Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
नमुत्थु
(૧) અરિહંતાનું
भगवंताणं
નમુ@i' (શસ્તવ, ‘પ્રણિપાત-દંડક’) સૂત્ર
(અર્થ-) - નમસ્કાર હો
* (અષ્ટ પ્રાતિહાર્યાદિ સત્કારને યોગ્ય) અરિહંતોને,
* (ઉત્કૃષ્ટ એશ્વર્યાદિમાન) ભગવંતોને, (આ સૂત્રમાં `નમ્રુત્યુ નં′ પદ અર્થમાં દરેક વિશેષણને લાગી શકે, જેમકે, નમોત્થાં અરિહંતાણં, નમોત્થાં ભગવંતાણં, નમોમાંં આઇગરા ....)
* (પોતપોતાના ધર્મશાસનનો) પ્રારંભ કરનારને,
* (ચતુર્વિધ સંઘ યા પ્રથમ ગણધર સ્વરૂપ) તીર્થના સ્થાપકને,
× (ગુરુ વિના) સ્વયં સમ્યગ્બોધ પામેલાને.
* જીવોમાં (જાત્યરત્નની જેમ અનાદિકાળથી) ઉત્તમને,
(ર) માારાનું तित्थयराणं
सयं-संबुद्धाणं (રૂ) પુરસુત્તમાર્ગ
-
पुरिस-वरपुंडरीयाण पुरिस-वरगंधहत्थीणं
* (પરીસહોમાં ધૈર્ય, કર્મ પ્રત્યે ક્રૂરતા આદિથી) જીવોમાં સિંહ જેવાને, * (કર્મકીચડ-ભોગજળથી અલગ રહ્યે યા કૈવલ્યલક્ષ્મીદેવીના આશ્રય હોયે,) જીવોમાં શ્રેષ્ઠ કમળ જેવાને,
* મારી-મરકી આદિ ઉપદ્રવ હાથીઓને દૂર રાખ્યું.) જીવોમાં શ્રેષ્ઠ ગંધ-હસ્તી જેવાને.
(સૂચન) અહીં ‘નમ્રુત્યુણં’ અને અંતે ‘નમો જિણાણું' બોલતાં બે ઢીંચણ બે હાથ જમીનને અડાડવાનું ધ્યાનમાં રહે, (જાણે પ્રભુનાં ચરણે હાથ લગાડીએ છીએ એ કલ્પનાથી) પછી સૂત્ર ભૂમિ પર ઢીંચણ, હાથ અંજલિબદ્ધ, કોણી પેટ પર રાખી બોલવાનું, દૃષ્ટિ પ્રભુ સામે જ રહે.
નવકાર સૂત્રમાં માત્ર ‘નમો’ પદ હોવાથી એનો અર્થ હું નમસ્કાર કરૂં છું થાય. અહીં ‘નમો અસ્તુ’ પદ હોઇ અર્થ ‘મારો નમસ્કાર હો.' આમાં નમસ્કારની પ્રાર્થના છે. ‘નવકાર’માં તો ‘ઇચ્છાયોગ'નો (ક્ષતિવાળો પણ ઇચ્છાથી કરાતો) નમસ્કાર છે, એ કરવાના આપણે અધિકારી છીએ. કિંતુ અહીં ‘નમો’ પદથી ‘સામર્થ્યયોગ'નો નમસ્કાર છે, જે વીતરાગભાવની નિકટપૂર્વમાં અપૂર્વ સામર્થ્યથી આવે છે. એ કરવાનો અત્યારે આપણે દાવો ન રાખી શકીએ, પરંતુ એની પ્રાર્થના-આશંસા-અભિલાષા કરી શકીએ. તેથી સૂચવવા અહીં ‘નમો’ સાથે ‘હ્યુ=અસ્તુ=હો' પદ છે. આ પ્રાર્થનામાં દિલની આશંસા-ઉત્કટ અભિલાષા વ્યક્ત થાય છે અને એ ધર્મનું બીજ છે માટે તે તે ધર્મની જેમ તેની પ્રાર્થના-આશંસા પણ અવશ્ય કર્તવ્ય છે એ સૂચિત થાય છે.
