Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
‘જમચિન્તામણિ સૂત્ર ગાથા ૧-૨
(૧) નચિંતામણિ ! નાનાવું !
(અર્થ-) હે જગતના ચિંતામણિ રત્ન ! હે જગતના નાથ ! +T! ના૨૩UT !
હે જગતના ગુરુ ! હે જગતના રક્ષક ! जगबंधव ! जगसत्यवाह !
હે જગતના બંધવ (સગા !) હે જગતના સાર્થવાહ ! નામાવ-વિયq[ !
હે જગતના ભાવોના જ્ઞાતા ! (૨) માવજ-સંવિયવ !
હે અષ્ટાપદ પર સ્થાપિત બિંબવાળા ! વન્મકુ-વિMIT !
હે આઠ કર્મોના વિનાશક ! चउवीसं पि जिणवर !
હે ચોવીસે જિનેન્દ્રદેવ ! जयंतु अप्पडिहयसासण !
હે અબાધિત (ધર્મ-તત્ત્વ) શાસનવાળા ! આપ જયવંતા વર્તો. | (સમજ -) ગણધરદેવ શ્રી ગૌતમસ્વામીજી મહારાજે અષ્ટાપદ પર્વત પર જઇ ત્યાં ભરત ચક્રવર્તીએ સ્થાપેલ ૨૪ જિનેશ્વરદેવોના સ્વકાયા પ્રમાણ રત્નમય બિંબો આગળ આ સ્તુતિ કરી છે. આમાં ભગવાનના ૯ વિશેષણ છે, તે જગતના ચિંતામણિ-નાથ-ગુરુ-રક્ષક-બંધવ - સાર્થવાહ – ભાવજ્ઞાતા, હે અષ્ટકર્મનાશક અને હે અબાધિત શાસનના સ્થાપકે...
(ચિત્રસમજ-) આમાં દરેક પદનો ભાવ મનમાં લાવવા ચિત્રમાં ડાબી બાજુ નીચેથી બતાવ્યા પ્રમાણે ભગવાન તેવા તેવા સ્વરૂપવાળા કલ્પના સામે આવે.
૧) ભગવાન ‘ચિંતામણિ રત્ન’ સમાન ચળકતા દેખાય તે અચિંત્ય પ્રભાવથી જગતને સુરનરસુખ ને મોક્ષસુખ દેનાર દેખાય. ૨) “નાથ' = જગતને દર્શન-શાન-ચારિત્ર પમાડનારા અને રક્ષનારા. ૩) ‘ગુરુ' = જગતને સમ્યકતત્ત્વ - ઉપદેશક. ૪) ‘રક્ષક’ = જગતને કષાયલુંટારાથી બચાવનારા, ૫) ‘બંધવ’ જગતને ‘અભયદાન દો, મૈત્રીભાવ રાખો' વગેરે શીખવી એના સાચા નિઃસ્વાર્થ સગા બનેલા. ૬) ‘સાર્થવાહ’ = જગતને મોક્ષમાર્ગ પર લઇ ચાલતા સાર્થપતિ. ૭) ‘ભાવવિચક્ષણ' = જગત યાને સમસ્ત લોકઅલોકના ત્રિકાળના ભાવના કુશળ શાતા. આ બધા પદ વખતે ચિત્રાનુસાર તે તે પ્રતિક દેખવાના. ૮) 'કર્માષ્ટ કવિનાશક' = પ્રભુએ ધ્યાનથી ૮ કર્મ નષ્ટ કર્યા, તે કર્મ બહારમાં બળતા દેખાય. ૯) ‘અપ્રતિકતશાસન' = ત્રિકાલાબાધ્ય અને સમસ્ત ઇતર દર્શનોથી અબાધિત શાસનવાળા. આમાં અનંત તીર્થકરોનું એકસરખું તત્ત્વશાસન-ધર્મશાસન દેખાય તથા ઇતરો બિચારા બાધ નહિ કરી શકવાથી વીલે મોંઢે પાછા ફરતા દેખાય. આવા અનંતા તો ખરા કિન્તુ ૨૪ પણ પ્રભુને અષ્ટાપદ ઉપર ચોમુખ મંદિરમાં જોવા.
(અનુસંધાન પૃ. ૩૧ થી ‘અરિહંત ચેઇયાણ’ સૂત્રનું ચાલુ)
૫) ‘બોહિલાભવત્તિયાએ' આમાં સમ્યગ્દર્શન કલ્પનામાં લાવવા એક દૃષ્ટાન્તરૂપે ચિત્રમાં ડાબી બાજુ વચ્ચેમાં દેખાડવા પ્રમાણે ચંદનબાળાનો અત્યંત પ્રભુપ્રેમ-પ્રભુવચનશ્રદ્ધા જોવાના. (આના બદલે બીજા શ્રેણિકાદિના પણ જોઇ શકાય.) ચિત્રમાં માથું મંડેલી ચંદનબાળા પગે બેડીએ જકડાઇ, ભોયરામાં પૂરાયેલી ૩ દિવસ ભૂખી-તરસી બેઠી છતાં, ત્યાં પૂરનાર પર લેશ પણ દ્વેષ કે પૂરાવા વગેરેનું કોઇ પણ દુઃખ મનમાં ન લાવતાં મગજમાં પ્યારા વીરપ્રભુનું સ્મરણ ચિંતન કરી રહી છે. (શ્રેણિકાદિ ક્ષાયિક સમકિતવાળા ‘બહિલાભવત્તિયાએ' બોલે તે ‘બોધિલાભ' એટલે ઉપરની વિરતિથી માંડી વીતરાગતા સુધીની જેનધર્મ-પ્રાપ્તિ માટે બોલે.)
ચિત્રમાં નીચે આડી લાઇનમાં કાયોત્સર્ગના પ સાધન, શ્રદ્ધા-મેધાદિને દૃષ્ટાન્ત વિવરણ સાથે દેખાડેચા છે. જેમકે, શ્રદ્ધા જળશોધકે મણિની જેમ ચિત્તની મલિનતા દુર કરે છે. ‘મેધા’ એ જેમ રોગીને ઔષધ પ્રત્યે પ્રેમ હોય તેમ શાસ્ત્રગ્રહણ પ્રત્યે અત્યન્ત આદર અને પ્રજ્ઞા કૌશલ્ય સ્વરૂપ છે. “વૃતિ' એ ચિંતામણિરત્નની જેમ ધર્મ અને કાયોત્સર્ગની પ્રાપ્તિથી થતી નિરાંત-પૈર્ય-હુંફ સ્વરૂપ છે. ‘ધારણા’ એ મોતીમાળામાં પરોવેલા મોતીની જેમ ચિંતનીય પદાર્થોનું દઢ શ્રેણિબદ્ધ ગોઠવાયેલા પદાર્થના દઢ સંકલનરૂપ છે. અનપેક્ષા' તત્ત્વાર્થ-ચિંતનરૂપ છે, અને તે પરમસંવેગની દઢતાદિ દ્વારા અગ્નિની માફક કર્મમળને બાળી નાખનારી છે. આ સાધનો પાછા વધી રહ્યા હોય એવી કલ્પના સાથે કાયોત્સર્ગ કરવાનો છે.
anal
For Privatb
a l Use Only

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124