Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 32
________________ (૪) ૧ તોપુત્તમાળ २ लोगनाहाणं ३ लोहिया ४ लोगपवाणं હુ તો પખ્તોસારાનું (५) १ अभयदयाणं २ चक्खुदयाणं ३ मग्गदयाणं ४ सरणदयाणं ५ बोहिदयाणं (६) १ धम्मदयाणं २ धम्म देसयाणं ३ धम्म नायगाणं ४. धम्म सारहीणं ५ धम्म- वरचाउरंत चक्कवट्टी નમુથ્થુણં સૂત્ર (ચાલુ) (અર્થ) - ૧) સકલ ભવ્યલોકમાં (વિશિષ્ટ તથાભવ્યત્વથી) ઉત્તમને, ૨) ચરમાવર્તપ્રાપ્ત જીવોના નાથને, (માર્ગના યોગ-ક્ષેમ=પ્રાપ્તિ-સંરક્ષણ કરાવવાથી), ૩) પંચાસ્તિકાય લોકના હિત-રુપ. (યથાર્થ નિરૂપણથી), ૪) પ્રભુવચનથી બોધ પામનારા સંશી લોકોને દીવારૂપ, ૪) ઉત્કૃષ્ટ ૧૪-પૂર્વી ગણધર લોકોને ઉત્કૃષ્ટ પ્રકાશ કરનારને... ૧) ‘અભય’=ચિત્તનું સ્વાસ્થ્ય દેનારને, ‘ચક્ષુ’=ધર્મદ્રષ્ટિ, ધર્મ - આકર્ષણ દેનારને, ૩) ‘માર્ગ’= સરળ ચિત્ત દેનારને, ૪) ‘શરણ’= તત્વજિજ્ઞાસા દેનારને, ૫) ‘બોધિ’= તત્વબોધ (દર્શન-શ્રુતજ્ઞાન) દેનારને. ૧) ચારિત્રધર્મના દાતાને, ૨) ધર્મના ઉપદેશકને (આ સંસાર બળતા ઘરના મધ્યભાગ જેવો છે, ધર્મમેઘ જ એ આગ બૂઝવે' ઇત્યાદિ ઉપદેશકર્તાને) ૩) ધર્મના નાયકને, (સ્વયં ઉત્કૃષ્ટ ધર્મસિદ્ધ કરીને જ ધર્મ ઉપદેશવાથી), ૪) ધર્મના સારથિને (જીવરૂપી અશ્વને ધર્મમાં દમન- પાલન-પ્રવર્તન કરાવવાથી) ૫) ચતુર્ગતિ-ચૂરક શ્રેષ્ઠ ધર્મચક્રવાળાને. (ચિત્રસમજ)- ૪ થી સંપદામાં, પાંચે ‘લોક’ શબ્દના જુદા જુદા અર્થ છે. ‘લોગુત્તમાણં’ થી અભવ્યોને બાદ રાખી ચિત્રાનુસાર સકલ ભવ્યલોકમાં ઉત્તમ તરીકે પ્રભુને જોવાના. અભવ્યો કરતાં ઉત્તમ કહેવાનો કોઇ અર્થ નથી. ૨) ‘લોકનાથ’ તે ચરમાવર્તપ્રાપ્ત જીવોના જ નાથ, (ચિત્ર મુજબ) એવા જ જીવોને પ્રભુ ધર્મનો યોગ કરાવનારા અને કષાયથી સંરક્ષનારા જોવાના. અચરમાવર્તીને ધર્મયોગ થાય જ નહિં ૩) ‘લોકહિતરૂપ' તરીકે પ્રભુ પંચાસ્તિકાયભર્યા વિશ્વ (૧૪ રાજલોક) ના યથાર્થ પ્રરૂપક દેખાય. ૪) ‘લોકપ્રદીપ’ માં પ્રભુની વાણી ઝીલનાર લોક જોવાના. એવા લોકોને દીવારૂપ પ્રભુ છે. ૫) ‘લોકપ્રદ્યોતકર'માં ચિત્રાનુસાર ગણધરલોકોને જ્ઞાનપ્રદ્યોત (ઉત્કૃષ્ટ પ્રકાશ)કારી પ્રભુ જોવાના. ૫મી સંપદામાં ચિત્ર જુઓ. આ કલ્પના છે, જંગલમાં પ્રવાસીને લૂંટારા માલ લૂંટી આંખે પાટા બાંધી ભયભીત રખડતો કરી દે, ત્યાં કોઇ દયાળુ પહેલાં ‘અભય’ નિર્ભયતા આપે, પછી પાટા ખોલી ‘ચક્ષુ’ દૃષ્ટિ દે, ‘માર્ગે’ ચડાવે, ‘શરણ’ રક્ષણ દે, ‘બોધિ’= માલનો પત્તો આપે, એમ સંસાર-અટવીમાં કષાયચોરોથી જ્ઞાનાદિમાલ લૂંટાયેલા અને ભૂલા પડેલા ભયભીત જીવને પ્રભુ અભયાદિ આપે છે એ જોવાનું. ‘અભય' = ચિત્તસ્વાસ્થ્ય દઇ ૭ ભયોથી મુક્ત કરનાર પ્રભુ દેખાય, ‘ચક્ષુ’= ધર્મદષ્ટિ દેનાર-ધર્મઆકર્ષણકારી, ‘માર્ગ’= ધર્મમાર્ગ દેખાડનાર, ધર્મને અનુકૂળ સરળ ચિત્ત કરનાર, ‘શરણ’= રક્ષણદાતા, સરળ ચિત્તમાં તત્વજિજ્ઞાસા ઉભી કરનારા, ‘બોધિ’= તત્વદર્શન કરાવનારા પ્રભુ દેખાય. (એથી જીવને માલનો પત્તો મળ્યો.) ૬ઠ્ઠી સંપદામાં, ચિત્રાનુસાર, પ્રભુ ‘ધર્મદાતા’= ચારિત્રધર્મને દેનારા દેખાય, એમ ‘ધર્મદેશક’ પ્રભુ, ‘આ સંસાર બળતા ઘરના મધ્યભાગ જેવો સંતાપકારી છે, ચારિત્રધર્મરૂપી મેઘ જ એને બૂઝવે', વગેરે ધર્મોપદેશ દેતા દેખાય. ‘ધર્મનાયક’ એટલે પ્રભુ નટની જેમ ધર્મનેતા નહિ, પણ સ્વયં ઉપસર્ગ-પરીસહો વચ્ચે તપ-સંયમ-ધ્યાનધર્મ ઉત્કૃષ્ટ આરાધી ધર્મનેતા બનેલા, ‘ધર્મસારથિ’ એટલે જેમ સારથિ ઘોડાનું દમન-પાલન-પ્રવર્તન કરે, એમ પ્રભુ સાધક જીવોને ઉન્માર્ગથી દમી-રોકી, શુભ ભાવનાઓથી પાળી, ધર્મમાર્ગના પ્રવર્તાવનારા દેખાય. પ્રભુ ‘ધર્મ-શ્રેષ્ઠ-ચક્રવર્તી’, દાનાદિ ધર્મ-સમ્યગ્દર્શનાદિધર્મ-સાશ્રવનિરાશ્રવધર્મ-યોગાત્મકધર્મ સ્વરૂપ શ્રેષ્ઠ ધર્મચક્રને ધરનારા તરીકે દેખાય. આ ધર્મચક્ર ‘ચાઉરન્ત’= ચાર ગતિનો અંત કરનારું છે, એ જોવા ચાર ખૂણે એ ચાર ગતિ નષ્ટ થતી દેખાય. ૨૩ wwwal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124