એ
(ચિત્રસમજ) - ૧) ‘અરિહંતાણં' બોલતાં, ચિત્રમાં બતાવ્યા પ્રમાણે, અનંતા સમવસરણ પર સુરાસુરેન્દ્રપૂજિત અષ્ટપ્રાતિહાર્યયુક્ત અનંત અરિહંત જોવાના, એમના ચરણે આપણા શિર નમેલા દેખાય. * ‘ભગવંતાણં’ બોલતાં, ‘ભગ’= સર્વોત્તમ એશ્વર્યરૂપ-યશ-શ્રી-ધર્મ-પ્રયત્નવાળા પ્રભુ દેખવાના. જેમકે ‘એશ્વર્ય’માં પ્રભુ સુવર્ણકમળ પર ચાલતા દેખાય. વળી મુખને ભામંડળ, પાછળ ક્રોડ દેવો, ઉપર દેવદુંદુભિ, બે બાજુ ચામર, ઉપર ૩ છત્ર, ગગનમાં સિંહાસન અને પ્રદક્ષિણા દેતા પંખેરા દેખાય. નીચે બે બાજુના ઝાડ પ્રભુને નમતા, વગેરે એશ્વર્ય જોવાનું. એમ અનુપમ રૂપાદિના પ્રસંગો જોઇ શકાય.
૨) ‘આઇગરાણું’માં ભગવાન ગણધરોમાં શ્રુત-પ્રવચનનો પ્રારંભ કરતા દેખાય, જે શ્રુત પછી ‘આચાર્યાદિ-પરંપરા’માં ચાલ્યું. ‘તિત્યયરાણ’માં પ્રભુ પ્રથમ ગણધર - ચતુર્વિધ સંઘરૂપી તીર્થની સ્થાપના કરતા દેખાય. ‘સયંસંબુદ્ધાણં’માં, ગુરુ વિના પ્રભુ સ્વયં-જાતે બુદ્ધ થઇ લોચ કરતા અને ચારિત્ર લેતા દેખાય.
૩) ‘પુરિસુત્તમાાં’માં, ખાણમાં પડેલા જાત્યરત્નની જેમ અનાદિ નિગોદમાં પ્રભુને ઉત્તમ જોવાના. અનાદિ ઉત્તમતા વિશિષ્ટ તથાભવ્યત્વથી, જે અંતે તીર્થંકરપણામાં પરિણમે છે. ‘પુરિસસીહાણં’માં, પ્રભુ સિંહ જેવા પરાક્રમી દેખાય, તપ- ધ્યાનથી કર્મો પ્રત્યે ક્રૂર, મોહની પ્રત્યે અસહિષ્ણુ, પરીસહ-ઉપસર્ગો પ્રત્યે ખેદરહિત... વગેરે, ‘પુરિસ-વરપુંડરીયાણું’માં, પ્રભુ કર્મકીચડમાં ઉગેલા, ભોગજળથી ઉછરેલા, કિંતુ એ બંનેથી ઊંચે રહેલા કમળ જેવા જોવાના, એ પણ કૈવલ્યશ્રી (કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીદેવી)ના ભવનરૂપ કમળ જેવા પ્રભુ દેખાય. ‘પુરિસવરગંધહત્યીણ’માં, જેમ ગંધહસ્તી આવતાં ક્ષુદ્ર હાથીઓ ભાગી જાય, એમ પ્રભુ પધારતાં ૧૨૫ યોજનમાંથી મારી-મરકી-દુષ્કાળ-રેલ-તીડ વગેરે દૂર ભાગી જતા દેખાય. અનાજનાં ગાર્ડે ગાડાં આવે છે, લોક શાંતિ થવાથી નાચે-ખીલે છે, રેલ-તીડ પાછા વળી જાય છે, આકાશે વાદળ ઘેરાય છે...
૨૧

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124