી કરી શકતા, વિયટ્ટછઉમાણં' પદ વખતે (ચિત્રખંડ ૧ નીચે અનુસાર) પ્રભુના ધ્યાનાગ્નિથી છઘસ્થભાવ યાને જ્ઞાનાવરણીયાદિ કર્મ બળી ગયા દેખાય. | ‘જિણાણ' આદિ પદોમાં (ચિત્રખંડ ૨ નીચેથી ઉપર અનુસાર) પ્રભુને જિન-તીર્ણ-બુદ્ધ-મુક્તરૂપે ખડા ધ્યાનસ્થ- બેઠેલાસમવસરણસ્થ અને મુક્ત સિદ્ધ એ ચાર અવસ્થામાં જોવાના. બહુવચન હોઇ અનંતા જોવાના. ‘જિણાણે’ માં જિન ૧૦ માં ગુણઠાણાને અંતે રાગદ્વેષ-વિજેતા (સમશત્રુમિત્ર) વીતરાગ બનેલા જોવા, પછી ‘તિણાણ'થી ૧૨માના અંતે બાકી ૩ ઘાતકર્મ અજ્ઞાન-નિદ્રાઅંતરાયના મહાસાગરને તરી જતા પ્રભુ ગોદોહિકા આસને દેખાય. ‘બુદ્ધાણં'માં ૧૩ મે ગુણઠાણે બુદ્ધ-સર્વજ્ઞ બની સમવસરણ પર બિરાજેલા જોવા. ‘મુત્તાણ” માં ૧૪માના અંતે સર્વકર્મથી મુક્ત બની સિદ્ધશિલા પર રહ્યા જ્યોતિસ્વરૂપ દેખાય. આંખ મીંચી આ ચારે અવસ્થા ક્રમશઃ ત્રાંસી ઉપર ઉપર જોવાની. | ચિત્રમાં બાજુમાં ઉપમા બતાવી છે, સંસાર-સાગર બતાવ્યો છે. એમાં મોહરૂપી મગરના મોંમાં ફસાયેલો જીવ નિગ્રંથચારિત્રરૂપી મુષ્ટિપ્રહારથી જીતી એમાંથી બહાર નીકળે છે (જિન), પછી અજ્ઞાનાદિ-સાગર તરી જાય છે (તિણ) બાદ કેવળજ્ઞાન સ્વરૂપ તટ પર પહોંચે છે, (બુદ્ધ) અંતે મોક્ષરૂપી ઇષ્ટ નગરે પહોંચી સ્થિર થાય છે, (મુક્ત) “જાવયાણ તારયાણં' વગેરે પદોથી પ્રભુના સહારે પ્રભુની પાછળ કે આજુબાજુ બીજા પણ જીવોને જિન-તીર્ણ-બુદ્ધ-મુક્ત બન્યા જોવાના. આમાં ‘બુદ્ધ'માં સર્વજ્ઞ બનેલા જીવો સુવર્ણકમળ પર દેખાય. ‘સવલૂણ' બોલતાં પૂર્વ ‘મુત્તાણ’ થી પ્રભુને સિદ્ધશિલા પર જોયા (ચિત્રમાં ઠેઠ ઉપર) તે ત્યાં જ ધારી રાખવાના, અને ત્યાં પણ ‘સવલૂ' = સર્વ-સર્વદર્શી જોવા. વળી એ ‘સિદ્ધિગતિ' નામનું સ્થાન એવું પામ્યા છે કે જ્યાં ‘સિવું અયલ અરુ’ છે, અર્થાત્ કોઇ અશિવ-ઉપદ્રવ નથી, ચલાયમાનતા નથી, રોગ નથી, કોઇ શેયનો અંત-સીમા નથી, ક્ષય-મૃત્યુ-નાશ નથી, કશી બાધા-નડતર નથી, ત્યાંથી ક્યારેય સંસારમાં પુનરાગમન નથી, આવા ‘સિદ્ધિગતિ-સંપ્રાપ્ત’ જોવા. એ “જિઅભયાણં' અર્થાત્ ભયોને જીતી નિર્ભય બનેલા દેખાય. એવા એ જિનેશ્વરદેવોને ‘નમો જિણાણં' બોલતાં પ્રભુના પગે પડી નમસ્કાર કરવાનો. અર્થાત્ પ્રભુના પગે આપણી હાથ અંજલિ ૧ કે ૩ વાર લાગે. તે પણ કલ્પનાથી આપણી અનંત અંજલિ કલ્પી, ઉપરોક્ત જિન-તીર્ણ વગેરેમાં પ્રભુ ખડા, બેઠા... વગેરે અનંતના ચરણે લાગતી જોવાની. | ૨૫ |

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124